bijo prem - 2 in Gujarati Love Stories by Hussain Chauhan books and stories PDF | બીજો પ્રેમ -ભાગ ૨

Featured Books
Categories
Share

બીજો પ્રેમ -ભાગ ૨

એ મેં મહિનાની 3જી તારીખ હતી. ઉનાળો ચરમ પર હતો અને ઈદ ને માત્ર સાત દિવસ બાકી હતા. રાઘવ રજાઓ પર હતો અને પોતાના વેકેશન ની છુટ્ટીઓ ખુશીથી વિતાવી રહ્યો હતો. તેના પાસે કઈ કરવા લાયક હતું નહીં અને જે કરવા યોગ્ય હતું તે વહેલાસર પૂરું થઈ ગયું હતું. આકાશમાં સુરજ અગનજ્વાળાઓ જાણે ઓકી રહ્યો હતો.
"વેકેશન ત્યાં સુધી વેકેશન નથી જ્યાં સુધી તમે બપોરની નિદ્રાનો આનંદ ન માણો" આમ વિચારી તે પથારીમાં પડ્યો પણ અસહ્ય ગરમીને કારણે ઊંઘી ન શક્યો. આખરે તેને ટીવી જોવાનું મન બનાવ્યું અને રૂમ ની બહાર ની બાજુ સીટીંગ હોલ તરફ પ્રયાણ કર્યું અને એક આરામ દાયક સોફા પર જગ્યા કરી બેઠો જે તે દિવસે કોઈ પણ પ્રકારનો આરામ આપવામાં અસમર્થ હતો અને ટીવી ઑન કર્યું. તેણે થોડી ચેનલો ફેરવી પણ બધી ચેનલો એ જ જુના-પુરાના દકીયાનુસી ટીવી શૉ અને ફિલ્મો બતાવી રહી હતી અને બધું વ્યર્થ નીવડ્યું. આખરે કંટાળી જઈ તેણે ટીવી સ્વિચ ઑફ કર્યું અને પોતાનું લેપટોપ લાઇ ફેસબુકમાં લોગ ઇન કર્યું.
તેણે જોયુકે ત્યાં ઘણી બધી નોટિફિકેશન હતી જેમાંની થોડી તેણે ચેક કરી અને બાકીની ઇગ્નોર કરી દીધી અને તેણે આવેલા મેસેજીસ ચેક કરવા લાગ્યો પરંતુ નોટિફિકેશન એક પછી એક એમ ક્રમશઃ આવતી હતી જેનાથી તે કંટાળ્યો અને છેવટે શુ મેટર છે તે ચેક કરવા નવી આવેલી નોટિફિકેશન પર ક્લિક કર્યું.
સંબંધિત સ્ટેટ્સ પર ઘણી બધી કૉમેન્ટ્સ થઈ ચૂકી હતી. ઘણી બધી કૉમેન્ટ્સ થઈ રહી હતી અને એ જોઈ એમ લાગી રહ્યું હતું કે, હજુ ઘણી બધી કૉમેન્ટ્સ થશે. 
તેણે જોયું કે એ સ્ટેટ્સ કોઈ અનુજ આચાર્ય નામના વ્યક્તિએ પોસ્ટ કર્યું હતું અને તેના કોઈ ફેસબુક ફ્રેન્ડ દ્વારા તેણે તેમાં ટેગ કરવામાં આવ્યો હતો. તેણે સ્ટેટ્સ વાંચ્યું જે આ મુજબ વંચાયું,- " Even "RAM"dan has a RAM."
તેણે એ કટ્ટર કૉમેન્ટ્સ વાંચી અને પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી ન શક્યો કેમકે, એ જાણતો હતો કે સાચો હિંદુ ધર્મ તેના અનુયાયીઓને કોઈ બીજા ધર્મ, સમાજ, કે કોઈ પણ જાત ની વ્યક્તિને નીચું બતાવે એવું શીખવતો નથી. ઉદારતાવાદી વિચારોથી પ્રેરાયેલો તેણે કોમેન્ટ કરી કે, " if so, then 'diw"ALI" has ALI too'
તેણી આ કૉમેન્ટે બળતામાં ઘી ઉમેરવાનું કાર્ય કર્યું અને ઘણા કટ્ટરપંથીઓ તેણે કૉમેન્ટ્સમાં રિપ્લાય આપવા લાગ્યા. કેટલાકે તેણે હિન્દુત્વ પર નો ધબ્બો ગણાવ્યો તો કેટલાકે તેણી સરખામણી આતંકવાદી સાથે પણ કરી. પરંતુ તેણે આ કોઈ બાબત ની પરવાહ કરી નહિ.
