પકડી એકમેકના હાથ જોડાજોડ ચાલીએ.
ના છૂટે કદીએ સંગાથ જોડાજોડ ચાલીએ.
આવી ગઈ અવસ્થાને સમયનો છે તકાજો,
દુઃખ સાથે ભીડી બાથ જોડાજોડ ચાલીએ.
મેલી દઈએ મતભેદો હતા પૂર્વે એને કોરાણે,
નિભાવીએ ઉભય સાથ જોડાજોડ ચાલીએ.
સાથ સહકાર સંપ અને સાવચેતીના મંત્રથી,
સાથે સદૈવ હો દીનાનાથ જોડાજોડ ચાલીએ.
નથી સમયે જાજો હવે વિતાવવાનો આપણે,
હાલતાં ચાલતા હરિને પ્રાર્થ જોડાજોડ ચાલીએ.
-ચૈતન્ય જોષી .'દિપક' પોરબંદર.