(નયન અને નિકિતા)
નયન : હમણાં મારા માં નીરજા નો ફોન હતો...
નિકિતા : શું કહેતી હતી...??
નયન : રાહુલ એ એને પ્રેમ નો ઇજહાર કર્યો છે...
નિકિતા : શું ??? સાચ્ચે...??
નયન : હા....!
નિકિતા : તો શું જવાબ આપ્યો એને...??
નયન : નથી આપ્યો વિચારી ને કહીશ એમ કીધું છે...
નિકિતા : હવે આ બધું બહુ જ કોમ્પ્લિકેટ થઇ ગયું છે...
નયન : આ બધું ધૈર્ય ના લીધે થાય છે...એને શું કામ રાહુલ અને નીરજા ને એક કરવાની કસમ ખાધી છે...
નિકિતા : હા...પણ એને તો ખબર જ નથી ને કે નીરજા એને પ્રેમ કરે છે...
નયન : હમ્મ...હવે ધૈર્ય ને ખબર પાડવી જ પડશે કે નીરજા એને સાચો પ્રેમ કરે છે.
નિકિતા : પણ કેવી રીતે....આપણે કહીશું એને ???
નયન : ના...આ કામ નીરજા એ જ કરવું પડશે....
નિકિતા : હા...પણ નીરજા એને વાત કરશે તો પણ એને તો ખબર જ પડી ગયી હશે ત્યારે કે રાહુલ એ એને પહેલા થી જ પ્રેમ નો ઇજહાર કરી દીધો છે. તો શું નીરજા ને થોડી હા પાડશે...?
નયન : મને ખબર છે એ ત્યારે હા નહિ પાડે...પણ એને ખબર તો પડવી જોઈએ કે આ જે પણ રાહુલ અને નીરજા ને એક કરવાનો એને નિર્ણય લીધો છે એ બહુ ખોટો છે કેમ કે એ પણ નીરજા ને પ્રેમ કરે છે...એટલે હવે એ બંને જ નક્કી કરશે કે આગળ શું કરવું...
નિકિતા : અને રાહુલ ???
નયન : રાહુલ ને ખબર પડે કે આ બંને એક બીજા ને પ્રેમ કરે છે...તો રાહુલ એ એની મિત્રતા ને ધ્યાન માં રાખી ને ધૈર્ય સાથે સબંધ ના બગાડી ને એને અને નીરજા બંને એક થાય એવું કરવું જોઈએ...
નિકિતા : અને કેવી રીતે થશે...???
નયન : થશે...એવું તો થશે જ....ધૈર્ય એ એની મિત્રતા નિભાવી દીધી હવે વારો રાહુલ નો છે કે એ કેવી મિત્રતા નિભાવે છે.
નિકિતા : હમ્મ...જોઈએ....
(બીજે દિવસે કોલેજ કેમ્પસ માં નયન, રાહુલ અને ધૈર્ય સાથે હોય છે)
ધૈર્ય : તો ભાઈ...તે નીરજા ને તારા પ્રેમ નો ઇજહાર કરી જ દીધો એમ ને...!
રાહુલ : હા....ભાઈ...મને વિશ્વાસ છે કે એ મને હા જ પાડશે...
નયન : કેમ ભાઈ ?? તને આટલો બધો વિશ્વાસ કેમ છે ??
રાહુલ : અરે ભાઈ છોકરી ને ના પાડવી હોય તો એ ત્યારે જ ના પાડી દે..એ વિચારી ને કહેશે એટલે એની હા જ હોય...
નયન : એવું જરૂરી નથી ભાઈ...ના પાડશે તો શું કરીશ તું ?
રાહુલ : અરે ભાઈ તું શુ કરવા આટલું નકારાત્મક બોલે છે...
નયન : નકારાત્મક નથી કહી રહ્યો...બંને બાજુ નું વિચારી ને ચાલવું જોઈએ...એવો અહમ રાખવો ખોટો છે કે એને વિચારવાનું કીધું એટલે એ હા જ પાડશે.
ધૈર્ય : હમ્મ..નયન ની વાત માં દમ છે...તારે બંને રીત ની તૈયારી રાખવી પડે ભાઈ...છોકરી છે ક્યારે શું વિચારે એ કોઈ ને ખબર નથી હોતી.
