Shabd-pushadhi - 7 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 7

Featured Books
Categories
Share

શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 7

શબ્દ ઔષધીમાં આજનો શબ્દ છે

"સપના"

વાચક મિત્રો, આપણે બધા જ એ વાત તો સારામાં સારી રીતે જાણીએ છીએ કે,

સપના દરેકે દરેક ઉંમરની વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે, સપના ક્યારેય એ નથી જોતા કે, હું જેની પાસે જાઉં છું, એ વ્યક્તિ અમીર છે, કે ગરીબ, નાનો છે, કે પછી મોટો, સ્ત્રી છે, કે પછી પુરુષ છે. 

અરે વ્યક્તિ બીમાર છે, કે સાજો, એનાથી પણ આ સપનાઓ ને કોઈ ફેર નથી પડતો. 

અને એટલું જ નહીં, પરંતુ...

આ સપના વિશે બીજી પણ એક મહત્વની બાબત જોડાયેલી છે, કે આ સપના....

એતો દરેક જીવિત વ્યક્તિની અંદર કોઈપણ સમયે પ્રવેશી શકે છે, ભલેને પછી એ વ્યક્તિ

જાગતો હોય, તો કોઈ વિચાર દ્વારા,

ને જો એ વ્યક્તિ સૂતો હોય તો પછી સપના દ્વારા. 

પરંતુ

પરંતુ

પરંતુ 

આપણે ખાલી સપના જ જોઈએ છીએ, અને એ સપના જોયા પછી તુરંત લાગી જઈએ છીએ, એને પૂરા કરવાની આડેધડ મથામણમાં. 

એ સમયે આપણે એટલું નથી વિચારતાં કે,  

આપણું દુ:ખી થવાનું સૌથી મોટું કારણ,

કે પછી

આપણા દુ:ખને ઘણીવાર આમંત્રણ આપવાનું કામ પણ આ સપના જ કરતા હોય છે. 

અને એનો મુખ્ય આધાર આપણી વિચારસરણી ઉપર વધારે રહે છે. 

 હા પણ,

જો આપણે એવું ઇચ્છતા હોઈએ કે, 

આપણા સપના આપણને વધારે તકલીફ ન આપે,

અથવા તો આપણા સપના પૂરા થાય, તો...

તો સપના પૂરા કરવા માટે ક્યારેય આપણે પહેલેથી કોઈ સમય મર્યાદા નક્કી ન કરવી જોઈએ. 

કારણ કે, આ સપનાના વારથી બચવાની પહેલી શરત છે. 

અને જો આપણે એવું ઇચ્છતા હોઈએ કે, 

આપણું સપનું પૂરું પણ થાય, અને એ પણ ગેરન્ટી સાથે પૂરું થાય, અને....

અને આપણને એ સપનું પૂરું કરવામાં જરાય તકલીફ પણ ન પડે, ને સાથે-સાથે,

ઉપરથી આપણને આપણું જીવન જીવવાની પણ મજા દિન પ્રતિદિન વધતી રહે, તો...

તો એનો સરળમાં સરળ ઉપાય એકજ છે કે, 

આપણે આપણા સપના કરતા, જે લોકોને આપણે આપણા માનીએ છીએ, 

એમનાં સપનાને આપણે સૌથી પહેલું પ્રાધાન્ય આપવાનું શરૂ કરી દઈએ. 

હા મિત્રો, 

એમના સપના પૂરા કરવામાં આપણે તન મન અને ધનથી આપણાથી બનતી બધી કોશિશ,

આપણે કરી શકતા હોઈએ એ તમામ પ્રયાસો કરવાનું શરૂ કરી દઈએ,

પરંતુ પરંતુ પરંતુ, 

હા અહીંયાં પણ પરંતુ એટલાં માટે કે, 

આપણે જે વ્યક્તિને એના સપના પૂરા કરવા માટે મદદ કરીએ એ મદદ 

"દિલથી કરીએ" 

હા બરાબર વાંચ્યું,

સાફ, પ્રેમાળ, અને લાગણી સભર પ્રયાસ જ આપણને મીઠું ફળ આપી શકે છે.

માટે એક વાત સ્પષ્ટ પણે માની લેવી કે,

આપણા સપના પૂરા કરવા કરતાં સો ઘણું સારું કામ એ છે કે,

આપણે અન્ય લોકોના સપના પૂરા કરીએ,

અહીં અન્ય એટલે આપણા સિવાયનું કોઈપણ વ્યક્તિ,

પછી એ વ્યક્તિ આપણા ઘરનું પણ હોઈ શકે,

પરિવારનું પણ હોઈ શકે, કે પછી

કોઈ મિત્ર, કે કોઈ ઓળખીતું પાળખીતું પણ હોઈ શકે. 

