આસમાની રંગની છત્રી રે..

(4)
  • 2.4k
  • 0
  • 906

રસ્કિન બોન્ડ જન્મે બ્રિટિશ, વર્ષોથી ઉત્તરાંચલ માં રહેતા બાળવાર્તાઓ જાણીતા લેખક છે. તેઓ અંગ્રેજીમાં લખે છે પણ એમની વાર્તાઓની પૃષ્ઠભૂમિમાં ઉત્તરાંચલ ના પહાડી પ્રદેશનાં ગામો અને એનું લોકજીવન હોય છે. એમનાં બધાં થીમ બાળકો, કિશોરોને ખૂબ ગમે એવાં હોય છે. બાલ કિશોર સાહિત્ય માટે તેઓ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને હવે મોટા ભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમ માં હોય છે તેમાં ઈતર વાંચન તરીકે તેમની બુક્સ ની ભલામણ કરવામાં આવે છે અને લગભગ દરેક સારી અંગ્રેજી માધ્યમની ભારતીય શાળામાં તેમની બુક હોય જ છે. અંગ્રેજી વાંચતાં બાળકોમાં અને એ વંચાવતા વાલીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય, ખૂબ વેચાતાં પુસ્તકોના લેખક છે. તેઓ અત્યારે 85 વર્ષના છે પણ હજુ લખે છે, પહાડ ઉતરી ચડી શકે છે. અલમોરા પોતાનાં ઘેર રહે છે.

1

આસમાની રંગની છત્રી રે.. - 1

પ્રસ્તાવનારસ્કિન બોન્ડ જન્મે બ્રિટિશ, વર્ષોથી ઉત્તરાંચલ માં રહેતા બાળવાર્તાઓ જાણીતા લેખક છે. તેઓ અંગ્રેજીમાં લખે છે પણ એમની વાર્તાઓની ઉત્તરાંચલ ના પહાડી પ્રદેશનાં ગામો અને એનું લોકજીવન હોય છે. એમનાં બધાં થીમ બાળકો, કિશોરોને ખૂબ ગમે એવાં હોય છે.બાલ કિશોર સાહિત્ય માટે તેઓ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને હવે મોટા ભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમ માં હોય છે તેમાં ઈતર વાંચન તરીકે તેમની બુક્સ ની ભલામણ કરવામાં આવે છે અને લગભગ દરેક સારી અંગ્રેજી માધ્યમની ભારતીય શાળામાં તેમની બુક હોય જ છે.અંગ્રેજી વાંચતાં બાળકોમાં અને એ વંચાવતા વાલીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય, ખૂબ વેચાતાં પુસ્તકોના લેખક છે. તેઓ અત્યારે 85 વર્ષના ...Read More

2

આસમાની રંગની છત્રી રે.. - 2

1.“નીલુ… નીલુ…” પહાડોમાં બાળકીના તીણા અવાજના પડઘા ગુંજી રહ્યા. પહાડ પરથી ઉતરતી નાની કેડી પર નાના નાના પગ ધબધબ દોડી રહ્યા. ક્યાંક પાંદડાં કચરાવાનો અવાજ એ નાનીશી પગલીઓના પગરવ સાથે ભળી એક ધીમું સંગીત પેદા કરી રહ્યો. .“ નીલુ..” બાળકીએ મોં આડી હથેળી રાખી મોટેથી બૂમ પાડી અને સામેથી ભોં.. કરતો અવાજ આવ્યો. એ નીલુનો હતો. નીલુ એ બિંદિયા ની ગાય હતી. બિંદિયા એટલે એ પહાડ પર ઉછરતી, કહો કે પહાડને ધાવીને મોટી થતી દસ અગિયાર વર્ષની બાલિકા.નીલુ અને ગૌરી એ બે બિંદિયા ના ઘરની ગાયો હતી. નીલુ ભૂરાશ પડતી કાળી એટલે એ નામ અને ગૌરી શ્વેત ગાય હતી ...Read More

3

આસમાની રંગની છત્રી રે.. - 3

આમ તો કોઈની વસ્તુ ન માગવાનું કે કોઈ આપે તો ન લેવાનું એને ઘેરથી શીખવવામાં આવ્યું હતું પણ એણે છત્રી માગી? ખાલી જોઈ. જોતાં જ એની નજર એ ભૂરી છત્રી પર ઠરી ગઈ. પહેલી સ્ત્રીની એની ઉપર. એણે ઉપરથી નીચે આ બાલિકાને ધારી ધારીને જોઈ.બિંદિયાનું ફ્રોક હતું તો સરસ ડિઝાઇન વાળું પણ મેલુ, ફાટીને સાંધેલું હતું. પહાડી ખેડૂતની નાની છોકરીને ફેશનની હજી ઇચ્છા ક્યાંથી હોય? ખબર તો આવાં પીકનીકિયાંઓને જોઈ લેટેસ્ટ ફેશનની પણ પડતી હોય.“આ તારા ગળે માળા સરસ છે. એની ઉપર આ એકદમ અણીદાર વસ્તુ શું લટકે છે?” પહેલી સ્ત્રીએ બિંદિયાની માળા પરનાં લોકેટ પર હાથ ફેરવતાં પૂછ્યું.“એ ...Read More

4

આસમાની રંગની છત્રી રે.. - 4

2.બિંદિયાએ છત્રી હાથમાં લઈ ગોળગોળ ફેરવી. એને ઘેર છત્રી તો હતી, પકડવી મુશ્કેલ બને એવડી મોટી અને કાળી. એમાં ઉંદરોએ કાણાં પાડી દીધેલાં. આ છત્રી તો નાજુકડી, નાની હતી. બરાબર બિંદિયાની સાઈઝને માફક આવે એવી. કેવું ભૂરું, આકાશ કે ધતુરાના ફૂલ જેવું એનું કાપડ હતું! એ તો ઘેરાં ભૂરાં સિલ્કની હતી. કાપડ સોંસરવું અજવાળું દેખાતું હતું. કેવી સુંવાળી, કેવી નાજુક અને એમાંથી ઉપરનું આકાશ થોડું જોઈ શકાય એવી અર્ધ પારદર્શક.બિંદિયાને છત્રી એટલી વહાલી લાગી કે એ છત્રીને આમથી તેમ ઝુલાવતી કાપડ પર હાથ ફેરવી રહી. આખરે વગર વરસાદે કે તડકે એ છત્રી ખોલીને ઘર તરફ ચાલવા લાગી.બિંદિયા ઘેર પણ ...Read More