"હવે ખરેખર હદ થઈ ગઈ છે રાઘવ!" એકાએક રાગીની પથારી પર થી ઉઠી પડી કે જ્યાં તે રાઘવ સાથે રતિક્રિયામાં મશગુલ હતી. રાગીની ના સહસા એકાએક આ અજુગતા વર્તનથી રાઘવ સ્તબ્ધ બની બેઠો.
મિડનાઈટ લેમ્પ રૂમમાં જોઈ શકાય તે પૂરતો પ્રકાશ ફેંકી રહ્યો હતો. રાગીની એ ચાદર વડે પોતાના સ્ત્રીત્વ ને ઢાંકયું.
"શુ થયું?" સ્તબ્ધ બની બેઠેલા રાઘવે રાગીનીને પૂછ્યું.
"તું કેમ સમજવાની કોશિશ નહિ કરતો કે, મારા લગ્ન થઈ ચૂક્યા છે" રાગીની હવે કપડાં પહેરી ચુકી હતી.
"આ તારો વાંક નથી, મારે જ સમજવાની જરૂર હતી." રાગીનીએ નિસાસો નાખતા પોતે જ કરેલા પ્રશ્નનો જવાબ આપ્યો.
રાગીની ના વર્તનમાં અચાનક આવેલા ફરકથી સ્તબ્ધ બની બેઠેલા રાઘવે પોતાની પથારી પડતી મૂકી, સંપૂર્ણ નગ્ન અવસ્થામાં તે તેણીની સામે ઉભો રહ્યો અને લેશ માત્ર પણ તેણે પોતાના નગ્ન શરીરને ઢાંકવાનો પ્રયત્ન ન કર્યો કેમ કે એ પ્રથમ વાર નો'હતું કે જ્યારે તેઓ એકમેક જોડે રતિક્રિયા કરી રહ્યા હોય, તેમને આ પૂર્વ પણ રતિક્રિયા કરી હતી, કદાચ ઘણી વખત, અસંખ્ય વાર, કદાચ તેમણે પણ નહીં ખબર હોય કે કેટલી વાર! "મને ખબર છે કે તું પરણી ચુકી છે અને સાચું કહું તો મને એ વાત થી કોઈ ફરક નથી પડતો. મને માત્ર એટલી ખબર છે કે તું મને ચાહે છે અને હું તને. અને રાત્રીના લગભગ બે વાગવા જઈ રહ્યા છે અને તું અત્યારે મારા જોડે છે, મારી પથારીમાં, મારા સાથે પ્રેમ કરી રહી છે. આનાથી વધુ શુ હોઈ શકે કે તું પણ ખુશ છે." રાગીની ને બાજુઓથી પકડી સાંત્વના આપતા તે બોલ્યો.
"તું જે કંઈ પણ કહી રહ્યો છે તે પ્રેમ નથી રાઘવ!" રાગીનીએ પોતાને છોડાવતા રાઘવને સમજાવવાની કોશિશ કરતા બોલી કે હવે જે કાંઈ પણ તેમના દરમિયાન હતું એ સઘળું સમાપ્ત થયું છે.
રાઘવને તેનો દયાભાવ દાખવતું વર્તન પસંદ ન પડ્યું અને તેને એક હલકા એવા ઝટકા સાથે પોતાને તેણીથી અલગ કર્યો. રાગીનીના આ વર્તનથી તે થોડો નિરાશ અને ચિંતાતુર દેખાઈ રહ્યો હતો.
"રાઘવ! હું હવે વધુ તારા સાથે રહી શકું એમ નથી, તું સમજવાની કોશિશ કેમ નહિ કરતો? મારા પતિને દગો આપવાના અપરાધ બોજ થી હું પીડાય રહી છું અને હવે આ અપરાધબોજ ને ઉપાડવા હું અક્ષમ છું. જો તેણે ખબર પડી જશે તો..." રાગીની અફસોસ કરતી નિસાસો નાખી બોલી.
"કોઈને પણ કંઈજ ખબર નહિ પડે." રાઘવ તેણીને દિલાસો આપતા તેણીની પાસે જઇ તેણીની ગરદન પર ચુંબન કરી તેણીને ફરીથી કપડાં ઉતારવાની નાકામ કોશિશ કરી.
