અભિન્ન

(11)
  • 5k
  • 0
  • 2.3k

પોતાના વતન પર રહેલા રાહુલના ઘરમાં આજે ખુશીનો માહોલ હતો. આમ તો એ ઘર એનું નહોતું, હતું તો એના માસીનું કે જ્યાં એના બાળપણથી લઈને અત્યાર સુધીનું જીવન વીત્યું છે. એના પિતાના અકસ્માતમાં અવસાન થયા બાદ એની માં વર્ષાએ એની બહેન રીતુના ઘરનો આશરો લીધો હતો. રીતુએ જ રાહુલને પોતાના મહેશ સાથે કોઈ ભેદભાવ વગર મોટો કર્યો. પણ કોણ જાણે કેમ એના મનમાં સતત એ વિચાર આવતા કે રાહુલ કોઈ ખોટા માર્ગે ચાલ્યો જશે અથવા પોતાના કહ્યામાં નહિ રહે.

1

અભિન્ન - ભાગ 1

પોતાના વતન પર રહેલા રાહુલના ઘરમાં આજે ખુશીનો માહોલ હતો. આમ તો એ ઘર એનું નહોતું, હતું તો એના કે જ્યાં એના બાળપણથી લઈને અત્યાર સુધીનું જીવન વીત્યું છે. એના પિતાના અકસ્માતમાં અવસાન થયા બાદ એની માં વર્ષાએ એની બહેન રીતુના ઘરનો આશરો લીધો હતો. રીતુએ જ રાહુલને પોતાના મહેશ સાથે કોઈ ભેદભાવ વગર મોટો કર્યો. પણ કોણ જાણે કેમ એના મનમાં સતત એ વિચાર આવતા કે રાહુલ કોઈ ખોટા માર્ગે ચાલ્યો જશે અથવા પોતાના કહ્યામાં નહિ રહે.રીતુ વર્ષા અને એના પતિ હરિને સતત રાહુલના વિષયમાં ટોક ટોક કરતી અને એના વારે વારે ફોન કરી સમાચાર પૂછતી કે પછી ...Read More

2

અભિન્ન - ભાગ 2

તાજી પરણીને આવેલી પ્રીતિ પોતાની નણંદ નિશા સાથે સોફા પર બેઠેલી અને ફંકશનને વધારે યાદગાર બનાવવા એની બહેનપણીએ એની આવી ધીમેથી કાનમાં વાત કરી. તે ઉભી થઈ અને પાર્ટીમાં સૌને પોતાની બહેનપણીઓ સાથે મળી મોહક ડાન્સ બતાવવા લાગી. તે દોડીને પ્રીતિ તરફ ગઈ અને એને પણ હાથ પકડી પોતાના નૃત્યમાં ખેંચી લીધી. તેઓના આ ઠુમકાને મહેમાનો મણિ રહ્યાં હતા, એવામાં એક શરબત પીતી સ્ત્રીએ રીતુ તરફ ડગલાં ભર્યા.રસ્તામાં મળેલા વેટરને શરબતનો ખાલી ગ્લાસ આપી એની પાસેથી નવો ગ્લાસ લીધો અને રીતુ પાસે પહોંચી. તે તેને કહેવા લાગી, "અરે વાહ રિતુજી, તમે વહુ તો ઘણી સરસ લાવ્યા છો. પોતાના લગન ...Read More

3

અભિન્ન - ભાગ 3

વહેલી સવારની હલચલ એટલી જ હતી જેટલો રાત્રિનો શોર. વહેલા ઉઠીને અંગ વ્યાયામ કરવાવાળા અને ચાલવાવાળા પોતાની રોજની દિનચર્યા નીકળેલા. રસ્તામાં આમ-તેમ વિખરાયેલા પાંદડા પવનના હળવા ઝપાટા સાથે ઉડતા નજરે પડી રહ્યા હતા. નાનકડા શહેરના રસ્તાને ચોખ્ખો કરવાની જવાબદારી શીરે ઉપાડેલા સરકારીકામદારો હાથમાં લાંબા હાથાવાળા ઝાડુ લઈને પોતાનું કામ કરી રહ્યાં હતા અને બચી ગયેલા રસ્તા પર પડેલા પાંદડાને પગ વડે કચડી લોકો ચાલતા હતા.પોતાના કાનમાં હેન્ડસપ્રિ લગાવી પોતાના ભાઈના ડગલે ડગલાં મેળવી મહેશ રાહુલ સાથે મોર્નિંગ જોગિંગ કરી રહ્યો હતો. જોર-શોરથી ગીત સાંભળી રહેલા મહેશને આજુ- બાજુમાં શું ચાલી રહ્યું છે તેની ખબર જ નહોતી. બસ પોતાની મસ્તીમાં ...Read More

4

અભિન્ન - ભાગ 4

અભિન્ન ભાગ ૪પ્રીતિ અને નિશા ગાર્ડનમાં છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. બંનેં પોતાની વાતોમાં મશગુલ હતી અને એટલામાં મહેશે ખોલ્યો અને બંને ભાઈએ પ્રવેશ કર્યો.તેની પાસે આવી મહેશ કહેવા લાગ્યો; "નિશા! શું કરે છે તું?"નિશાને કશું ના સમજાયું; "શું છે?"મહેશ હસી કરતા બોલ્યો; "યાર..., ભાભીના હજુ કાલે લગ્ન થયા છે અને તું એમની પાસે કામ કરાવે છે?"રાહુલ અને પ્રીતિની નજર એક થઈ અને પોતાનો બચાવ કરતા નિશા કહેવા લાગી; "અરે ભાઈ પણ હું તોહ ખાલી..."પણ એના વાક્યને અધવચ્ચે અટકાવી મહેશ કહેવા લાગ્યો; "બસ બસ હવે મને બધી ખબર છે."નિશાને આશ્વર્ય થયું; "અરે!!!"પણ મહેશે પોતાના હોઠ પર એક આંગળી મૂકી ...Read More

5

અભિન્ન - ભાગ 5

અભિન્ન ભાગ ૫રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટેરીસમાં ઉભા રહીને ગાર્ડનનો નજારો જોઈ રહ્યો હતો. એટલામાં એને મહેશ પગથિયાં ચડી ત્યાં આવી પહોંચ્યો."અરે યાર! તમે અહીં છો." એનો અવાજ સાંભળતા રાહુલનું ધ્યાન એના તરફ ગયું. "તમને ખબર છે? હું ક્યારનોય તમને આખા ઘરમાં શોધું છું."તે તેને કહેવા લાગ્યો, "હા બસ, થોડું ખુલી હવા ખાવાનું મન થયું એટલે અહીં આવી ગયો."મહેશ તેને કહેવા લાગ્યો; "અને આમેય પણ, તમે જયારે ટેંશનમાં કે નર્વસ હોઉ, અથવા કંઈક યાદ કરતા હોઉ છો ત્યારે આમ એકલા જ રહો છો."તેની વાત પર હળવું સ્મિત આપતાં તે બોલ્યો; "હકીકત તો એ છે કે પ્રીતિને ...Read More