ઘાઘરા ઝૂમે તો પવન પણ શરમાઈ જાય,
તારું રૂપ જોતા ચાંદ પણ છુપાઈ જાય… 🌙
તૂ ફરતી જાય તો ધરતી રાસ રચે,
પગલાં તારા રાતને સુગંધિત કરે હંમેશા… 💫
મારું દિલ ખોવાયું તારા નયનમાં,
જાણે કાજલમાં આખું આકાશ સમાઈ ગયું… 🌌
તું હસે તો દીપક જળે દિલમાં હજારો,
તું ચૂપ રહે તો પણ વાગે સંગીત વારંવાર… 🎶
એ સફેદ ઓઢણી, એ ગુલાબી અદા,
મારું મન હંમેશા તારા રંગમાં રંગાયુ… 💞
હવે કોઈ પળો નહીં, કોઈ ફૂલો નહીં,
ફક્ત તું, તારો સ્પર્શ, અને મારી આંખોમાં તારો જાદૂ રહી ગયો… ✨
@શબ્દો_ની_પાર✍️