રાહુલ : ભાઈ તમે બંને મને ડરાવો છો શું કરવા ???
ધૈર્ય : ડરાવતા નથી...ભાઈ તે તારા મન ની વાત એને કરી નાખી એટલે તારા મન ને શાંતિ છે અત્યારે...પણ મેં તને પહેલા પણ કીધું હતું... કે જો નીરજા હા પાડે તો કોઈ પ્રોબ્લેમ જ નથી... તારું જીવન સેટ છે...પણ ૧ ટકો પણ એને ના પાડી...તો મેન્ટલી એની માટે તારે સેટ થવું પડશે.
રાહુલ : હા...ભાઈ તારી આ વાત યાદ છે મને.... કે દેવદાસ નથી બનવાનું પોતાનું જીવન નોર્મલ રાખવાનું છે...
ધૈર્ય : બરોબર....તો હવે તે તારું કામ કરી નાખ્યું હવે ભગવાન અને નીરજા પર છોડી દે બીજું કામ...
નયન : રાઈટ ભાઈ....
(નયન પર નીરજા નો ફોન આવે છે...એ થોડો દૂર જઈ ને વાત કરે છે.)
નયન : હા બોલ...
નીરજા : ક્યાં છે તું ???
નયન : હું ધૈર્ય અને રાહુલ સાથે છું...
નીરજા : ઓહ્હ સોરી....તો કઈ નવા જૂની ??
નયન : રાહુલ એ ધૈર્ય ને બધી વાત કરી નાખી છે...
નીરજા : ઓહ્હ...તો હવે...
નયન : તું આજે ગમે તે થાય ધૈર્ય સાથે તું વાત કરીશ એટલે કરીશ જ.
નીરજા : હા...પણ કઈ રીતે...મારે એને એકલા માં મળવું છે...
નયન : હમ્મ...ચલ હું કંઈક કરું છું...
નીરજા : હા...પ્લીઝ.
(ફોન મૂકે છે.)
રાહુલ : હા ભાઈ...કોનો ફોન હતો...??
નયન : નિકિતા નો હતો...
રાહુલ : ઓકે...
(નયન માં નીરજા નો મેસેજ આવે છે....હું આપણી કોલેજ ના બાજુ ના ગાર્ડન માં છું...તું ધૈર્ય ને ત્યાં જ મોકલી દે.)
નયન : બોલો ભાઈ બીજું શું કરવું છે...લેકચર છે આજે...??
ધૈર્ય : હા..છે પણ હું નથી જવાનો...
રાહુલ : હું પણ નથી જવાનો...
નયન : (અરે આ રાહુલ ને ધૈર્ય થી અલગ કરવી રીતે કરું....) ધૈર્ય મારે તારું થોડું કામ છે...પર્સનલ તો આવીશ મારી સાથે...??
ધૈર્ય : હા...બોલ ને હું ને રાહુલ બંને આવીએ છીએ...
નયન : ભાઈ...બાઈક લઇ ને જવાનું છે ૩ જણા કેવી રીતે જઈશું ?? તને ખબર છે ને ગયી વખતે ૩ એ ગયા હતા મેમો ફાટ્યો હતો...
રાહુલ : હા..ભાઈ તું જઈ આવ નયન જોડે....
ધૈર્ય : પછી તું શું કરીશ અહીંયા...?
રાહુલ : અરે ભાઈ...હું લેકચર માં જઈશ...
ધૈર્ય : ઓકે સારું...ચલ...
(નયન એ ધૈર્ય ને ગાર્ડન માં લઇ જાય છે...)
ધૈર્ય : અરે ભાઈ આપણે તો બાઈક લઇ ને જવાનું હતું...તું ક્યાં અહીંયા ગાર્ડન માં લઇ ને આવ્યો...
નયન : અરે ભાઈ...તારી વાત સાચી છે પણ હમણાં જ નિકિતા નો મેસેજ આવ્યો એને કંઈક કામ છે તો એ મને કોલેજ માં બોલાવે છે...
ધૈર્ય : તો ચલ હું પણ કોલેજ માં જ જાઉં ને રાહુલ સાથે...
નયન : અરે ભાઈ હું ફટાફટ પાછો જ આવું છું...આપણે જવાનું જ છે... ત્યાં સુધી તું અહીંયા બેસ ...હું ફોન કરું એટલે બહાર આવી જજે આપણે જતા રહીશું...
