મિત્રો,
ફરી હાજર છું એક નવી રચના સાથે આશા છે આપ સહુ ને પસંદ આવશે.
|| અશક્ય મિલન ||
મારો મારા ખુદ પર ચાલતો નથી કાબૂ કોઈ,
તમારી આંખો ના કામણના જાદુ ચાલશે કેમ?
અમારા માટે અમારી ખુમારી જીવનતત્વથી કિંમતી,
તો પછી આ મસ્તક તમારા ચરણોમાં ઝૂકશે કેમ?
નિજ મન-ઉપવનમાં ખુદની શોધમાં મગ્ન છું,
મારી સૂની આંખોમાં તમારી છબી મળશે કેમ?
સંસાર ના બજારમાં અમારી કોડીની કિંમત નથી,
મારાથી તમારા જેવું મોંઘામૂલું રતન વહોરાશે કેમ?
હાથની લકીરોમાં ક્યાંય તમારો ઉલ્લેખ નથી,
તો પછી નસીબ આપણને મેળવશે કેમ?
આમ પણ દુનિયાના બંધનો નડે છે ડગલે ને પગલે,
આ રીત-રિવાજો આપણો સાથ સ્વીકારશે કેમ?
અમારી ખુદની કોઈ ઓળખાણ મળતી નથી,
તમારું નામ અમારાથી અમારી સાથે જોડાશે કેમ?
આમ જોવો તો એ જ ફર્ક છે જીવવાની રીતમાં બંનેની પ્રિય,
તમે વિચારીને જીવો છો, મારા થી જીવ્યા પહેલાં વિચારાશે કેમ?