ઝરમર ઝરમર વરસે વરસાદ, તન મન તડપાવે તારી યાદ.
ગરજે છે વાદળ આસમાનમાં , કરે છે તારા નામનો સાદ.
ભીની ભીની આ માટી મહેકે,
મોર, પપૈયા ને કોયલ ચહેકે,
કરે છે વૃક્ષો, સંગ સંગ ઉન્માદ,
કરે છે તારા નામનો સાદ.......
ટીપે ટીપે તારી યાદો છલકાય છે,
પલળ્યા વિના મન ભીંજાય છે,
આ તે કેવો છે પ્રણયનો સ્વાદ,
કરે છે તારા નામનો સાદ........
સુની આ રાતો ને સુના છે દિવસો,
"વ્યોમ" પરથી અમી છાંટા વરસો,
થશે પૂરો હવે આ મિલનનો સંવાદ,
કરે છે તારા નામનો સાદ...........
ઝરમર ઝરમર વરસે વરસાદ, તન મન તડપાવે તારી યાદ.
ગરજે છે વાદળ આસમાનમાં , કરે છે તારા નામનો સાદ.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.