The Author Hemangi Follow Current Read કબ્રસ્તાન - 14 By Hemangi Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books OH MY LOVE - 3 CHAPTER-4 THE LOVELY NIGHT The aroma of freshly prepared dis... What a Judge can not Judge - 4 Wearing white may look real bright,But stains will find you—... King of Devas - 32 Chapter 103 Indra’s Awakening "Indra! Indra! Indra!" Shiva's... Endless Devils - 2 Title: Endless Devils - Book 2 Author: Aarav Sareen Chapter... HEIRS OF HEART - 30 As the murmurs of the onlookers grew louder, the staff membe... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Hemangi in Gujarati Horror Stories Total Episodes : 16 Share કબ્રસ્તાન - 14 (16) 1.7k 3.4k દ્રશ્ય ૧૪ - કૂવાની આત્મા ને સચિન ને કૂવામાં ડુબાડી દીધા પછી બાબુ રોજ એ કૂવાની પાસે જઈ ને એના દીકરા ને યાદ કરતો હતો. ત્યાજ એ આત્મા ને તેને વશ માં કરી ને જીગા ને મારવા માટે ઉશ્કેર્યો બાબુ એ એવું જ કર્યું પછી મગન ને પણ પોતાના દીકરા માટે ગાામ સાથે બદલો લેેવા માટે કબર ને તોડી દીધી. " આપડે તો માત્ર એક નિમિત્ત હતા આત્માઓ નું કેદ માંથી નીકળવું નક્કી હતું. બસ કોય વ્યક્તિ ને ઉસ્કેરવાં ની જરૂરત હતી. જેમાં તે પોતાના દીકરાના દુઃખ ના કારણે આવું કર્યું અને મે એકલા પડી જવાની બીક ને કારણે....આપડે હરી ગયા કોય રસ્તો નથી કોય નઈ બચે. મારી પાસે હિંમત નથી આંખ સામે આંધરું છે દૂર દૂર સુધી કોય નથી..." "બસ કર તું હવે મારી હિંમત તોડવા માગે છે. કઈ પણ થયી જાય ભલે મારે મરવું પડે પણ હું હાર નઈ માનું. ફરી થી તું હાર માનવા માટે તૈયાર છે. એવું તો ઈચ્છે છે એ બંને આત્માઓ જરૂર કોય રસ્તો હસે આ આત્માઓને હરાવવાનો હું હિંમત હરવા તૈયાર નથી...એક વાર વિચાર કરીએ કોય તો રસ્તો મળશે મને આશા છે ...જો મોટી વહુ જીવતી બચી ગઈ હતી તો એને એ વાત નો વિશ્વાસ હસે કે આત્માઓ ફરી થી આઝાદ થયી જસે અને એમને રોકવા માટે એને કોય રસ્તો તૈયાર કર્યો હસે." " હા....એવું શક્ય છે પણ શરૂવાત ક્યાંથી કરવી એ તો મોટો પ્રશ્ન છે." " ઘરે થી...." " કોના ઘર ની વાત કરે છે શું બોલે મને પણ સમજાવ." " અરે મોટી વહુ ના ઘરે થી ત્યાં આપણ ને કઈક તો મળી જસે." આટલું બોલી ને બંને જણા મંદિર માંથી સુરક્ષિત બહાર નીકળી ને ઘર સુધી જવા માટે નું વિચારવા લાગ્યા. " મંદિર માં આપડે સુરક્ષિત છીએ પણ બહાર આત્માઓ કઈક ને કઈક તો કરશે." આમ બોલી ને બંને જણા વિચાર