આ બાજુ જોયું તો, જેન્સી બીજા વિભાગમાં બીજા ડોક્ટરને મળવા જતી રહે છે.
તે ત્યાં જય છે અને ડોક્ટર સાહેબ ને મળે છે.
ડોક્ટર કહે છે તારી ઓ.ટી.ની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે.
બીજા સર્જન ડોક્ટરે આ વખતે તારા વખાણ કર્યા હતા.
નો ડાઉટ કે તું એક સારી નર્સ છે.
મને લાગે છે 15 થી 20 દિવસમાં તને આ લોકો સર્ટિફિકેટ આપી દેશે, પછી તારે એઝ અ ટ્રેનર તરીકે અહીં જોબ નહીં કરવી પડે, પણ જો તારે અહીં નર્સ તરીકે જોબ ચાલુ રાખવી હોય તો તારો પગાર વધારી દેવામાં આવશે.
અને તારી રહેવાની પણ સગવડતા હોસ્પિટલ ક્વાર્ટર્સમાં થઈ જશે. કઈ ઉતાવળ નથી, તો નિરાંતે મને વિચારી અને જવાબ આપજે. ચાલ, હવે મારે બીજા પેશન્ટને તપાસવા જવું છે, આપણે પછી મળીએ. જેન્સી કહે છે, "થેંક યુ ડોક્ટર, હું તમને સાંજે જવાબ આપી દઈશ. મારે મારા પેરેન્ટ્સ સાથે વાત કરવી પડશે." ડોક્ટર સ્માઇલ કરતા કહે છે, "કોઈ વાત નહીં, તું તેમની સાથે વાત કરી અને મને નિરાંતે કહે, કોઈ ઉતાવળ નથી, પણ હું તો ઈચ્છું છું એક સારી નર્સ આ હોસ્પિટલને મળે."
પછી જેન્સી ડોક્ટરની રજા લે છે
અને બીજા પેશન્ટને તપાસે છે, અને ડોક્ટર સાહેબ બીજા વિભાગમાં બીજા પેશન્ટને તપાસવા જતા રહે છે.
આ તરફ જાનકી ચિંતા અને પરેશાનીમાં છે, જ્યાં સુધી જેન્સી સાથે વાત નહીં કરી લે ત્યાં સુધી તેના મનને ચેન નહીં પડે.
બીજી તરફ ધનરાજને સવારમાં તેની બહેન તારાનો ફોન આવે છે અને તે જાનની તબિયત વિશે પૂછપરછ કરે છે.
ધનરાજ કહે છે, "આજે જાનની થોડીક તબિયત સારી છે, મોઢા અને માથાના પાટા છોડવામાં આવ્યા હતા.
સારું છે, ચહેરા ઉપર કાંઈ નથી થયું પણ માથામાં ઘણા ટાંકા આવ્યા છે, હજી તે પૂરો ભાનમાં નથી.
ડોક્ટરે આજે ફરીથી અમને બોલાવ્યા છે વાતચીત કરવા માટે.
બપોર પછી ખબર પડે કે આગળ શું કરવું. એવું લાગશે તો હું
જાને પાછો ભારત મારી સાથે લઈને આવીશ. અહીં તેની સારવાર સારી થઈ રહી છે, પણ પછી એટલા બધા દિવસ હું અહીં તેની સાથે રહી ન શકું અને તેને એકલો પણ ન મુકાય, એટલે તેને હું પાછો જ લઈને આવીશ એવું લાગશે તો અહીંથી બે ડોક્ટર અને નર્સને લેતો આવીશ."
મેડમ તારા કહે છે, "ઠીક છે ભાઈ, તમને જેમ ઠીક લાગે તેમ કરજો. હું તો ઈચ્છું છું જાનની તબિયત સારી થઈ જાય.
મારું અહીં કામ પતી ગયું છે એટલે આજ બપોરની મારી ફ્લાઇટની ટિકિટ છે. હું તમને સાંજે ત્યાં મળીશ, પછી આપણે બંને સાથે જાનને હોસ્પિટલે જોવા જશું."
ધનરાજ કહે છે, "ઠીક છે તારા, હું તારી વાટ જોઈ રહ્યો છું, પછી આપણે બંને સાથે જાનને જોવા જઈશું."
