કયારેક...
કયારેક મારા એકાંત ને તું મળવા તો આવ
અતૂટ નિંદ્રામાં સૂતો છું,કદાચ હુ જાગી જાઉં.
કયારેક મારા શ્વાસને તું ગણવા તો આવ
અણધાર્યા અંધકારમાં દોડું છું,કદાચ હુ થંભી જાઉં
કયારેક મારા અતીત સામે તુ આંગળી ચીંધવા તો આવ
અતીતનો ગહન સંબંધી છું,કદાચ હુ વાસ્તવ બની જાઉં
કયારેક મારા અંતરની ગહનતાને તું ઝંખવા તો આવ
અતીતની વ્યર્થતામા ડૂબેલો છું,કદાચ હુ તરી જાઉં
કયારેક મારા જુઠાણને તું અવગણવા તો આવ
સત્યમાં હુ સાચ થયો નથી,કદાચ હુ સાચો બની જાઉં
કયારેક મારા મન વરસાદમાં તું ભીંજાવા તો આવ
વર્ષાના વાદળે થીજી ગયો છું,કદાચ હુ વરસી જાઉ
કયારેક મારા હવા સમાન મનને તું જાણવા તો આવ
મનની પાંખે અસ્થિર થયો છું,કદાચ હુ સ્થિર બની જાઉં
"પણ તું કયારેય આમ ન આવ
કે મન વાણીથી જાતે જ ગુપ્ત બની જાઉં"