વધુ કાઈ કરવાનું હતું નહીં તેથી તેણે એક કોલ્ડ કોફી બનાવી પોતાની જાતને સર્વ કરવાનું વિચાર્યું અને કિચન તરફ દૌડી ગયો.
-----------------------------------------------------------------બધા મુસ્લિમના ચહેરાઓ ખુશીથી ખીલી ઉઠ્યા હતા અને હોઈ પણ કેમ નહિ! આજ ઈદ નો તહેવાર હતો. ૩૦ રોજાના કબલ સર્વશક્તિમાન અલ્લાહે તેના અપાર પ્રેમ અને કરુણા ના સ્વરૂપમાં આજ ઈદ નો દિવસ બક્ષયો હતો. ફજરની નમાજ બાદ દરેક મુસ્લિમ એક બીજાના ગળે મળી એકમેકને ઈદ ની મુબારકબાદી આપી રહ્યા હતા. સલાવત માટે શીર ખુરમો પીરસવામાં આવી રહ્યો હતો.
સવારના ૧૦ થવામાં હતા. રાઘવ તેના એક માત્ર મુસ્લિમ મિત્ર રશીદના ઘરે તેણે અને તેની ફેમિલીને ઈદની મુબારકબાદી આપવા ગયો હતો. રાશીદના પિતાની બાજુમાં હૅમોક પર તેણે જગ્યા લીધી કે જે સીટીંગ હોલ ની માધ્યમાં સ્ટીલના સળિયા વડે ઉપર છતથી લટકેલો હતો. સીટીંગ હોલની સામેની બાજુ થોડા ડગલાના અંતરે રસોડું હતું કે જ્યાંથી નાક ના નસકોરાંને તરબતર કરતી માદક સિવૈયા ની ખુશ્બુ પ્રસરી રહી હતી અને રાઘવને તેનું ગ્રહણ કરવા લલચાવી રહી હતી.
પળવાર માં રાશીદની મા એ સલવાત ના રૂપમાં રાઘવને સિવૈયા નો એક બોલ પરોસ્યો. શ્વાસને તરબતર કરતી મદમસ્ત સિવૈયાની ખુશ્બુને કારણે રાઘવ ફોર્મલિટી પૂરતી પણ ના કહી શક્યો નહિ અને સિવૈયા આરોગવા લાગ્યો.
જ્યારે તે સિવૈયા આરોગવામાં વ્યસ્ત હતો ત્યારે તેનો ફોન રણક્યો પણ તેણે ધ્યાન ન આપ્યું. આમ જ આખો દિવસ વ્યસ્તતામાં પસાર થઈ ગયો. રાતે થાક્યો પાક્યો તે પોતાના ઘરે આવ્યો અને નાઈટ ડ્રેસ ચેન્જ કર્યા વગર કે રૂમની લાઈટ સ્વિચ ઑફ કરવાની દરકાર કર્યા વગર જ પથારી પર પડ્યો અને સુઈ ગયો.
સૂર્યના સીધા કિરણો કાચની બનેલી સેક્શન બારીમાંથી પ્રવેશ કરી રાઘવના મોઢાં પર પડી રહ્યા હતા અને ઉનાળાના દિવસોને કારણે અસહ્ય તાપ ની અનુભૂતિ કરાવી રહ્યા હતા. તેણે તકિયા વડે તાપથી બચવાની કોશિશ કરી પણ તે નિરર્થક નીવડી. આખરે તે આળસ મરડી ઉઠ્યો અને પોતાનો ફોન લઇ સમય જોયો કે જે પલંગ ની બાજુમાં ડ્રેસિંગ પર પડ્યો હતો.
