Kabrasthan - 7 in Gujarati Horror Stories by Hemangi books and stories PDF | કબ્રસ્તાન - 7

The Author
Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

કબ્રસ્તાન - 7

દ્રશ્ય સાત -
ધીમે ધીમે વધતો ભય અને ઘરજતા વાદળ માંથી વરસતું પાણી. એ કાળો છાયો થોડી ઉપર ઉડીને હવા માં જાય છે પોતાના હાથ ખોલી ને હવા અને પાણી માં કાળો ધુમાડો ઉમેરી દે છે પાણી નો રંગ કાળો થયી જાય છે અને ઘરો ની ઝૂંપડીઓ માંથી ટપકતા પાણી અને પાણી માં ભીંજાતા લોકો ના શરીર પર કાળા ડાઘ થવા લાગે છે અને તેની સાથે જ એમની અંદર પોતાને નુકશાન કરવાની ભાવના આવાની સરું થાય છે. જેમના શરીર ને વરસતા પાણી નું એક ટીપુ પણ આડ્યું તે કાળા છાયા ના વશમાં આવી જાય છે. ગામના ઘરે ઘરમાં લોકો પોતાનું ભાન ધીમે ધીમે ભૂલવા લાગે છે. નાના બાળકો થી માંડી ને વૃદ્ધ સુધી પોતાના પર થી કાબૂ ગુમાવી બેસે છે.
ક્યાંક કોય પત્થર પર પોતાનું માંથું અથડાવી ને પોતાને નુકશાન કરે છે તો કોય ઘર માં પડેલા સાધનો થી પોતાને નુકશાન પોહચા ડે છે. કાળુ બીક ના કારણે ઘરની અંદર ખાટલા ની નીચે છુપાઈ ને બેસ્યો હતો. ઘરના છત માંથી ટપકતું પાણી ધીમે ધીમે એની બાજુ આવતું હતું. કાળુ પાણી થી આજણ ખાટલા ની નીચે બીક ના કારણે ચૂપ થયી ને ભગવાન ને યાદ કરતો હતો. " હે ભગવાન મારી રક્ષા કર ....મને આ કળા છાયા થી બચાવ...." એટલામાં રામો આવી ને ઘરની બધી વસ્તુ ફેકવા લાગે છે. કાળુ તેની પાસે જઈએ ને એને પૂછે છે " રામા શું કરે છે....આમ ઘર આખું કેમ ફેદી નાખ્યું." કાળુ ને પૂછેલા પ્રશ્નોના નો રામો કોય જવાબ આપતો નથી. રામા ને પેન મળે છે તે એ પેન ને લઈ ને બેસી જાય છે અને તેનાથી પોતાના હાથ પર બે થી ત્રણ વાર જાડપથી મારી ને લોહી કાઢી ને નીચે લખવાનુ
શરૂ કરે છે. " હું ભણેલો નથી....માટે ભણવું છે. મોટો માણસ બનવું છે...હું ભણેલો નથી...માટે ભણવું છે....મોટું માણસ બનવું છે." એ જ શબ્દો વામવાર બોલવાનુ ચાલુ રાખે છે. તેની પરિસ્થિતિ કોય પાગલ માણસ બેસી ને લોહી થી પોતાનું નામ લખતું હોય એવી થતી જાય છે. કાળુ આ જોઈ ને સમજી ગયો કે રામો પણ હવે કાળા છાયા ની વશ માં છે. રામા ના શરીર પર કાળા રંગ નું પાણી હતું અને કાળા ડાઘા હતા. મનું ઘરની છત થી ટપક તા પાણી નો રંગ જોઈ ને તેને ખાત્રી થાય છે કે આ કામ એ કળા છાયા નું છે. તે રામા ને પણ બાંધી ને એક ખૂણા માં બેસાડી દે છે. અને પાણી થી દુર થયી જાય છે. એ ઘણા પ્રયત્નો થી પાણી ના ટીપા અને પાણી થી બચે છે. પણ હજુ રાત પૂરી થયી નથી. ગામ માં લગભગ બધા પોતાનું ભાન ભૂલી ગયા હતા અને પોતાની પર અલગ અલગ રીત થી નુકશાન કરવાનુ ચાલુ હતું.
કબ્રસ્તાન માં બેઠેલો મગન પોતાની શક્તિ અને પોતાની માનસિક સ્થિતિ ભૂલી ને ખૂણા માં બેભાન અવસ્તા માં હતો. એના કાન માં એક અવાજ ફરી થી સંભળાય છે. " પપ્પા...પપ્પા....હું તમારો જીગો.... પપ્પા ચાલો મારી સાથે.....પપ્પા ચાલો મારી સાથે." મગન એ અવાજ ને સભળી ને અચાનક ભાન માં આવી જાય છે. આજુ બાજુ નજર ફેરવી ને તે જીગા ને શોધવાનુ
શરૂ કરે છે " બેટા જીગા ....ક્યાં છે."
આજુ બાજુ જોયા પાછી પણ જીગો એને ક્યાંય ના દેખાયો તે ઉભો થયી ગયો. તેને વાગેલા હથોડી ના વાર પણ તેને યાદ ના રહ્યા એને લંગડાતા પગે તે કબ્રસ્તાન ની બહાર આવ્યો. " બેટા જિગા ક્યાં છે....બોલ હું આવી ગયો....જો જરા હું તારી પાસે આવી ગયો." બે દિવસ પછી મગન કબ્રસ્તાન ની બહાર આવ્યો હતો. ફરી મગન ના કાનમાં આવાજ આવ્યો " પપ્પા જુવો હું તમારી રાહ જોવું છું મારી પાસે આવો હું તમારા વિના એકલો છું." મગન જીગા નો અવાજ સાંભળી ને તે અવાજ ની પાછળ ચાલવાનું શરૂ કરે છે. " બેટા હું આવું છું બિયિશ નઈ હું તને એકલો નઈ મૂકુ....મારી રાહ જો હું આવું છું." મગન પોતાના એક પગ માથી નીકળતા લોહી ને પણ ધ્યાન માં લેતો નથી અને તે બસ ચાલ્યા જ કરે છે. તેની આંખો ચારે બાજુ બસ એના દીકરાને શોધતી હોય છે. તે એની એક ઝલક જોવા માટે વ્યાકૂળ થઈ ને જીગા ને શોધવાનુ ચાલુ જ રાખે છે.