Parampara ke Pragati? - 5 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 5

The Author
Featured Books
Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 5

આગળ આપણે જોયું કે ધનરાજ ઑસ્ટ્રેલિયા પહોંચે છે.તેનો મેનેજર તેને લેવા સવાર સવારમાં એરપોર્ટઉપર જાય છે.પછી મેનેજર ધનરાજ ને લઈ અને જાનુ ના ઘરે પહોંચે છે.મેનેજર ધનરાજ ને કહે છે તમે ફ્રેશ થઈ જાવ પછીઆપણે હોસ્પિટલો માં જઈશું.ધનરાજ ડ્રોઈંગ રૂમમાં તેનો અને જાન નો ફોટો ફ્રેમ હાથમાં લઇ અને જુએ છે અને પ્રેમથી જાન ની તસ્વીર પર હાથ ફેરવતા ધનરાજ બોલે છે, "મારા દીકરા, હું તને કંઈ પણ નહીં થવા દઉં. તું મારી જાન છે, મારા ભાઈની એકની એક નિશાની છે.તે એક્સિડન્ટમાં મરતા સમયે ભાઈ અને ભાભી તને મારા હાથમાં સોંપી ને ગયા છે, તો મારી જવાબદારી છે, હું તને કાંઈ નહીં થવા દઉં." ધનરાજ ની આંખોમાં આંસુ આવી જાય છે, તેને જાનુ નો ફોટો ધૂંધળો દેખાવા લાગે છે.ધનરાજ પોતાના આંસુ ને રૂમાલ વડે લૂછી અને રૂમમાં તૈયાર થવા જતા રહે છે.પછી ધનરાજ અને મેનેજર બંને હોસ્પિટલમાં સવારમાં પહોંચે છે.જાન ના બધા રિપોર્ટ કરવા માટે તેને હોસ્પિટલના બીજા ભાગમાં લઈ જવામાં આવ્યો હોય છે.મેનેજર અને ધનરાજ ડોક્ટરને મળે છે.ડોક્ટર બધી વિગતવાર વાત કરે છે અને કહે છે, "જાનનીતબિયત થોડી નાજુક છે. જ્યાં સુધી તેના બધા રિપોર્ટ નઆવી જાય ત્યાં સુધી હું કાંઈ નહીં કહી શકું. તેના ભાનમાં આવ્યા પછી તે કેવું વર્તન કરે છે તેના પરથી બધું ખબરપડશે, ત્યાં સુધી કંઈ ખબર નહીં પડે. હું તમને કંઈ કંઈ નહીંકહી શકું. તેને માથામાં ઈજા થઈ છે, કેટલાય ટાંકા આવ્યા છે. અમે કાલે તેના માથાનો પાટો ખોલશું. ત્યાર પછી ખબર પડશે. અત્યારે તો બધા રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.આજે બપોર સુધીમાં પેશન્ટના બધા રિપોર્ટ આવી જશે."ધનરાજ કહે છે, "ડોક્ટર સાહેબ,ઠીક છે તો આપણે સાંજે વાત કરીએ. તમે તેમના બધા રિપોર્ટ કલેક્ટ કરી અને પછી મને ફોન કરો તો હું સાંજે તમને મળવા આવીશ. હું મારા દીકરા જાનને ક્યારે મળી શકું છું?"ડોક્ટર કહે છે,"અત્યારે તો પેશન્ટ ને બધી જાતના રિપોર્ટ કરવા લઈ ગયા છે. તમે તેમને સાંજે આવીને મળી શકો છો અને રિપોર્ટની પણ હું તમને જાણ કરી દઈશ કે તેમની શું કન્ડિશન છેઅને આગળ શું કરવું."ધનરાજ શેઠ ખુરશી ઉપરથી ઉભા થઈ જાય છે અને ડોક્ટર સાથે હાથ મિલાવી અને કહે છે, "ઠીક છે, આપણે સાંજે મળીશું," એમ કહી અને હોસ્પિટલની બહાર નીકળી જાય છે.મેનેજરને કહે છે, "ચાલો આપણે ઓફિસે જઈએ, ત્યાંથોડું કામ છે. પછી સાંજે પાછા હોસ્પિટલમાં આવીશું."આ બાજુ(દાદી રસ્તામાં પ્રિયાને બધી વાત કરે છે, "તારે ટ્રેનિંગ લેવીપડશે, એ લોકોની રીત ભાત શીખવી પડશે," વગેરે વગેરે.)પછી દાદી, યમુના અને પ્રિયા ઘરે પહોંચે છે.જાનકી વાટ જોતી ઘરના દરવાજા પાસે પગથિયા પરબેઠી હોય છે. દાદી અને પ્રિયા બંને ઘરની અંદર જાય છેત્યારે જાનકી પૂછે છે, "ક્યાં ગયા હતા બંને જણા? હોસ્પિટલમાં દેખાડવા માં આટલી વાર હોય?"