તારા ફોન મૂકી દે છે અને ધનરાજ પણ તેના કામમાં લાગી જાય છે.
આ તરફ જાનકીનો દીકરો જેન્સીને બપોર પછી મેસેજ કરે છે.
જેન્સી મેસેજ જોઈ અને તેના ભાઈને વ્હોટ્સએપ કોલ કરે છે.
વ્હોટ્સએપ કોલમાં જાનકી સામે ફોનમાં વાત કરે છે, કહે છે, "કેમ છે? તારી ટ્રેનિંગ કેવી ચાલી રહી છે?" તો જેન્સી કહે છે,
"માં, હવે મારી ટ્રેનિંગ પૂરી થવા આવી છે, હું એકાદ બે મહિનામાં ત્યાં ઘરે પાછી આવી જઈશ. અહીં એક ડોક્ટરે મને આજ હોસ્પિટલમાં નર્સ તરીકે રહેવાની ઓફર કરી છે
અને પગાર પણ ઘણો બધો આપવાની વાત કરી છે, પણ મેં ડોક્ટર સાહેબને કીધું મારી મમ્મી કહેશે તેમ જ હું કરીશ."
જાનકી કહે છે, "મેં અહીં ગામમાં અફવાઓ સાંભળી છે કે તારે ઓસ્ટ્રેલિયામાં એક બોયફ્રેન્ડ છે અને તું હવે પાછી નથી આવવાની. શું આ વાત સાચી છે?" જેન્સીને દુઃખ થાય છે
કે મારા વિશે આવું મારા ઘરનાઓ વિચારે છે અને હું ગધેડાની જેમ કામ કરવામાંથી નવરી નથી થતી, તો બોયફ્રેન્ડ ક્યાંથી બનાવુ.
પછી જેન્સી કહે છે, "મમ્મી, અહીં ઓસ્ટ્રેલિયામાં હું હોસ્પિટલમાં કામ કરું છું, અહીં બહારનાઓને કોઈને આવવાની પરવાનગી હોતી નથી, ખાલી પેશન્ટના રિલેટિવ જ આવી શકે છે.
જો એવું હોત તો હોસ્પિટલમાંથી જ મને કાઢી મૂકત,
એટલે તમે બિલકુલ ચિંતા કરતા નહીં.
જો માં, તું જ્યાં કહીશ ત્યાં જ હું પરણીશ, મને ખબર છે કે મારી સગાઈ થઈ ગઈ છે અને મારે તેની સાથે જ લગ્ન કરવાના છે."
જેન્સીની આ વાત સાંભળી અને જાનકીનું મન શાંત થઈ જાય છે, પણ યમુનાને તેની વાત બિલકુલ ગમતી નથી.
યમુના કહે છે, "જેન્સી તું ત્યાં રહી જા અને પગાર સારો મળતો હોય તો કામ કરવામાં શું વાંધો છે?"
પણ જાનકી યમુનાની વાત વચ્ચેથી કાપતા કહે છે, "ના, ટ્રેનિંગ પૂરી થાય એટલે જેન્સીને પાછું આવતું રહેવાનું છે."
જેન્સી કહે છે, "ઠીક છે, ઠીક છે.....
માં, તું જેમ કહીશ એમ કરીશ. ચાલો હવે મારી નોકરી
ચાલુ છે અને મારે બીજા પેશન્ટને પણ તપાસવાના છે.
હું તમારી સાથે નિરાંતે વાત કરીશ."
કહી જેન્સી ફોન કાપી નાખે છે.
પછી તે નિરાશા સાથે પોતાની અને પોતાની સાથે વાત કરતી બબડે છે, "બોયફ્રેન્ડ.... મને તો સમજાતું નથી નવરા બેઠા લોકોને આ બધી વાર્તા ક્યાંથી સૂજે છે? આ ગામના લોકોને કંઈ કામકાજ હોય નહીં એટલે બસ આવી અફવાઓ ફેલાવ્યા રાખે ત્યાં ગામડામાં બેઠા બેઠા અહીં ઓસ્ટ્રેલિયામાં મારી જિંદગી ઝંડ કરવા બેઠા છે. એક બોયફ્રેન્ડ કરી લીધો હોત તો સારું હતું." પછી પોતે ને પોતે બોલે છે, "નાના, હું આ શું બોલી રહી છું? મારી તો સગાઈ થઈ ગઈ છે અને એ દસ નપાસ સાથે મારે તો ત્યાં જઈને કરિયાણાની દુકાનમાં કામ જ કરવાનું છે, હું તો આ ખોટી નર્સની ટ્રેનિંગ લેવા બેઠી છું....."
