Prem ane Mitrata - 11 in Gujarati Love Stories by Dhaval Joshi books and stories PDF | પ્રેમ અને મિત્રતા - ભાગ 11

Featured Books
Categories
Share

પ્રેમ અને મિત્રતા - ભાગ 11


(નીરજા, ધૈર્ય , નિકિતા અને નયન..)

નીરજા : બોલો...પણ શું ??


ધૈર્ય : રાહુલ અને નીરજા એક થઇ જાય એવું મેં વિચાર્યું છે...મારી રાહુલ સાથે મિત્રતા તૂટી જશે જો હું તમને પુરા મન થી મારી બનાવી લઉં તો....


નયન : અરે...શું મિત્રતા મિત્રતા કરે છે....નીરજા જ રાહુલ ને પસંદ નથી કરતી એ તને પસંદ કરે છે તો તું શું કામ રાહુલ અને એને એક કરવા મથી રહ્યો છે ??


ધૈર્ય : પ્રેમ નું સ્થાન એ મારી અને રાહુલ ની મિત્રતા કરતા ઊંચું નથી....એટલે તો મેં પ્રેમ નું બલિદાન આપ્યું છે...


નીરજા : એટલો મોટો નિર્ણય તમે એકલા નથી લઇ સકતા....મારો પણ નિર્ણય છે એનું શું ??? મને મારો પ્રેમ જોઈએ...તમારા બંને ની મિત્રતા હું નથી જાણતી...પણ રાહુલ આ જન્મ માં તો શું આવતા જન્મ માં પણ હું એનો સ્વીકાર નહિ કરું તો નહિ જ કરું...


નિકિતા : બોલ ધૈર્ય...શું કરીશ તું.....??? તારી જોડે નીરજા ને અપનાવ્યા સિવાય કોઈ રસ્તો નથી.


ધૈર્ય : મને માફ કરજે....હું રાહુલ સાથે દગો નહિ કરી શકું...તમે રાહુલ ને હા પાડો કે ના પાડો...જેને રાહુલ પ્રેમ કરે છે એને અપનાવી શકું તેમ નથી.
(આટલું કહી ને ધૈર્ય ત્યાં થી ચાલ્યો જાય છે....)


(નીરજા રડી રહી હોય છે...)
નીરજા : કોણ સમજાવશે આમને યાર....??


નયન : તું ચિંતા ના કર...હવે તો એક જ રસ્તો છે....


નિકિતા : શું ???


નયન : નીરજા તું રાહુલ ને જવાબ આપવાની હતી ને....તું બધી હકીકત રાહુલ ને કહી દે...


નીરજા : પણ પછી ધૈર્ય અને રાહુલ બંને વચ્ચે બગડશે ને...અને એ બધું હું રાહુલ ને કહી દઈશ તો ધૈર્ય તો મને અપનાવશે જ નહિ...


નયન : કંઈક બીજું જ વિચારવું પડશે....હવે જે થી એ લોકો ની મિત્રતા પણ ના બગડે....અને રાહુલ સામે થી જ ધૈર્ય ને તને સોંપી દે...


નિકિતા : આપણે રાહુલ ને વાત કરીએ આ વિષે તો શું રાહુલ નહિ સમજે ???


નયન : અરે બકા....એને આ એક કહાની જેવું લાગશે...એને હકીકત લાગશે જ નહિ...એ માની પણ લેશે પણ પછી ધૈર્ય અને નીરજા ને સાથે સહન નહિ કરી શકે કેમ કે મને એનો સ્વભાવ ખબર છે.....


નીરજા : તો હવે.....??


નયન : હવે પહેલા તો નીરજા એક કામ કર... રાહુલ ને તું આજે ગમે તેમ ના પાડી દે....કે મને તારા માં કોઈ જ રસ નથી...મને કોઈ બીજો ગમે છે....


નીરજા : એના થી શું થશે ?? અને એ પૂછસે નહિ એ કોણ છે....??


