મારી કવિતા ની સફર

(27)
  • 40
  • 0
  • 190

મારી કવિતાની સફરજીવનના કેટલાક પ્રસંગો એવા બને છે કે જે આપણને અંદરથી બદલાવી નાખે છે. મારી કવિતાની કે લેખન ની સફર પણ એવી જ એક કહાની છે.હું ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ માં અગિયારમા ધોરણમાં ભણતો હતો. એ દિવસો નિર્દોષપણાના, સ્વપ્નોના અને નવી દુનિયા શોધવાના હતાં. ક્લાસરૂમમાં શિક્ષકો પાઠ સમજાવતા, મિત્રો રમૂજી વાતોમાં મશગૂલ રહેતા, પણ મારી અંદર એક અજાણી ખળભળાટ ચાલતી. એ ખળભળાટ શબ્દોની હતી, લાગણીઓની હતી. એ જ દિવસોમાં ગુજરાતી સાહિત્ય નો પરિચય થયો અને જાણે મારી અંદર એક નવો જ વિશ્વ ખુલી ગયો. કવિતાના શબ્દોમાં જે સંગીત હતું, એ સંગીત મારા મનની ધબકાર સાથે એકરૂપ થઈ ગયું.

1

મારી કવિતા ની સફર - 1

મારી કવિતાની સફરજીવનના કેટલાક પ્રસંગો એવા બને છે કે જે આપણને અંદરથી બદલાવી નાખે છે. મારી કવિતાની કે લેખન સફર પણ એવી જ એક કહાની છે.હું ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ માં અગિયારમા ધોરણમાં ભણતો હતો. એ દિવસો નિર્દોષપણાના, સ્વપ્નોના અને નવી દુનિયા શોધવાના હતાં. ક્લાસરૂમમાં શિક્ષકો પાઠ સમજાવતા, મિત્રો રમૂજી વાતોમાં મશગૂલ રહેતા, પણ મારી અંદર એક અજાણી ખળભળાટ ચાલતી. એ ખળભળાટ શબ્દોની હતી, લાગણીઓની હતી. એ જ દિવસોમાં ગુજરાતી સાહિત્ય નો પરિચય થયો અને જાણે મારી અંદર એક નવો જ વિશ્વ ખુલી ગયો. કવિતાના શબ્દોમાં જે સંગીત હતું, એ સંગીત મારા મનની ધબકાર સાથે એકરૂપ થઈ ગયું.શરૂઆતમાં ફક્ત ...Read More

2

મારી કવિતા ની સફર - 2

મારી કવિતા ની સફરઆ કવિતા મારી કવિતા-સફરની નવી શરૂઆતનું પ્રતિક છે. કોલેજના દિવસો બાદ લાંબા ૨૮ વર્ષ સુધી હું દૂર રહ્યો. પરંતુ મારી પત્ની અને એક ખાસ મિત્રએ મને ફરી પ્રોત્સાહન આપ્યું. આભાર વ્યક્ત કરવા માટે લખાયેલી આ પંક્તિઓમાં માત્ર મિત્રતાનો જ નહીં પરંતુ મારા જીવનની ફરી ખીલી ઉઠેલી સાહિત્યિક વસંતનો પણ અહેસાસ છે.દોસ્ત, તું આભારનો હકદાર,કોલેજના દિવસોનો ફરી ઉજાગર,૨૮ વર્ષે કલમ ફરી હાથમાં,શબ્દોનું ઝરણું ઉભર્યું મુજ માં।સ્મૃતિઓની શેરીએ તેં હાથ પકડ્યો,લખવાનો શોખ ફરી જગાડ્યો,દિલના ખૂણે દબાયેલા ખ્વાબો,તારી વાતે ફરી ઉડાન ભર્યો।કાગળ પર શાહી નૃત્ય કરે,ભાવનાઓનું ઝરણું વહે,દોસ્ત, તારા શબ્દોનો જાદુ,જીવનમાં ફરી રંગ ભરે।આભાર તને, ઓ મારા દોસ્ત,લખવાની લગન ...Read More