યમુના દાદી કહે છે,"આવતા વેંત સવાલો ચાલુ... બક.. બક.. બક...તારી લવારી બંધ કર અને પાણી પા...હું થાકી ગઈ છું, કેટલી લાઈન હતી તને શું ખબર."યમુના પ્રિય ની સામું જોઈ ઈશારો કરી ને આંખ મારે છે.પ્રિયા સમજી જાય છે અને બોલે છે, "કેટલી થાકી ગઈ હું તો આજે લાઈનમાં ઊભી રહી ને, મમ્મી ભૂખ લાગી છે."જાનકી તરત યમુના ના હાથમાં પાણીનો ગ્લાસ મુકી અનેકહે છે, "હા હા મારી દીકરી ભૂખી હશે, સવારની ગઈ છે,હવે તો ભૂખ લાગે ને, બધું તૈયાર જ છે.ચાલો તમને બંનેને પીરસી આપુ."એમ કહી અને જાનકી રસોડામાં જતી રહે છે.યમુના પ્રિયા ને કહે છે, "ખબરદાર જો તુ કંઈ પણ શેઠવિશે બોલી છે. તુ તારું મોઢું બંધ રાખજે, નહિતર જાનકી શહેરમાં જવા માટે બિલકુલ નહીં માને. અત્યારે તારી ટ્રેનિંગઉપર ફોકસ કર અને કેવી રીતે આ બધી ટ્રેનિંગ લઈશ, ક્લાસ ક્યાં કરીશ અને કેવી રીતે જઈશ, તું શું બહાનું કરીશ તે બધું વિચાર."પ્રિય દાદીને કહે છે, "તમે જરા પણ ફિકર ન કરો. હું કંઈક એવું બહાનું શોધી લઈશ જેથી મમ્મી મને રોજ જવા દેશે."ત્યાં એટલી વારમાં પ્રિયાનો ભાઈ બહારથી આવે છેઅને તેની દાદી ની તબિયત પૂછે છે, "ડોક્ટરે શું કહ્યું દાદી? હવેતમે કેમ છો? મને માફ કરશો, હું તમારી સાથે આવી ન શક્યો. આજે મારે એક સવારે એક કામ માટે મુંબઈ શહેરમાં જવાનું થયું."મુંબઈનું નામ સાંભળ્યું તો દાદી ગભરાઈ જાય છે, પણ તરત જ પ્રિયા વાત સંભાળી લે છે અને કહે છે, "સારું ભાઈ, હું દાદીસાથે ગઈ હતી, ચિંતા કરો નહીં, હવે દાદી ની તબિયત સારી છે."પછી બધા સાથે મળી અને જમવા બેસે છે.જાનકી તેના દીકરાને કહે છે, "આજે જેન્સી ના થનાર સાસુ એ મને પાછી રસ્તામાં રોકી અને મને ખૂબ સંભળાવ્યું.જો આવું જ તેનું વર્તન રહ્યું તો મારી દીકરી તે ઘરમાં નહીં જીવી શકે."યમુના અને પ્રિયા ને એટલું જ જોતું હતું.યમુના તરત જ બોલે છે, "આવા દસ નપાસ હારે તારીદીકરીની સગાઈ તે કરી છે? તારી દીકરી નર્સ છે અને વિદેશ માં ભણવા ગઈ છે અને તે આવા ઠોઠ નિશાળિયા અનેકદરૂપા જાડા છોકરા સાથે તેની સગાઈ કરી છે?તે મને જરા પણ ઠીક નથી લાગતું, તો તુ સગાઈ તોડી નાખ, આપણે શહેરમાં જઈ અને રહેશું.જેન્સી માટે શહેરમાં રહેતો સારો છોકરો ગોતશો, ત્યાં જેન્સી હોસ્પિટલમાં કામ કરશે તો શહેરનો છોકરો ના નહીં પાડે. તનેપણ સારું કામ મળશે અને આપણે બધા સારું જીવનજીવીશું."જાનકી કહે છે, "શું બોલો છો તમે? તે લોકો આપણા ગામના મોભાદાર માણસો છે. ભલે ઓછું ભણ્યો છે પણ ઘરની દુકાન મકાન બધું છે અને શહેરમાં શું રાખ્યું છે? અહીંયા આપણું ઘરનું ઘર છે, ત્યાં આપણે ભાડે રહેશું, શું કમાઈશું? શું ખાઈશું? તમે પણ કંઈ પણ બોલો છો.સગાઈ તૂટશે તો કાળી ટીલી મારી છોકરીની માથે લાગશે, છોકરાને કોઈ નહીં કહે."પ્રિયા જાનકી ની વાત સાંભળી અને નિરાશ થાય છે.પ્રિયા નો ભાઈ પણ કહે છે, "મમ્મીની વાત સાચી છે.આમ આવા નકામા કારણથી સગાઈ ન તોડાય.જેન્સી ને છોકરો પસંદ હશે તો તમે શું કરશો? તેણે સમજી વિચારીને જ આ સગાઈ કરી હશે. હવે બહુ થયું, આવાત ઉપર હવે કોઈ ચર્ચા ન થવી જોઈએ. શાંતિથી જમોઅને જમવા દો.