પછી તે...બીજા વિભાગમાં જ્યાં જાનનો રૂમ છે
ત્યાં જતી રહે છે અને ત્યાં બીજી નર્સને પૂછે છે, "સ્વીટી, તારે કોઈ બોયફ્રેન્ડ છે?" તો બીજી નર્સ શરમ સાથે કહે છે, "હા, મારો એક બોયફ્રેન્ડ છે, મારી હમણાં જ તેમની સાથે ફ્રેન્ડશીપ થઈ છે." જેન્સી મનમાં વિચારે છે, "વાહ, આટલી નાની ઉંમરનાઓને પણ બોયફ્રેન્ડ છે... બોયફ્રેન્ડ છે. ઠીક છે ...સારું સારું, હવે કામની વાત કરીએ.
પેશન્ટની કન્ડિશન શું છે?" તો બીજી નર્સ કહે છે, "હજી સુધી તો સૂતા જ છે, આજે કાંઈ કર્યું નથી. તેમની દવા પણ મેં તેમને આપી દીધી છે, હવે મારે બીજા પેશન્ટ પાસે જવું છે, તમે અહીં છો તો હું જાઉં?" જેન્સી કહે છે, "હા તું જા, હમણાં ડોક્ટર અને આ પેશન્ટના રિલેટિવ આવતા હશે, મારે અહીં પેશન્ટ પાસે રહેવું પડશે."
પછી જેન્સી બી.પી. મશીન લઈ અને જાનના હાથમાં બી.પી. માપવા લાગે છે.
જેન્સીના હાથનો સ્પર્શ થતા પેશન્ટના હાથની આંગળીઓમાં થોડીક હલચલ થાય છે, પણ
એટલી વારમાં ડોક્ટર સાહેબ આવે છે અને પૂછે છે, "કેમ છે?
આજે આ પેશન્ટમાં કંઈ રિકવરી થઈ?"
જેન્સી કહે છે, "ના ડોક્ટર સાહેબ, હજી તો તે પેશન્ટ ભાનમાં જ નથી આવ્યા, આજે તો કંઈ મુવમેન્ટ પણ નથી કરી."
ડોક્ટર સાહેબ ફાઈલ જુએ છે અને કહે છે, "આજે તેમને આ ઇન્જેક્શન આપવામાં નથી આવ્યું.
તમે મને જાણ કેમ ન કરી? આ ઇન્જેક્શન તેમને બપોરે જ આપી દેવાનું હતું."
જેન્સી કહે છે, "સોરી સર, હું બીજા વિભાગમાં હતી."
ડોક્ટર સાહેબ કહે છે, "લાવો હું તેમને તે ઇન્જેક્શન આપી દઉં."
એટલે ડોક્ટર સાહેબ જાનને ઇન્જેક્શન આપી અને જતા રહે છે.
ઇન્જેક્શનની અસરથી જાન ભાનમાં આવવા માંડે છે
અને તે આંખો ધીરે ધીરે ખોલે છે તો સામે જેન્સી ઊભી હોય છે. જાન તેને જોઈને પ્રશ્ન કરે છે, "તમે કોણ છો અને હું ક્યાં છું? મારી કારનું એક્સિડન્ટ થયું હતું."
એટલું બોલે છે ત્યાં તેના માથામાં બહુ જ દુખાવો થવા લાગે છે અને તેનાથી રહેવાતું નથી અને તે રાડો પાડવા લાગે છે, "મને બહુ દુખે છે," અને તે જોરથી માથું પકડી લે છે. જેન્સી તરત જ જાનના બે હાથ પકડી લે છે, તેના માથામાં ટાંકા તૂટી ન જાય એની બીક જેન્સીને હોય છે.