નયન : એના થી એ થશે કે એ તારા તરફ થી આશા રાખવાની મૂકી દેશે....એ આ વાત ધૈર્ય ને કરશે...અને ધૈર્ય ને તો ખબર જ હશે કે તે એને કેમ ના પાડી...એટલે ધૈર્ય જ એને જવાબ આપશે...અને રહી વાત કે એ પૂછસે કે તને કોણ ગમે છે તો ત્યારે તું એને એવું કહી દે જે કે એ હું તને અત્યારે નથી કહી શકું એનો સમય આવશે ત્યારે હું કહીશ.


નીરજા : સારું...હું એને આ રીત નું કહી દઉં છું


નયન : પછી જોઈએ શું થાય છે....


નીરજા : હમ્મ....

(આ રીતે ત્યાં થી બધા છુટા પડે છે....)


(નીરજા એ રાહુલ ને ફોન કરે છે....)


નીરજા : હેલો...રાહુલ.


રાહુલ : હા...બોલ નીરજા....


નીરજા : આજે તું મારી સાથે આવીશ બસ માં ???


રાહુલ : હા...કેમ નહિ...


નીરજા : મારે તારી સાથે અગત્ય ની વાત પણ કરવી છે તો એ થઇ જાય....


રાહુલ : હા...વાંધો નહિ....


(ફોન મૂકે છે...)
(રાહુલ ની સાથે જ ધૈર્ય બેઠો હોય છે જયારે નીરજા નો ફોન આવે છે....)


રાહુલ : નીરજા...નો ફોન હતો...એને મારી સાથે વાત કરવી છે તો આજે હું એની સાથે બસ માં જવાનો છું...


ધૈર્ય : (હે ભગવાન આ બધું કહી તો નહિ દે ને....) હા વાંધો નહિ ભાઈ...જઈ આવ તું...


(આટલું કહી ને ધૈર્ય ક્લાસ માં થી નીકળી જાય છે....અને બહાર જઈ ને નયન ને ફોન કરે છે...)


ધૈર્ય : નીરજા....રાહુલ ને શું વાત કરવાની છે ???


નયન : મને નથી ખબર...તું નીકળ્યો ગાર્ડન માં થી પછી હું નીકળી ગયો હતો...થયું શું ???


ધૈર્ય : અરે નીરજા નો ફોન હતો રાહુલ માં એ આજે કંઈક અગત્ય ની વાત કરવાની છે....


નયન : હા તો હવે એ મને ના ખબર હોય....એ તું નીરજા ને જ પૂછી લે...


ધૈર્ય : સારું ચાલ....


(ધૈર્ય એ નીરજા ફોન લગાવે છે....)


ધૈર્ય : તમે કેમ આમ કરો છો....??


નીરજા : મેં શું કર્યું ??


ધૈર્ય : રાહુલ ને આજે તમે શું કહેવાના છો....??


નીરજા : હું જે પણ અગત્ય ની વાત કરીશ એમાં તમારા બંને ની મિત્રતા નહિ તૂટે....વિશ્વાસ રાખો.

ધૈર્ય : તમારો ખુબ ખુબ આભાર....


નીરજા : હમ્મ...બોલો બીજી કોઈ વાત કરવી છે ??? મારી સાથે....?


ધૈર્ય : ના...બસ !


નીરજા : I Love You...!


ધૈર્ય : હા...સારું બાય....


(એટલું કહી ને ફોન કાપી નાખે છે...)

(રાહુલ અને નીરજા બસ માં બેસે છે....)


રાહુલ : બોલ નીરજા....શું વાત કરવી હતી તારે મને....?


નીરજા : કાલે તે જે મને કીધું હતું એનો જવાબ આપવા માંગુ છું....


રાહુલ : ઓહ્હ....આટલો બધો જલ્દી....??


નીરજા : હા....જલ્દી....જ આપવો છે....


