કાંટાળી ટેકરીથી સાદ

(18)
  • 50
  • 0
  • 2.5k

એ એક ઠંડી રાત હતી. શિયાળાની અંધારી રાત અને ઠંડી તો કહે મારું કામ. ઠંડી તો એવી કે જાણે ચામડીમાંથી ઉતરી હાડકાં પર, બારીના કાચ પર બરફ જામે એમ જામી ગઈ હોય. દર્શક એવી ગાઢ ઠંડીમાં રાત્રે પોતાની કારમાં હાઈવે પર ડ્રાઇવ કરી જઈ રહ્યો હતો. ચારેક કલાકોથી તે સતત ડ્રાઇવ કરી રહ્યો હતો. હવે વાહનોની ભીડભાડ વાળો હાઈવે છોડી તે જંગલો વચ્ચેના અત્યંત તીવ્ર ગોળ વળાંકો વચ્ચેના રસ્તે થઈ સાચવીને જતો હતો. બે બાજુ ઝાડના પડછાયા જાણે ઓચિંતુ કોઈ ભૂત રસ્તે હાથ બતાવી ઊભું રહે એવી ભ્રાંતિ કરતા હતા.

1

કાંટાળી ટેકરીથી સાદ - 1

માતૃભારતી પર 2022 માં મૂકેલું વાર્તા 'એ ધુમ્મસ ભરી રાત્રે ' એક પ્રોમ્પ્ટ આધારિત હતી. થીમ એવું કે એક અંધારી રાત્રે હાઈવે પર ડ્રાઇવ કરીને જતો હોય છે ત્યાં એક સ્ત્રીની ચીસ સંભળાય છે. એ જ પ્રોમ્પ્ટ ચેટ GPT ને આપી વાર્તા લખાવી તો અંગ્રેજીમાં અલગ જ હોરર વાર્તા બની જે અહીં થોડા ફેરફારો સાથે ગુજરાતીમાં 8 પ્રકરણોમાં મૂકું છું.મૂળ વાર્તા વાંચવી હોય તો એની લિંકhttps: www.matrubharti.com book 19922240 e-dhummas-bhari-rateહવે આ વાર્તા વાંચો. 1.એ એક ઠંડી રાત હતી. શિયાળાની અંધારી રાત અને ઠંડી તો કહે મારું કામ. ઠંડી તો એવી કે જાણે ચામડીમાંથી ઉતરી હાડકાં પર, બારીના કાચ પર બરફ જામે એમ જામી ગઈ ...Read More

2

કાંટાળી ટેકરીથી સાદ - 2

2.આગળનો રસ્તો તો કાંટાળી ડાળીઓ અને પાણી પાસે કાંકરાઓથી ભરેલો હતો. બુટ નીચે પણ કાંટા, કાંકરાઓ વાગે એવું હતું. ટીશર્ટ પર કાંટાઓ ચોંટતા હતા, તેનાં બાવડે ઉઝરડાઓ પાડતા હતા.દર્શક કાંટાળી ઝાડીઓ વચ્ચેથી મર્દ કરતો એ સ્ત્રીનો અવાજ આવેલો એ તરફ ગયો. ફરીથી ધીમો, ગુસપુસ જેવો ધીમો પણ કદાચ આક્રંદ કરતો, કણસતો અવાજ નજીકમાં જ સંભળાયો. દર્શકની એકદમ નજીક. તે થોભ્યો અને આસપાસ જોયું.ફરીથી એકદમ શાંતિ પથરાઈ રહી. માત્ર પોતાના બૂટનો જ અવાજ અને હા, કોઈક અજબ ખખડાટ ઝાડીમાં થતો હતો. સાપ હશે? પણ આ ખખડાટ થોડે ઊંચે પણ થતો હતો.એ થોડી વાર શાંત ઊભો. ઉપર ઝાડીમાંથી ચાંદનીનાં કિરણો પથરાઈ ...Read More