ધૈર્ય : સારું..પણ ભાઈ જલ્દી કરજે...
(ધૈર્ય ગાર્ડન માં ફરતો ફરતો અંદર જાય છે...ત્યાં એ નીરજા ને જોવે છે...અને એની તરફ જાય છે...નીરજા પણ એને જોઈ ને ખુશ થઇ જાય છે...)
નીરજા : અરે ધૈર્ય તમે ??
ધૈર્ય : હા...પણ તમે અહીંયા કેમ આજે એ પણ એકલા...
નીરજા : શું કરું...એકાંત માં વિચારો સારા આવે છે...એટલે.
ધૈર્ય : હમ્મ...બરોબર..તો પછી મેં તમને ડિસ્ટર્બ કર્યા...તો હું જાઉં છું...
નીરજા : અરે ઉભારો... ક્યાં જાઓ છો...?
ધૈર્ય : બહાર...
નીરજા : બેસો ને અહીંયા મારી બાજુ માં...મારે તમારું કામ છે...
ધૈર્ય : લો...બેસી ગયા...શું કામ છે...??
નીરજા : વાત એમ છે કે...કાલે મને રાહુલ એ પ્રેમ નો ઇજહાર કર્યો.
ધૈર્ય : મને ખબર છે...રાહુલ એ મને કીધું..
નીરજા : પણ હું રાહુલ ને પ્રેમ નથી કરતી....હું કોઈ બીજા ને પ્રેમ કરું છું.
ધૈર્ય : શું ?????(ધૈર્ય ઉભો થઇ જાય છે.)
નીરજા : અરે બેસો તમે ઉભા ના થાઓ...મારી વાત આજે પુરી સાંભળો...
ધૈર્ય : હા...પણ તમે કેમ વિચારવાનું કીધું એને...એ તો તમારા સપના જોવા લાગ્યો છે.
નીરજા : મને ખબર છે...પણ હું એને પ્રેમ નથી કરતી...અને એ મારો ફ્રેન્ડ છે એટલે મને એને ત્યારે જ ના પાડવાનું ઠીક ના લાગ્યું.
ધૈર્ય : પણ તમે કોને પ્રેમ કરો છો એ તો કહો મને...??
નીરજા : હું એને પ્રેમ કરું છું...જેને મારુ માન સન્માન સાચવ્યું છે...હું એને પ્રેમ કરું છું જેને મને પણ એટલો જ પ્રેમ કર્યો છે...હું એને કેટલાય વર્ષો થી પ્રેમ કરું છું..પણ મેં એને ક્યારે પ્રેમ નો ઇજહાર નથી કર્યો...અને એ પણ મને પ્રેમ કરે છે પણ એને મને પ્રેમ નો ઇજહાર નથી કર્યો.
ધૈર્ય : આવું...કોણ છે તમારા જીવન માં...
નીરજા : કહી દઉં...
ધૈર્ય : હા.. પ્લીઝ.
નીરજા : તો સાંભળો...એ વ્યક્તિ ને..મારા સ્વામી કહો... મારુ સન્માન કહો... મારુ માન...મારો પ્રેમ...એ માત્ર ને માત્ર તમે છો...
ધૈર્ય : શું ???????????????????
નીરજા : હા....હું તમને જ પ્રેમ કરું છું...આ જીવન માં બીજા કોઈ ને પ્રેમ નથી કર્યો. અને એ પણ સાચ્ચો...
ધૈર્ય : મારુ મગજ કામ નથી કરતું...તમે શું બોલી રહ્યા છો...?? મને કઈ જ નથી સમજાતું...તમે શું કહી રહ્યા છો...??
નીરજા : હું સાચું કહી રહી છું...હું તમને જ કહી રહી છું...ભાન માં જ કહી રહી છું...હું તમને પ્રેમ કરું છું...મને ખાલી તમે જોઈએ...મારે બીજું કોઈ નથી જોઈતું...(રડતા રડતા એ ધૈર્ય ના ખભા પર ઢળી પડે છે)
ધૈર્ય : (રડતા રડતા) પણ હું જ કેમ ?? અને તમે મેહરબાની કરી ને રડશો નહિ મારા મન માં હજુ ઘણા સવાલો છે...જેનો ઉત્તર નથી મળી રહ્યો મને...