રાહુલ : હા...તો બોલો....


નીરજા : જો રાહુલ....તું મારો સારો મિત્ર છે...માણસ પણ સારો છે....મેં ક્યારે તને પ્રેમ ની નજરો થી તને નથી જોયો...મેં હંમેશા એક શ્રેષ્ઠ મિત્ર તરીકે તને જોયો છે...તું મને પસંદ છે પણ પ્રેમ ની દૃષ્ટિ એ નહિ....એટલે હું તારા પ્રેમ નો સ્વીકાર નહિ કરી શકું....મને માફ કરી દે જે....


રાહુલ : ઓહ્હ....પણ કેમ ??? તને હું પસંદ છું તું મને સારો મિત્ર માને છે તો પછી એક સ્ટેપ આગળ વધવા માં શું પ્રોબ્લેમ છે...???


નીરજા : કેમ કે...હું કોઈ બીજા ને પ્રેમ કરું છું....અને એ પણ ૪ વર્ષ થી....!


રાહુલ : શું ચાર વર્ષ થી ????


નીરજા : હા.....મારા દિલ માં ખાસ જગ્યા તો માત્ર ને માત્ર એની જ છે....મને ઘણા લોકો એ પ્રેમ પ્રસ્તાવ મુક્યા છે...પણ મેં બધા ને ના જ પાડી છે કેમ કે હું એને સાચો પ્રેમ કરું છું...


રાહુલ : (આંખો ના ખૂણા ઓ આંસુ ઓ થી ભરાયી જાય છે) કોણ છે એ ???


નીરજા : એ હું તને હમણાં નહિ કહી શકું...સમય આવશે તો સામે થી કહી દઈશ....


રાહુલ : તો પછી તે કાલે જ મને કેમ ના કીધું....??


નીરજા : કાલે મને કઈ જ ખબર ન હતી પડતી...એટલે મેં તને વિચારી ને જવાબ આપવાનું કીધું...


રાહુલ : (રડતા રડતા)આવું જ થાય છે મારી સાથે...હું જયારે પણ જેની સાથે પ્રેમ કરું છુ. એ મને હા જ નથી પડતી...


નીરજા : (રાહુલ નો હાથ પકડે છે) એવું ના વિચાર રાહુલ તારા કિસ્મત માં જે હશે એ આવાની જ છે...બધા ને બધું નથી મળતું....તારા પાસે તો સારા એવા મિત્રો છે...ધૈર્ય છે નયન છે...હું છું....પ્રેમ બધા ને ક્યાં મળે જ છે... જીવન માં સાચા મિત્રો મળવા પણ એક પ્રકાર નું સુખ જ છે....એટલે તું તારું મન નાનું ના કરીશ...હું તને વધારે સમય અંધારા માં રાખવા ન હતી માંગતી એટલે જ તને આજે જ જવાબ આપી દીધો...


રાહુલ : (આંસુ ના ખૂણા સાફ કરતા કરતા) સાચી વાત મારી સાથે મારા સારા મિત્રો તો છે જ...અને ધૈર્ય એ મને કીધું હતું કે જીવન માં આ સમય પણ આવશે...ત્યારે મારે નોર્મલ રહેવાનું છે...


નીરજા : તો પછી....હું પણ તને એજ કહું છું કે મેં તને ના પાડી તો તું હવે એમાં ને એમાં ના રહેતો..તું તારું જીવન જેમ ચાલતું હતું એ રીતે જ ચલાવજે....


રાહુલ : ઓકે....સારું...અને થેન્ક્સ...બાકી બધા કરતા તું સારી છે....તે મારા મન ને ઠેશ પણ ના પહુંચે એ રીતે મને ના પાડી છે....


નીરજા : હા...કેમ કે પહેલા તો હું તારી સારી મિત્ર છું એટલે....!

(ભાગ - ૧૧ સમાપ્ત)