3

કાંટાળી ટેકરીથી સાદ - 3

3.દસ પંદર મિનિટ સુધી દર્શકે એમ જ ડ્રાઇવ કર્યા કર્યું. ઘોર અંધારું ચીરતા એની કારની લાઈટના શેરડા સિવાય ચારે એવું શૂન્યાવકાશ હતું જાણે બ્લેકહોલમાંથી પસાર થતો હોય. ઠંડીમાં તમરાંના અવાજો પણ થંભી ગયા હતા. હજી પહાડી ખડકો વચ્ચે થઈને જતો વળાંકદાર રસ્તો હતો. હવે તીવ્ર ઉતરાણ આવી રહ્યું હતું. દર્શકે હળવેથી બ્રેક મારી કાર ધીમી કરી અને રિયર વ્યુ મીરરમાંથી પાછળ જોયું. પેલી રૂપરૂપના અંબાર જેવી સ્ત્રી પાછળ એમ જ બેહોશ પડી હતી. તેના શ્વાસ એકધારી ગતિએ ઝડપથી ચાલી રહ્યા હતા.એણે અજાણી બેહોશ પડેલી સ્ત્રીને ઉઠાવી કોઈ દુષ્ટ લોકોથી બચાવેલી? એમ કરતાં એને પોતાને કોઈ મુશ્કેલી તો નહીં થાય ...Read More

4

કાંટાળી ટેકરીથી સાદ - 4

4.હવે એ સ્ત્રી કારમાં ટટ્ટાર થઈને બેઠી. એણે સહેજ ઝૂકીને આગળના કાચમાંથી રસ્તા તરફ ખૂબ દૂર જોતી હોય એમ દૃષ્ટિ કરી. દર્શકે તેને કાંટાળી ઝાડીમાં ઉપાડી હતી ત્યારે તેનો ચહેરો એકદમ ફિક્કો લાગતો હતો પણ હવે કારના ઝાંખા પ્રકાશમાં જાણે એની ત્વચા ચમકતી હતી. એનો સુડોળ ચહેરો તો કોઈનું પણ ધ્યાન ચોંટાડી રાખે એવો હતો અને દર્શકે એની સામે મીટ માંડી પણ એ સાથે દર્શકનાં શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. એની આંખો ગજબની ચમકતી હતી. એક પણ પલકારો માર્યા વગર.દર્શકના હાથ સ્ટીયરીંગ પર જોરથી ભીંસાયા. એણે સહેજ ધ્રુજતા અવાજે પૂછ્યું “તું કોણ છે? એ લોકો જે તારી પાછળ ...Read More

5

કાંટાળી ટેકરીથી સાદ - 5

5.વૃક્ષોની હાર પાછળથી મોટી ઘંટડી વગાડવાના અવાજો, થાળી જેવામાં દીવો હાથમાં લઈ ઉઘાડા ડીલે કોઈ પુરુષ મંત્રો જપતો આવી હતો અને એની પાછળ બે ચાર ઓળા લાંબા ઝબ્બા જેવાં વસ્ત્રો પહેરી આવી રહ્યા હતા. બધા સામાન્ય માનવીઓ કરતાં ઘણા ઊંચા હતા. તેમનાં પગલાંનો જરાય અવાજ આવતો ન હતો પણ તેઓ બિલ્લીપગે હરગિજ ચાલતા ન હતા.દર્શકે એક છલાંગ લગાવી કારનો દરવાજો ખોલ્યો અને સ્ત્રીને કહ્યું “એક વાર જલ્દીથી કારમાં બેસી જા. જલ્દી.”“એ લોકોને હું હોઉં કે ન હોઉં, કોઈ ફેર પડતો નથી. એ બધા તારી પાછળ છે.” સ્ત્રી બોલી.“પણ કેમ? મેં એમનું શું બગાડ્યું છે?” દર્શક બોલ્યો. એના પગ થથરવા ...Read More