માં પડી ગયા. મોટી વહુ ના ઘરે જવું સરળ ના હતું મોટી વહુ નું ઘર મંદિર થી ઘણું દૂર હતું અને ગામ માં ફરતાં કાળા છાયા ના વશ માં રહેલા ગામ વાસીઓ થી બચવું મુશ્કેલ હતું. છતાં કોય રસ્તો તો એમને શોધવાનો હતો અને હિંમત થી ગામના લોકો ને બચાવા માટે જોખમ પણ લેવું જરૂરી હતું. તો મંદિર ની પવિત્ર કંકુ ને લઈ ને જીવ ની ચિંતા કર્યા વિના બંને મંદિર ની બહાર આવી ને દોટ મૂકી....એમની બહાર આવાનો અનુભવ કાળા છાયા ને થઈ ગયો તેની સાથે કૂવાની આત્મા પણ તે સમજી ગઈ હતી. કાળા રંગ ના તેના કપડા અને ફોગઈ ને સફેદ થયેલું એનું શરીર જેમાંથી અલગ પડી ગયેલી એની ચામડી જોઈ ને એક નજર થી કોય માણસ ડરી જાય. એની હાજરી થી હવામાં દુર્ગંધ ફેલાઈ જે કોય મરેલા પ્રાણી ના જેવી હતી. કાળુ અને મગન એ કૂવાની આત્મા ને જોઈ ખુબ ડરી ગયા હતા કાળા છાયા થી ભયાનક તેનો દેખાવ ઘડી વાર તો તે બંને ને ત્યાં જ ઉભા કરી દીધા. પોતાના મન ને મક્કમ કરી કાળુ બોલ્યો....મગન સમય નથી જેમ બને એમ ઘર સુધી પોહચવાનુ છે ભાઈ મગન....કાળુ ના અવાજ થી મગન ને પોતાની બીક પર કાબૂ કર્યું ને તેની સાથે તે પણ દોડવા લાગ્યો. "સામે જો કાળુ ઘર આવી ગયું છે....તે આપણને અડી નઈ શકે આપડી પાસે પવિત્ર કંકુ છે પણ ગામના લોકો આપડી પાછળ છે....."એમ બોલી ને બંને જણા જૂના અને ખંડેર થઈ ગયેલા એ ઘર માં પોહચી ગયા. ગામ ના છેવાડે આવેલું તે ઘર ગણા સમય થી બંદ હતું અને ઘર ની બનાવટ નાની અમથી હવેલી જેવી હતી. કાળુ અને મગન ને ઘર ના દરવાજા બંદ કરી લીધા અને ગામ ના લોકો ઘર ની બહાર નો દરવાજો જોર જોર થી ઠોકી ઠોકીને તોડવા લાગ્યા. એમની સાથે કાળો છાયો અને કૂવાની આત્મા પણ તે ઘર ની નજીક જઈ ને તેમાં પ્રવેશ કરવા ગયા પણ તે અંદર જઈ ના શક્યા. બીજી બાજુ કાળુ અને મગન ઘર માં વિચારતા હતા કે ગામના લોકો ને રોકવામાં નઈ આવે તો તે દરવાજો તોડી ને ઘર ની અંદર આવી જસે. " કાળુ શું થશે હવે બહાર જવાનો બીજો કોઈ રસ્તો નથી જો તે અંદર આવી જસે તો આપડે તો સમજીલે ગયા...." " મગન હું જોવું કોય રસ્તો મળે તો એનાથી આપડે બચી ને નીકળી શકીએ." ગામના લોકો સતત દરવાજો તોડવા નો પ્રયાસ ચાલુ રાખ્યો હતો અને મગન અને કાળુ ઘર માં ફરી ને બહાર નીકળવાનો રસ્તો શોધતા હતા. કાળો છાયો પણ ઘર માં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતો હતો પણ એનાથી તે ઘર ની ઉમરોટ અંડોરી ને આગળ વધી શકતું ના હતું. કૂવાની આત્મા પણ ત્યાં ઊભી આ જોઈ રહી હતી. ‹ Previous Chapterકબ્રસ્તાન - 13 › Next Chapter કબ્રસ્તાન - 15 Download Our App