The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
...." વિરહની વ્યથા" સાંભળ્યું છે કે તમે જાગતાં રાત વિતાવો છો? કહેશો જરા હવે કે હૃદયમાં કોને વસાવો છો? છોડીને મઝધારમાં તમે તો ચાલી નીકળ્યાં હતાં; ને હવે, એકલાં બેસીને તમે આંસુ વહાવો છો? છોડવા સમયે તો એક પળ નહોતું વિચાર્યું' તમે, ને, હવે બીજા જોડે અમારા હાલ પુછાવો છો? એકબીજા વિના નહીં જીવી શકીએ એવું કહેનાર, એટલું તો કહો કે, તમે જીવન કેમનું વિતાવો છો? શેર મારા વાંચીને જુઓ કેવાં થયાં છે ગુમસૂમ? તોડીને આ પ્રેમ બંધન હવે શું કામ પસ્તાઓ છો? મારે તો તમને એટલું જ પૂછવાનું છે "વ્યોમ" કે જીવવા ન દે એવી યાદોને કેમ કરી ભુલાવો છો? ✍:- વિનોદ મો. સોલંકી "વ્યોમ"
" હાલ એ દિલ " હાલ એ દિલ અમે ક્યારેય તમને કહેતાં નથી. મતલબ એનો એ નથી કે તમને ચાહતાં નથી. કરું છું પ્રતીક્ષા એ જ જગ્યાએ ઊભા રહીને, શું કરું? તારા કોઈ રસ્તા અહીં પહોંચતાં નથી. નજરથી નજર મળતાં મલકી ઊઠે હોઠ, છતાં હૃદયમાં પાંગરી રહેલા પ્રેમનેય સમજતાં નથી. તારા સંગાથે જ તો સજતી 'તી સાંજ સીંદૂરી, તારા વગર હવે તો ચાંદ કે સૂરજ ગમતાં નથી. ક્યાં છે એ નમણી સાંજ? ક્યાં છે સુહાની રાત? પૂનમે પણ "વ્યોમ" પર તારલા ટમટમતાં નથી. ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
" પ્રેમની પરાકાષ્ઠા " તમારા વગર જીવી નહીં શકું એ ભૂલ તમારી છે. તમારી ધારણા વિરુદ્ધ અમે જિંદગી ગુજારી છે. પરાવલંબી ના હતા, ના છીએ, ના હોઈશું કદીએ! હજુ સુધી તો તમે ક્યાં જોઈ અમારી ખુદ્દારી છે. તમારા વિના આજ પણ, રહ્યો છું ફક્ત તમારો જ, એ નથી લાચારી, પણ એ તો અમારી ખુમારી છે. ચાહતા હતા, ચાહીએ છીએ ને ચાહતા જ રહીશું! તમે જ જોઈ લો આતો કેવી અમારી વફાદારી છે. અસંખ્ય સવાલો ધરબાયેલા છે આ હૃદયમાં છતાં, કળવા નથી દેતા કોઈનેય એ અમારી અદાકારી છે. તમારો આશીક, તમારો દર્દી ને પાગલ પણ તમારો! પરાકાષ્ઠા અમારા પ્રેમની 'વ્યોમ' ક્યાં તમે વિચારી છે. ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
" મિત્ર " સંકટ સમયની સાંકળ છે મિત્ર; પરોઢિયે ચમકતી ઝાકળ છે મિત્ર; સુખમાં હોય સાથે, નહીં કે પાછળ, ને આપત્તિમાં સદા આગળ છે મિત્ર; લખવા બેસું જ્યારેય કવન કે ગઝલ, શ્યાહી, કલમ ને બને કાગળ છે મિત્ર; દુખ દર્દથી સળગતા જીવન દાવાનળે, સદા સ્નેહ વરસાવતું વાદળ છે મિત્ર; સ્નેહીજનોને જો હું ગણું એક ગામ, તો, "વ્યોમ" એ ગામનું પાદર છે મિત્ર; નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
" શ્રાવણિયા વરસાદમાં " મહેકી ઊઠે છે જેમ માટી, શ્રાવણિયા વરસાદમાં. એમ ચમકી ઊઠ્યો છે ચહેરો મારો તારી યાદમાં. ગરજી રહ્યાં છે ઘનઘોર, વાદળાં આજ ચારેકોર! તારું નામ સંભળાઈ રહ્યું છે, ટહુકાઓના નાદમાં. ટપટપ વરસતી બુંદોનો રવ, ભરી ગયો છે આજ! એક જ છત્રીની નીચે ચાલતાં, યુગલના સંવાદમાં. ઓલાં, છબછબિયાં કરતાં ભૂલકાંને તો જુઓ! લાગે છે જાણે, દેડકાં ઉછળી રહ્યાં છે ઉન્માદમાં. બે હાથ જોડી માંગી લઉં છું, "વ્યોમ" વાસી પાસે! કદાચ મળી જાય તારો હાથ, મને આજ પ્રસાદમાં. ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર
