જીવનમાં કેટકેટલી બધી વાર પડ્યો, આખડ્યો, તરછોડાયો છતાંય આજ સુધી ન કંઈ ખબર પડી, કે ન કંઈ જાણવાની તસ્દી લીધી, પરંતુ જ્યારે બધા દરવાજા બંધ થયા, બિલકુલ એકલો પડ્યો, પછી એહસાસ થયો કે, આજ સુધી હું ભલે ગમે તેટલા સાથે હતો, પણ.....હું મારી સાથે તો જરાય ન હતો, અને સાચું કહું...હવે હું મારી સાથે એવો જોડાયો છું કે, જીવન એટલે શું ? અને જીવવાની સાચી મજા ક્યાંથી આવે છે ? એ બધું મને સમજાવા લાગ્યું છે, અને હવે તો મને મારી જાત સામે એક પ્રશ્ન પણ થાય છે કે, મેં મને શોધવામાં, ઓળખવામાં, અને સાથ આપવામાં આટલી બધી વાર કેમ લગાડી ?
- Shailesh Joshi