આ ઘરમાં તો નિરાંતે જમવા પણ નથી મળતું."યમુના કહે છે, "ઠીક છે ઠીક છે, શાંતિથી જમી લે."આ બાજુ ઓસ્ટ્રેલિયા ની હોસ્પિટલમાં જેન્સી પેશન્ટ જાનના બધા રિપોર્ટ કરાવી લે છે. એ બધું કરાવતા તેને ચાર પાંચ કલાક નીકળી જાય છે, તેનું જમવાનું પણ બાકી રહી જાય છે. તે ચાર પાંચ કલાક દરમિયાન તેની ફ્રેન્ડ નીતા ના ઘણા ફોન આવી જાય છે. જેન્સી બહાર નીકળી અને ફોન ચેક કરે છે, નીતા ના કેટલાય મિસકોલ તેમાં હોય છે. જેન્સી નીતા ને ફોન કરે છે.નીતા ફોન ઉપાડી અને કહે છે, "તું ક્યાં હતી? મેં તને કેટલા ફોન કર્યા, તેં ફોનનો જવાબ પણ ન આપ્યો." જેન્સી કહે છે, "શું થયું?એ તો કહે તો એટલી બધી કેમ ઉગ્ર થાય છે?""અરે યાર જેન્સી, અમને પોલીસે પકડી લીધા છે. હું કોલેજ પછી એક બારમાં મારા એક ફ્રેન્ડ સાથે ગઈ હતી, ત્યાં અમારો કોઈ એક માણસ સાથે ઝઘડો થઈ ગયો અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. મેં પોલીસને મનાવી તો લીધા છે, પણ તે મારું આઈ કાર્ડ જોવા માંગે છે કે હું સ્ટુડન્ટ છું કે નહીં. પ્લીઝ તું તે આઈ કાર્ડ લઈ અને પોલીસ સ્ટેશન આવી જા એટલે આ લોકો મને છોડી દે." જેન્સી કહે છે, "ઠીક છે,હું ડોક્ટર સાહેબ સાથે વાત કરી અને જલ્દીથી નીકળવાની કોશિશ કરું.તું થોડીક વાર શાંતિથી ત્યાં મારી રાહ જો અને હવે કોઈ સાથે માથાકૂટ કરતી નહીં."નીતા કહે છે, "ઠીક છે... ઠીક છે... હવે બહુ ભાષણ આપ માં, જલ્દીથી આવી ને મને આ પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢ."જેન્સી તરત જ ફોન મૂકે છે અને પેશન્ટ જાનને તેના રૂમમાં પહોંચાડે છે. બીજી નર્સને કહે છે, "હું તમે ધ્યાન રાખજો, હું અડધી કલાકમાં પાછી આવી જઈશ, મારે એક ઇમરજન્સી કામ માટે બહાર જવું પડશે."પછી જેન્સી ડોક્ટર સાહેબની કેબિનમાં જઈ અને ડોક્ટર સાહેબ પાસે રજા લઈ અને નીતા નું હોસ્ટેલથી કાર્ડ લઈ પોલીસ સ્ટેશન તરફ ઝડપથી પહોંચે છે.જેન્સી પોલીસ ને જેમ તેમ કરી અને મનાવી લે છે અને બીજી વાર આવું નહીં થાય તેની ખાતરી આપે છે.અને કહે છે, "હું હોસ્પિટલમાં નર્સ છું. મારા જેવું કંઈ કામ હોય તો જરૂર કહેજો સાહેબ."એક લેડીશ પોલીસ ભારતીય હોય છે, તે દૂર ઉભી જેન્સી ની બધી વાત સાંભળતી હોય છે.નીતા અને જેન્સી પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે ત્યારે લેડીઝ પોલીસ તેને રોકે છે અને નીતા ને કહે છે, "અહીં ભણવા આવ્યા છો તો ભણવા ઉપર ધ્યાન આપો. આવા પબ અને બાર માં જઈ અને ખોટા ધંધા કરવાની જરૂર શું છે? તમારા મા બાપ તમને આટલા પૈસા ખર્ચ કરી અને ભણવા મોકલે છે અને તમે પોલીસ સ્ટેશન સુધી પહોંચો છો..."જેન્સી પોલીસ મેડમ ને કહે છે,"સોરી મેડમ, હવે બીજી વાર આવું નહીં થાય."હવે આગળ નીતા સાથે શું થશે?શું જેન્સી ધનરાજ ને મળી શકશે?શું પ્રિયા તેની માં જાનકી સાથે ખોટું બોલી અને હાઈ સોસાયટી ની ટ્રેનિંગ લેવા જઈ શકશે?તો વાટ જુઓભાગ છ નો ક્રૂર જીવન.Heena gopiyanithe story book 🍀