6

કાંટાળી ટેકરીથી સાદ - 6

6.દર્શકને શું કરવું એ સમજાયું નહીં. એણે વારાફરતી સ્થિર બેઠેલી મૂર્તિ જેવી સ્ત્રી સામે, સાવ નજીક ઊભેલા વિચિત્ર માનવ સામે અને તરત સામે સાવ એકાંત અંધારા હાઈવેના ચડાણ અને દૂર પેલી ટેકરી સામે જોયું. એનો હાથ દરવાજાના હેન્ડલ પર જઈ અટકી ગયો.“મારે એકેય બાજુ નથી જવું. કોઈ અજાણી મુશ્કેલીમાં નથી પડવું.” એણે કહ્યું અને પોતાને ઓઢાડેલું વસ્ત્ર દૂર કરતો ઊભો થયો અને પોતાને ઓઢાડેલી સાડી એ સ્ત્રીને ફરીથી ઓઢાડી.સ્ત્રીનું સૌંદર્ય તેની આંખો સામે આવ્યું. સર્વાંગ સુંદર, અત્યંત લોભામણું. ભાગ્યે જ જોવા મળે એવું.એ સ્ત્રી તેની સામે એ જ અપાર્થિવ દૃષ્ટિથી જોઈ રહી હતી. એની દૃષ્ટિ ડર લાગે એવી હતી. ...Read More

7

કાંટાળી ટેકરીથી સાદ - 7

7.સ્ત્રી હવે સાધુ તરફ પટ્ટી વીંઝી રહી. આખી પટ્ટી પર કોઈ પ્રકાશ થયો.પેલા માણસે બે હાથ લાંબા કર્યા અને પર ખેંચાયો.એણે તુંબડાનું ફાડીયું ગમે તેમ કરી હાથ કરી પછાડ્યું. એમાં રહ્યાસહ્યા પદાર્થમાંથી એકદમ ધુમાડો થયો.ધુમાડામાંથી કદાચ મોટો કોબ્રા જેવો સાપ નીકળત પણ ત્યાં સ્ત્રીએ એ પટ્ટી એની પર વીંઝી. ત્યાં એક ઝબકારો થઈ રાખ ફેલાઈ ગઈ. પટ્ટી નીચે સૂઈને ઘસતા માણસને વાગી. સ્ત્રીએ ફટાફટ પટ્ટી બે ત્રણ વાર એની ઉપર વીંઝી અને હવે એ માણસ કારમી ચીસ પાડતો ઢળી પડ્યો. એની ચીસના પડઘા શાંત જંગલમાં દૂર સુધી ફેલાઈ રહ્યા.સાધુએ એનાં અર્ધ વસ્ત્રમાં હાથ નાખતાં કોઈ વસ્તુ ફેંકી પણ આનાયસે ...Read More

8

કાંટાળી ટેકરીથી સાદ - 8

8.એ ઝનૂન પર આવી ચારે તરફ તલવાર વીંઝી રહ્યો. થોડી ક્ષણો અગાઉ એ સ્ત્રી વીંઝતી હતી એ રીતે. ગોળ તલવાર કે પટ્ટી પૂરી તાકાતથી ઘુમાવતો તેમને ઘેરી રહેલા લોકોનો પ્રતિકાર કરી રહ્યો.એને ખ્યાલ ન આવ્યો, અત્યારે તો એને વિચાર પણ આવતો ન હતો કે આવી શક્તિ એનામાં ક્યાંથી આવી.અત્યારે એને તલવાર આપી સ્ત્રી એક તરફ ખસી ગયેલી અને નજર ખોડી આ યુદ્ધ જોઈ રહી હતી. દર્શકને એની સામું જોવાની પણ ફુરસદ ન હતી. એની આસપાસ ઊંચા માનવ ઓળાઓ એને ઘેરી રહ્યા હતા અને એ પેલી સ્ત્રીએ કહ્યા મુજબ લડી રહ્યો હતો.સામેથી કોઈ યોદ્ધો એને પકડવા માગતો હોય એમ કૂદ્યો. ...Read More