..." મન પંખી પારેવડું " શણગાર મારો ખીલી ઊઠે છે, જ્યારે તું જુવે છે. મન પંખી પારેવડું બની ઊડે છે, જ્યારે તું જુવે છે. આજ પણ હું ગુજરું છું, જ્યારે તારી ગલીએથી , તો, હૃદય મારું ધડકન ભૂલે છે, જ્યારે તું જુવે છે. નામ મારું જ્યારે આવે છે તારા નિર્મળ હોઠો પર, શ્વાસ પર તારું જ નામ ઘૂંટે છે, જ્યારે તું જુવે છે. જ્યારે પણ ચર્ચા થાય છે મહેફિલમાં તારા નામની, તન મન બેફિકર થઈને ઝૂમે છે, જ્યારે તું જુવે છે. આ વર્ષા પણ ભીંજવે તારા સ્મરણોથી "વ્યોમ" તુજ સ્મરણો જ બૂંદે બૂંદે છે, જ્યારે તું જુવે છે. ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર
...." ભીતરનો ભેરુ" રોજ કરે છે સંવાદ, ભીતરનો ભેરુ. કદી કરે વાદવિવાદ, ભીતરનો ભેરુ. આધેડથી, લઇ જાય બાળપણમાં, જગાવે ખૂબ ઉન્માદ, ભીતરનો ભેરુ. એક એ જ છે જે કરી દે તરબોળ, લાગણી કેરો વરસાદ, ભીતરનો ભેરુ. જવાબદારી ને દુનિયાદારીની વચ્ચે, એક અનેરો અપવાદ, ભીતરનો ભેરુ. હર સબંધ થતાં ગયાં સ્વાર્થી "વ્યોમ" છે નિસ્વાર્થ જેનો નાદ, ભીતરનો ભેરુ. ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર
...." એમને જોયાં હતાં " કેમ ભૂલું? પહેલી વાર જ્યારે એમને જોયાં હતાં! સૂરજની પહેલી કિરણે સવારે, એમને જોયાં હતાં! અપલક નજરે નિહાળતો રહ્યો હતો એમનું મુખડું, ને બીજાં કરતાંય અમે વધારે, એમને જોયાં હતાં! દૂર નથી થાતું એ દ્રશ્ય આજ પણ નજરની સામેથી, લટોને સહેલાવતાં ઘરના દ્વારે, એમને જોયાં હતાં! ચમકી ઊઠી હતી પરોઢિયે શબનમી બુંદો સુમન પર, પણ, અમે ચમનના હર નજારે, એમને જોયાં હતાં! કહ્યું કંઈ નહીં, બસ હસીને એ ચાલી નિકળ્યાં "વ્યોમ" પછી તો, રોજ સપનાના સથવારે, એમને જોયાં હતાં! ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર
" લક્ષ્ય રાખ આભથી ઊંચું " હાથે કરીને તું ધજાગરો ના કર. કર જાગરણ તું ઉજાગરો ના કર. કુદરતના નિયમ મૂજબ ચાલ ભૈ, ખુદનો ઊભો કોઈ તું ધારો ના કર. લાગણીહીન થયાં દિલ આજકાલ, ગમે તેનાં હૃદયમાં તું ઉતારો ના કર. મળી છે જિંદગી તો માણ મોજથી, ખોટે ખોટો મનમાં તું મૂંઝારો ના કર. આભથી ઊંચું રાખ લક્ષ્ય હમેશાં, થોડાકમાં "વ્યોમ" તું ગુજારો ના કર. ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર
"અષાઢી બીજની શુભેચ્છાઓ" "વ્યોમ" પર ઘનઘોર વાદળ ગરજે. ને ઝગમગ ઝગમગ વિજળી ચમકે. નૂતન વર્ષે કચ્છી માડુંનાં હૈયાં હરખે. અષાઢી બીજની શુભેચ્છાઓ તમને. ઝરમર ઝરમર મેહુલિયો ખૂબ વરસે. આવો ભેરુબંધ તમે અમારા મુલકે. આંખો પાથરીને બેઠાં રાહ જોતાં, મિત્ર મિલન કાજે અમ દલડું ધડકે. સુકી ધરતી પર છવાઈ હરીયાળી, અષાઢી ભીની માટીયે કેવી મહેકે. સ્વાગતમાં જગન્નાથજી, પુષ્પ વેર્યાં, રથયાત્રાના દર્શને અધીરું મન તડપે. ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser