મારી કવિતા ની સફર
આ કવિતા મારી કવિતા-સફરની નવી શરૂઆતનું પ્રતિક છે. કોલેજના દિવસો બાદ લાંબા ૨૮ વર્ષ સુધી હું લખાણથી દૂર રહ્યો. પરંતુ મારી પત્ની અને એક ખાસ મિત્રએ મને ફરી પ્રોત્સાહન આપ્યું. આભાર વ્યક્ત કરવા માટે લખાયેલી આ પંક્તિઓમાં માત્ર મિત્રતાનો જ નહીં પરંતુ મારા જીવનની ફરી ખીલી ઉઠેલી સાહિત્યિક વસંતનો પણ અહેસાસ છે.
દોસ્ત, તું આભારનો હકદાર,
કોલેજના દિવસોનો ફરી ઉજાગર,
૨૮ વર્ષે કલમ ફરી હાથમાં,
શબ્દોનું ઝરણું ઉભર્યું મુજ માં।
સ્મૃતિઓની શેરીએ તેં હાથ પકડ્યો,
લખવાનો શોખ ફરી જગાડ્યો,
દિલના ખૂણે દબાયેલા ખ્વાબો,
તારી વાતે ફરી ઉડાન ભર્યો।
કાગળ પર શાહી નૃત્ય કરે,
ભાવનાઓનું ઝરણું વહે,
દોસ્ત, તારા શબ્દોનો જાદુ,
જીવનમાં ફરી રંગ ભરે।
આભાર તને, ઓ મારા દોસ્ત,
લખવાની લગન ફરી જાગી,
૨૮ વર્ષ બાદ ની વસંતે, શબ્દોની મોસમ,
તારા કારણે ફરી ખીલી।
જ્યારે આજની પેઢી મોટાભાગે મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે, ત્યારે કવિતા શું છે એવો સવાલ મનમાં આવે છે. આ કવિતા એ સવાલનો જવાબ છે – કવિતા એ લાગણીઓનો સંગીત છે, હૃદયની ધડકન છે અને જીવનનું ચિત્ર છે.
કવિતા એ શબ્દોની રેલ,
મનની ભાવનાનું મેળ,
હૃદયના તાર ઝણકારે,
સપનાંઓનું ગીત ઉગેલ.શબ્દો
નૃત્ય કરે રાગમાં,
અર્થ લાગે ગીતના ભાગમાં,
કવિતા એ જીવનનું ચિત્ર,
શબ્દોનું સુંદર સંગીત.
આ કવિતા મારા કોલેજના દિવસોની છે. એ સમય દરમ્યાન એક છોકરી મને બહુ ગમતી હતી. પરંતુ સંકોચ અને ભયના કારણે હું એને કદી કહી શક્યો નહીં. આ પંક્તિઓ એ અચોક્કસતા, મૌન પ્રેમ અને એ દિવસોના અનકહ્યા સપનાઓની સાક્ષી છે. જ્યારે આજે હું આ વાંચું છું ત્યારે એ નિર્દોષ ભાવનાઓ ફરી જીવંત થઈ જાય છે.
તને જોઈને આંખે સપનાં સાજ્યાં,
પણ હૃદયે રહી ગઈ એક વાત અજાણી.
તું રોજ મળે છે, ને હસીને જાય છે,
મારું મૌન બસ તારી પાછળ રહે જાય છે.
શબ્દોથી નહિ, આંખોથી કહું છું,
મારી તકલીફ એ છે કે ચુપ છું.
મારે કહવું છે તને દરદે દિલ,
પણ ભય લાગે તું દૂર ના થઈ જાય.
તને ચાહવું , એ છે મારી લાગણી,
તું સમજે તો સારું,
નહિ તો મમતા મારી ખામોશ.
મારા હ્રદયનો ઊંડો સંગીત,
તું સાંભળે એવી મારી
ચાતક ભ્રમિત ઈચ્છા છે મારી.
આ કવિતા પણ મારા કોલેજ સમયની છે. એ છોકરી પ્રત્યેની મારી લાગણીઓ, એના પ્રત્યેના આકર્ષણ અને મારા હૃદયમાં એની અનોખી જગ્યા – એ બધું આ પંક્તિઓમાં પ્રતિબિંબિત થાય છે. એ દિવસોમાં પ્રેમ એક સ્વપ્ન જેવો લાગતો હતો – મૌન, નિર્દોષ, પરંતુ ખૂબ ગાઢ.
મારી ખ્વાહિશોના આકાશમાં,
એક આશ તું પણ છો,
સપનાના સૌ રંગોમાં,
એક રંગ તું પણ છો.
મારી જિંદગીના રહસ્યોમાં,
એક રહસ્ય તું પણ છો,
મારી હાસ્ય-આંસુની વાર્તાઓમાં,
એક અધ્યાય તું પણ છો.
તું શું છે મારા માટે?
કઈક છે કે કઈ જ નહીં,
પણ હૃદયની દરેક ધડકનમાં,
એક ખ્યાલ તું જ રહી છો.
પરંતુ મારી જિંદગીના કાશ માં,
એક કાશ તું પણ છો,
મારા દરેક સવાલના જવાબમાં,
એક નામ તું પણ છો. 🌹
આ કવિતા મારી એકતરફી લાગણીનું પ્રતિબિંબ છે. કોલેજના દિવસોમાં એ છોકરી પ્રત્યે ખૂબ લાગણી હતી, પણ તેને કહી શકાતું નહોતું. આ કવિતા એ મૌન પ્રેમને “અધિકાર” તરીકે વ્યક્ત કરે છે – ભલે એનો સ્વીકાર ના થયો હોય, પણ દિલમાં એનો અહેસાસ એટલો મજબૂત હતો કે એ મને પોતાનો લાગે.
તારી વાત કરવાનો તો અધિકાર છે મને,
તને જીત્યા વિના પ્રેમ કરવાનો અધિકાર છે મને.
આંખોમાં તારી છબી બંધ કરીને રાખું,
આ ચુપચાપ યાદોને અમર કરવાનો અધિકાર છે મને.
રાતના તારા જેવું તું ચમકે,
આ તારાઓને મારા કહેવાનો અધિકાર છે મને.
દરિયા જેવી ઊંડાઈમાં તું છુપાયેલી,
આ લહેરોને માંરી તરફ વહેતી કરવાનો અધિકાર છે મને.
તારા મુસ્કાનમાં મારું આકાશ ખીલે,
આ આકાશમાં માં વસવાનો અધિકાર છે મને.
આ કવિતાઓ મારી સફરના પડાવ છે – કોલેજના નિર્દોષ પ્રેમથી લઈને 28 વર્ષ પછી ફરી શરૂ થયેલી સાહિત્યિક યાત્રા સુધી. દરેક કવિતા મારી લાગણીઓનો અંકિત પલ છે. આજે જ્યારે હું એ વાંચું છું, ત્યારે લાગે છે કે સમય તો બદલાયો છે, પણ હૃદયની એ લાગણીઓ કદી જૂની નથી પડતી. આગામી એપિસોડ માં હું મે મારી વર્તમાન સમય ના બનાવો વીશે લખેલ કવિતા ઑ રજૂ કરીશ.