નીરજા : (રડતા રડતા ધ્રુસકે ને ધ્રુસકે) હું તમને પ્રેમ કરું છું...મારે બસ તમે જોઈએ...
ધૈર્ય : હે ભગવાન....તમે પ્લીઝ રડશો નહિ...તમે રડો છો એ મારા થી નથી સહન થતું...
નીરજા : કેમ કે તમે પણ મને પ્રેમ કરો છો...
ધૈર્ય : શું......??????????
નીરજા : હા........મને ખબર છે તમે મને છેલ્લા ૪ વર્ષ થી પ્રેમ કરો છો....પણ તમને એ ખબર નથી કે હું પણ તમને પ્રેમ કરું છું...
ધૈર્ય : (ધૈર્ય ની આંખો પહોળી થઇ જાય છે) શું ??? મતલબ તમે પણ મને એક તરફી પ્રેમ કરતા હતા....??
નીરજા : હા................!!!! આપણે બંને એક બીજા ને એક તરફી પ્રેમ કરતા હતા અને એક બીજા ને ખબર જ ન હતી...મને જ્યાર થી ખબર પડી કે તમે પણ મને પ્રેમ કરો છો ત્યારની હું તમને એકલા માં મળવાનો પ્રયાસ કરી રહી છું...
(નયન અને નિકિતા આવે છે...નીરજા ને રડતી જોઈ ને નિકિતા એની બાજુ માં બેસી ને એને છાની કરવાનો પ્રયાસ કરે છે)
ધૈર્ય :નયન....મને કઈ સમજાતું નથી આ શું ચાલી રહ્યું છે...???
નયન : મને ખબર છે ભાઈ...તું નીરજા ને એક તરફી પ્રેમ કરતો હતો એ નીરજા ને મેં જ કીધું અને એ ત્યારે કીધું જયારે મને એ વાત ની ખબર પડી કે નીરજા પણ તને એક તરફી પ્રેમ કરી રહી હતી...
ધૈર્ય : અરે....યાર.....આ મેં શું કરી નાખ્યું...આવી ભૂલ મેં કેવી રીતે કરી...રાહુલ માટે થઇ ને મેં મારો પ્રેમ કુરબાન કરી દીધો...
નયન : હા....હું તને પહેલા થી જ કહેતો આવ્યો છું...કે તારા પ્રેમ નું તું બલિદાન ના આપીશ...અને જો તું એનું પરિણામ...
ધૈર્ય : પણ તમે મને આટલા વર્ષો થી પ્રેમ કરતા હતા તો પ્રેમ નો ઇજહાર કેમ ના કર્યો....??
નીરજા : તમે પણ મને પ્રેમ કરતા હતા...તમે કર્યો ???? પ્રેમ નો ઇજહાર ??
ધૈર્ય : અરે...મારા માટે તમને પામવા જરૂરી ન હતા...હું તો તમને જોઈ ને જ ખુશ રહેતો હતો...મારા માટે તો એ જ તમારા પ્રત્યે નો પ્રેમ હતો...
નીરજા : હા....પણ મારે તમને પામવા છે...મારુ મન તો હવે તમને પામી ને જ ખુશ થશે...
ધૈર્ય : પણ એ કેવી રીતે શક્ય છે....???
નીરજા : કેમ તમે પ્રેમ કરો છો....હું પ્રેમ કરું છું...રહી વાત પ્રેમ ના ઇજહાર ની તો સાંભળો....
(ઘૂંટણિયે બેસી ને) હું તમને પ્રેમ કરું છું....મારે તમને જ આજીવન મારા બનાવા છે..શું તમે પણ મને આજીવન તમારી બનાવા માંગશો ????
નિકિતા : ધૈર્ય આટલું બધું કેમ વિચારે છે....??? ક્યારે કોઈ છોકરી પ્રેમ નો ઇજહાર સામે થી નથી કરતી...
ધૈર્ય : (નીરજા નો ખભો પકડી ને એને ઉભી કરે છે...) વાત એમ છે હું પણ તમને બહુ જ પ્રેમ કરું છું...હું પણ તમને મારી બનાવા માંગુ છું....મારી દુનિયા...અને મારા મન ની રાણી તમે જ છો...પણ......
નીરજા : પણ શું ????????????
ભાગ : ૧૦ સમાપ્ત