"તો પણ રાઘવ, હવે હું આ સંબંધ અત્યારે અને હમણાં જ પૂરો કરવા ઈચ્છું છું." તેના ચહેરાના હાવ-ભાવ પરથી સ્પષ્ટ દેખાય રહ્યું હતું કે, તે અત્યંત દુઃખી હતી અને એના પાછળ કરણ પણ હતા. પહેલું કરણ તો એ કે તે રાઘવને મળી રહી હતી અને તેની સાથે સંબંધ બનાવી રહી હતી કે જે તેનો કોલેજ સમયનો મિત્ર હતો અને બીજું એ કે, તે વિવાહિત હતી અને પોતાના પતિ ની પીઠ પાછળ તે એ બધું કરી રહી હતી જે તેને માત્ર અને માત્ર તેના પતિ જોડે કરવું જોઈતું હતું. એક બાજુ તે રાઘવને સપના બતાવી રહી હતી કે જે ક્યારેય પણ શક્ય ન'હોતા થઈ શકવાના અને બીજું એ કે તે હવે પોતાના પતિ સાથે કરેલા દગાના અપરાધબોજથી પીડાય રહી હતી.
રાઘવે તેની લાગણીઓને નજરઅંદાજ કરી, કારણકે તેને લાગ્યું કે, તે જે કાંઈ પણ કહી રહી હતી તે લાગણીઓના વશમાં આવી કહી રહી હતી. તે તેના નજીક ગયો, હળવા હાથોથી તેની ગરદન પકડી પોતાનું મોંહ તેના નજીક લઇ ગયો જેથી તેઓ ફરીથી એક ચુંબન કરી શકે.
પણ જેવો કે તે ચુંબન કરવાને ગયો તેણીએ તેણે એક ધક્કો માર્યો, તે ફંગોળાતો પોતાના પલંગ પર પડ્યો. પોતાનું સંતુલન સંભાળી તે હજુ તો ઉભો થવા જઈ રહ્યો હતો ત્યાં સુધી તો તે રૂમના દરવાજા સુધી પોહચી ગઈ હતી અને તેને દરવાજો ખોલ્યો અને જતી રહી.
એક સંપૂર્ણ સંબંધ તેમણી વચ્ચે પૂરો થવા જઈ રહ્યો હતો અથવા તો પૂરો થઈ ચૂક્યો હતો અને હવે જે કાંઈ તેઓ નિભાવી રહ્યા હતા તે માત્ર ને માત્ર ફોર્મેલિટી હતી કે જે સંબંધમાં બીજી વ્યક્તિને ખુશ રાખી શકે.
થોડીજ ક્ષણોમાં દરવાજો ફરીથી ખુલ્યો અને પોતાના પુરુષત્વ ને ઢાંકવા રાઘવે પલંગ પર પડેલી ચાદર ને પોતાના શરીર ને વીંટાળી પણ જેવું તેણે જોયું કે આવનારી વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ રાગીની હતી તો તેને ચાદર ને છોડતા બોલી ઉઠ્યો કે, " મને પૂરો વિશ્વાસ હતો કે તું પાછી આવશે." ખુશીના ભાવો તેના ચહેરા પર આવી ગયા હતા. તે ઉભો થયો અને રાગીની ને આલિંગન આપવા તેની તરફ વધ્યો. પણ એ આલિંગન આપે એ પહેલાં જ રાગીની એ તેણે તેમ કરતા રોક્યો.
"રાઘવ! મહેરબાની કરી મને શર્મિનદા ન કર, હું માત્ર અહીં એટલું જ કેહવા આવી છું કે, જો તે મને ક્યારેય પણ પ્રેમ કર્યો હોઈ ને તો મને ભૂલી જવાનો પ્રયત્ન કરજે. હું ક્યારેય પણ તારી નહિ થઈ શકું, હકીકતમાં હું તારી ક્યારેય હતી જ નહીં. જિંદગી ને બીજો મોકો આપ રાઘવ! એક ખુબસુરત જિંદગી તારી રાહ જોઈ રહી છે. મૂવ ઑન કરવાની કોશિશ કર. હું તને છોડી જતી રહી એ વાત ને સાત વર્ષ થઈ ચૂક્યા. કોઈ સારી છોકરી મળી પરણીજા. જિંદગી અને તારી જાત ને એક બીજો મોકો તો આપ."
એ નગ્ન છે એની પરવાહ કર્યા વગર રાગીનીએ એને ભેટી પડી. થોડી ક્ષણો બાદ તેણીએ પોતાની જાતને સંભાળી અને રાઘવથી છૂટી પડી રૂમ અને રાઘવ બંનેને છોડી જતી રહી.
હવે માત્ર રાઘવ રૂમ માં અને જીવનમાં એકલો હતો અને અંદરથી તૂટેલો પણ...