!!વહમી આ વિદાય !!
🌹💜🌹
આપણાની વિદાયમાં ખાસ બે શબ્દો કહેવાનું રાખજો
આવતાને આવો અને જતાંને આવતાં રહેજો,કહેજો.
આ લુખ્ખા શબ્દો ના સમજતાં,ના લિસ્સા સમજજો ll
આપણી સાથે તદ્રુપ એના શાલીન શબ્દ સાંભળજો.
આવાગમન થકી શોભે છે:ઋતુ,પ્રસંગ અને વાર-તહેવાર.
આ જિંદગીમાં કોઇ કશુંય લાવ્યું ના લઈ જશું તલભાર.
ભાવથી ભેટજો,બે હાથે વંદન કરી સાથે બેસી જમજો !
પુનઃ ક્યારે મળશું તે નક્કી નથી હોતું,પરંતુ ભાથું હેતનું બાંધજો.
- વાત્સલ્ય