સમયની સાથે તેને ગઈકાલ અને રાત્રી દરમિયાન આવેલી નોટિફિકેશન ચેક કરી જેમાંની એક ફેસબુકમાં મેસેજ કરનારી શનાયા અહેમદ નામની યુવતીની હતી કે જેણે તેણે ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી. તેના માટે આશ્ચર્યની વાત હતી કેમકે, આ પહેલા તેણે કોઈએ ઈદ ની મુબારકબાદી આપી ન'હોતી અને એ પણ કોઈ યુવતીએ તો નહીં જ!
પૉપ અપમાં વાંચેલ મેસેજથી થોડા કુતૂહલવશ તેણે નોટિફિકેશન પર ક્લિક કરી અને મેસેન્જર એપ ઓપન થઈ ગયું પરંતુ, એ જોઈ તે નવાઈ પામ્યો કે તેણીએ ઈદ ની શુભેચ્છા સિવાય બીજો કોઈ મેસેજ મોકલ્યો ન હતો. 'કોણ હોઈ શકે આ યુવતી?'  એ વિચાર આવતાની સાથે જ તેણે તેણીના નામ પર ક્લિક કર્યું જેથી તેની પ્રોફાઈલ તે ચેક કરી શકે. નામ, બર્થ ડેટ અને થોડા તેણીએ અપલોડ કરેલા ફોટા જેમાં તેણી નો એક પણ ફોટો ન'હોતો એ સિવાય બીજું કશું તેણે જાણવા મળ્યું નહિ. છેલ્લે તેણી વિશે કોઈ માહિતી ન મળતા તેણે તેણી કોણ છે હકીકતમાં કોઈ યુવતી છે કે પછી કોઈ ફેક આઈ ડી બનાવી તેના સાથે મસ્તી કરી રહ્યું છે એ જાણવા તેણીને મેસેજ કર્યો, "ઈદ મુબારક ટૂ યૂ ટૂ." અને આ સાથે જ બીજો પણ મેસેજ કર્યો જે પૂછી રહ્યો હતો કે શું તે તેણીને જાણતો હતો?
તેને ફોન લોક કર્યો અને દાંતોને બ્રશ કરવા બેસીન તરફ ચાલ્યો. થોડીજ ક્ષણોમાં તે પાછો ફર્યો ત્યારે તેના ફોનની નોટિફિકેશન લાઈટ ઝબુકી રહી હતી જે ઈશારો કરી રહી હતી કે કોઈ નો મેસેજ આવ્યો હતો. તેને ફોન અનલોક કરી ચેક કર્યું. તે શનાયા નો મેસેજ હતો. 
તરત જ મેસેજનો જવાબ આપનારી વ્યક્તિ સાથે ચેટિંગ કરવું એક સુખદ અનુભવ હોઈ છે અને શનાયા ખરેખર તેમાંની એક હતી. 
તેણીએ તેને મેસેજ કર્યો હતો કે, તેઓ એક બીજા માટે અજાણ છે અને ખુલાસો કરી રહી હતી કે તેણી જ્યારે નોટિફિકેશન ચેક કરી રહી હતી ત્યારે કોઈ અનુજ આચાર્ય નામના વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સ્ટેટ્સ પર જઈ  પોહચી અને પેલી ઘૃણા ઉપજાવનારી કૉમેન્ટ્સને વાંચી અને સાથે તમારી પણ કોમેન્ટ વાંચી જે વાંચ્યા પછી સહનુભૂતિનો અનુભવ થયો આથી તેણી ને લાગ્યું કે તેણે આભાર વ્યક્ત કરવો જ જોઈએ આથી તેણીએ તેણે ઈદ મુબારક નો મેસેજ મોકલ્યો હતો.
"તેમાં કોઈ ધન્યવાદ વ્યક્ત કરવાની આવશ્યકતા નથી. હું માત્ર એટલું જાણું છું કે સાચો હિંદુ ધર્મ ક્યારે પણ આવું શીખવતો નથી અને મારા સંસ્કાર મુજબ મેં એ જ કર્યું જે મારે કરવું જોઈતું હતું." તેણે મેસેજ ટાઈપ કર્યો અને મોકલ્યો.