જેન્સી બેડ પાસે એલાર્મની સ્વિચ દબાવી દે છે અને થોડીક વાર માટે જાનનો હાથ જોરથી પકડી રાખે છે.
જાન બરોડા પાડે છે, "મને છોડી દે, મને માથામાં દુખે છે, મને છોડી દે, તું કોણ છે? તારી હિંમત કેમ થઈ મને પકડવાની?"
તરત જ મદદ માટે ડોક્ટર આવી જાય છે અને જાનના બંને હાથ પકડી લે છે અને પૂછે છે, "શું થયું?"
જેન્સી કહે છે, "પેશન્ટને હોશ આવી ગયો છે.
તેમને શાંત કરવા પડશે અને પછી શાંતિથી તેને સમજાવવા પડશે..."
ડોક્ટર સાહેબ કહે છે, "ચિંતા ન કર, હું તેની સાથે વાત કરું છું." ડોક્ટર સાહેબ કહે છે, "મિસ્ટર જાન, તમારું એક્સિડન્ટ થવાથી તમને અહીં હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, તમારા માથામાં કેટલાય ટાંકા આવ્યા છે તેથી તમે બહુ એગ્રેસિવ થાવ નહીં, અમારી વાત સમજો અને સાંભળો, તમારા અંકલ હમણાં જ આવતા હશે તમને મળવા."
જાન ડોક્ટરના મોઢે પોતાના અંકલની વાત સાંભળી અને શાંત થઈ જાય છે અને પૂછે છે, "મારા અંકલ ઇન્ડિયાથી આવ્યા છે?"
કહે છે, "હા, ધનરાજ શેઠ ત્રણ દિવસ થયા આવ્યા છે
અને રોજ સવાર સાંજ તમને મળવા આવે છે."
એ વાત સાંભળી અને જાન એકદમ શાંત થઈ જશે.
પછી ડોક્ટર સાહેબ બીજા બે ઇન્જેક્શન આપી અને કહે છે, "પેશન્ટના અંકલને ફોન કરો અને તેમને અહીં તેડાવો, મારે તેમની સાથે વાત કરવી છે."
જેન્સી કહે છે, "ઠીક છે સાહેબ, હમણાં જ ફોન કરી તેમને તેડાવી લઉં છું."
ઇન્જેક્શન મારવાથી પેશન્ટ પાછો સૂઈ જાય છે
અને જેન્સી રિસેપ્શન ઉપર જાય છે અને ત્યાંથી ધનરાજને ફોન કરી અને તેડાવે છે.
આ બાજુ સાંજે ધનરાજની બહેન તારા ઓસ્ટ્રેલિયા આવી જાય છે અને એરપોર્ટ પર તેમનો સેક્રેટરી તેને તેડવા જાય છે.
તારા મેડમ પૂછે છે, "ધનરાજ શેઠ ક્યાં છે? ઓફિસે કે ઘરે
કે પછી હોસ્પિટલમાં?"
સેક્રેટરી મેડમ તારાનો સામાન ડેકીમાં રાખતા જવાબ આપે છે, "સાહેબને હમણાં ઇમરજન્સી ફોન આવ્યો હતો હોસ્પિટલમાંથી એટલે તેઓ ડાયરેક્ટ હોસ્પિટલ જઈ રહ્યા છે અને આપણે પણ અહીંથી સીધા હોસ્પિટલમાં જશું, જો તમને ઠીક લાગે તો? નહીંતર તમને હું પહેલા ઘરે ડ્રોપ કરી દઈશ પછી હોસ્પિટલમાં જઈશ."
મેડમ તારા કહે છે, "અફકોર્સ આપણે પહેલા હોસ્પિટલે જશું પછી ઘરે, અહીં હું ફરવા થોડી આવી છું, હું તો મારા દીકરા
જાનને જોવા આવી છું, ચાલો ફટાફટ કરો..."
પછી સેક્રેટરી અને મેડમ તારા હોસ્પિટલ તરફ કાર લઈ નીકળી જાય છે.
(હવે આગળ જોશું જેન્સી અને મેડમ તારાની મુલાકાત કેવી રહે છે.)
રાઇટર હિના ગોપીયાણી
ધ સ્ટોરી બુક ☘️