આસમાની રંગની છત્રી રે..

(4)
  • 976
  • 0
  • 316

રસ્કિન બોન્ડ જન્મે બ્રિટિશ, વર્ષોથી ઉત્તરાંચલ માં રહેતા બાળવાર્તાઓ જાણીતા લેખક છે. તેઓ અંગ્રેજીમાં લખે છે પણ એમની વાર્તાઓની પૃષ્ઠભૂમિમાં ઉત્તરાંચલ ના પહાડી પ્રદેશનાં ગામો અને એનું લોકજીવન હોય છે. એમનાં બધાં થીમ બાળકો, કિશોરોને ખૂબ ગમે એવાં હોય છે. બાલ કિશોર સાહિત્ય માટે તેઓ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને હવે મોટા ભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમ માં હોય છે તેમાં ઈતર વાંચન તરીકે તેમની બુક્સ ની ભલામણ કરવામાં આવે છે અને લગભગ દરેક સારી અંગ્રેજી માધ્યમની ભારતીય શાળામાં તેમની બુક હોય જ છે. અંગ્રેજી વાંચતાં બાળકોમાં અને એ વંચાવતા વાલીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય, ખૂબ વેચાતાં પુસ્તકોના લેખક છે. તેઓ અત્યારે 85 વર્ષના છે પણ હજુ લખે છે, પહાડ ઉતરી ચડી શકે છે. અલમોરા પોતાનાં ઘેર રહે છે.

1

આસમાની રંગની છત્રી રે.. - 1

પ્રસ્તાવનારસ્કિન બોન્ડ જન્મે બ્રિટિશ, વર્ષોથી ઉત્તરાંચલ માં રહેતા બાળવાર્તાઓ જાણીતા લેખક છે. તેઓ અંગ્રેજીમાં લખે છે પણ એમની વાર્તાઓની ઉત્તરાંચલ ના પહાડી પ્રદેશનાં ગામો અને એનું લોકજીવન હોય છે. એમનાં બધાં થીમ બાળકો, કિશોરોને ખૂબ ગમે એવાં હોય છે.બાલ કિશોર સાહિત્ય માટે તેઓ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને હવે મોટા ભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમ માં હોય છે તેમાં ઈતર વાંચન તરીકે તેમની બુક્સ ની ભલામણ કરવામાં આવે છે અને લગભગ દરેક સારી અંગ્રેજી માધ્યમની ભારતીય શાળામાં તેમની બુક હોય જ છે.અંગ્રેજી વાંચતાં બાળકોમાં અને એ વંચાવતા વાલીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય, ખૂબ વેચાતાં પુસ્તકોના લેખક છે. તેઓ અત્યારે 85 વર્ષના ...Read More

2

આસમાની રંગની છત્રી રે.. - 2

1.“નીલુ… નીલુ…” પહાડોમાં બાળકીના તીણા અવાજના પડઘા ગુંજી રહ્યા. પહાડ પરથી ઉતરતી નાની કેડી પર નાના નાના પગ ધબધબ દોડી રહ્યા. ક્યાંક પાંદડાં કચરાવાનો અવાજ એ નાનીશી પગલીઓના પગરવ સાથે ભળી એક ધીમું સંગીત પેદા કરી રહ્યો. .“ નીલુ..” બાળકીએ મોં આડી હથેળી રાખી મોટેથી બૂમ પાડી અને સામેથી ભોં.. કરતો અવાજ આવ્યો. એ નીલુનો હતો. નીલુ એ બિંદિયા ની ગાય હતી. બિંદિયા એટલે એ પહાડ પર ઉછરતી, કહો કે પહાડને ધાવીને મોટી થતી દસ અગિયાર વર્ષની બાલિકા.નીલુ અને ગૌરી એ બે બિંદિયા ના ઘરની ગાયો હતી. નીલુ ભૂરાશ પડતી કાળી એટલે એ નામ અને ગૌરી શ્વેત ગાય હતી ...Read More