Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" રાખમાંથી બેઠું થતું જીવન "

પળભર પહેલાં કંઈ ન હતું પળમાં ધરા ધ્રુજી ગઈ,
ઉછળતી-કૂદતી જિંદગી એ ક્ષણમાં જ થીજી ગઈ.

અસ્તવ્યસ્ત કરી નાખ્યું જીવન, એક ગોઝારા ભૂકંપે,
ઢોર ને ઢાંખર મર્યાં, માનવની જાન અને પૂંજી ગઈ.

પડ્યા ઉપર જ પાટું માર્યું આ કોરોના મહામારીએ,
થપાટ ના જાણે આ કેવી કુદરત જોરથી વીંઝી ગઈ.

ખોવાયા હસતા ચહેરા ને થઈ સુમસામ આખી વસ્તી,
કુદરતની આ આફત સામે, વિજ્ઞાનની પણ કૂંજી ગઈ.

રાખમાંથી બેઠા થવાની તાકાત દુનિયાની જોઈ "વ્યોમ",
જીવનના ઘડતર કાજે, આફતની આગ ખુદ બૂઝી ગઈ.

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 112031165
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now