સપના છે મારા ખાલી ખાલી,
ચોકલેટની પેટી ભારી ભારી;
મારે હવે આ ખાવાની નથી,
બાળકો માટે છે આ પ્યારી પ્યારી.
ચોકલેટ જોઈને જ્યારે હરખાય,
બાળકો કહે 'દાદા, તમે જ અમારા!'
એમની ખુશીમાં ખુદને હું જોઉં,
યાદ આવે છે મને બાળપણ મારું.
ઘોડો બનીને હું પીઠ પર બેસાડું,
વાર્તા કહીને એમને જગાડું;
ચોકલેટ તો બસ એક બહાનું છે,
મારે તો સ્મિત એમનું જીવમાં વસાડું.
ખિસ્સામાં રાખું મીઠાશનો ખજાનો,
દાદા-પૌત્રનો આ પ્રેમ છે જૂનો;
ઘર આખું ગુંજે જ્યારે એમના અવાજે,
ત્યારે લાગે કે સંસાર નથી મારો સૂનો.
( મારા પપ્પા ખિસ્સામાં ચોકલેટ રાખતા હતા અને નાના બાળકોને આપતા હતા. આજે પણ એ બાળકો મોટા થયા પછી મારા પપ્પાને યાદ કરે છે.)
- Kaushik Dave