મતલબ કે, આપણે એવા લોકોના સપના પૂરા કરીએ કે,

જેના સપના પૂરા થવાનો મુખ્ય આધાર આપણે હોઈએ,

જે આપણી ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને બેઠું હોય.

એમાં પરિણામ એવું મળશે કે,

આપણી ઉપર એ પણ ખુશ રહેશે, અને

સાથે-સાથે હજારહાથ વાળો પણ આપણી ઉપર ખુશ થશે.

બોલો હવે,

માણસને આનાથી વિશેષ તો જીવનમાં બીજું શું જોઈએ ?

તમે નહીં માનો પરંતુ આ એક વાત સંપૂર્ણ પણે સત્ય છે કે, 

ઈશ્વરે આટલા બધા જીવોમાં મનુષ્યનું જે સર્જન કર્યું છે, અને એ પણ, 

હાથ પગ અને ખાસ તો આપણું મગજ 

આ બધા અવયવો આપણને આપવા પાછળનું ઈશ્વરનું મુખ્ય કારણ એકજ છે કે, 

આપણે અન્ય મનુષ્યો, કે પછી

અન્ય જીવ સૃષ્ટિ માટે આપણાથી જે થઇ શકે,

જેટલું થઈ શકે,

એ આપણે જ્યાં સુધી આપણાથી થઈ શકે ત્યાં સુધી કરતા રહીએ. 

આમાં વિશેષ એ સમજવાની જરૂર છે કે, 

ઈશ્વરે આપણને જે ઘરમાં જન્મે આપ્યો છે,

જેમના દ્વારા આપણે આ ધરતી પર આવ્યા છીએ,

એ માતા પિતા, ભાઈ બહેન, અને એમના દ્વારા આપણને મળેલ બાકી બધા સંબંધો, એ બધા સંબંધમાં

આપણને પ્રભુએ જ બાંધ્યા છે, એમની મરજીથી જ આ બધા વચ્ચે આપણે આવ્યા છે, એટલે

ઈશ્વરે બધી રીતે પહેલેથી જ વિચારીને આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે, માટે જરૂર ન હોય, કે પછી

એવી કોઈ જરૂર ઊભી ન થાય ત્યાં સુધી આપણું તો એકજ કર્તવ્ય હોવું જોઈએ કે, આપણે આ બધા સંબંધોનું દિલથી જતન કરીએ, ને એના માટે,

અગાઉ કહ્યું એ પ્રમાણે કે, 

આ બધા સંબંધોમાં જરૂર ન હોય ત્યાં સુધી દિલ વાપરીએ, મગજ નહીં.

આમાં મિત્રોનો પણ સમાવેશ કરી શકાય, પરંતુ

એ મિત્ર કેવો હોવો જોઈએ ? કે પછી

કેવો બનાવવો જોઈએ ?

એની પૂરેપૂરી જવાબદારી આપણી પોતાની બની જતી હોય છે. 

અને એમાં જો કોઈ મિત્ર, કે પછી લાગણીના સંબંધોથી આપણી સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ, આપણને ક્યારેક દગો આપે...

તો એમાં....

એમાં તો ક્યારેય ભૂલથી પણ આપણે ઈશ્વરને,

કે પછી એ મિત્રને કે જેણે આપણને દગો આપ્યો હોય,

કે પછી અન્ય કોઈપણ વ્યક્તિને આપણે દોષ ન આપી શકીએ, 

કેમકે,

એમાં જાણે અજાણે, ઉતાવળમાં, કે પછી ઘેલા થઈને આપણે પોતે જ કરેલી કોઈ ભૂલ જવાબદાર હોય છે,

બીજું કોઈ નહીં. 

તો અંતમાં એટલું જ કે, 

આપણા સપના આપણે પૂરા કરી શકીશું, કે નહીં ?

એની કોઈ જ ગેરન્ટી નથી હોતી, અને કદાચ આપણા સપના આપણે પૂરા કરી પણ દઈએ, તો પણ....

જીવનમાં જેટલી મજા અન્યોના સપના પૂરા કરવામાં આવે છે, એટલી મજા આપણા સપનામાં નહીં આવે. 

પ્રણામ વાચક મિત્રો, 

મારી વાત ગમી હોય તો, તમારા તમામ ગ્રુપમાં સેર જરૂર કરશો. 

આભાર સહ, 

શૈલેષ જોષીના 

નમસ્કાર 

શબ્દ ઔષધિમા બીજા કોઈ શબ્દ ઉપર ભાગ 8 માં જોઈશું.--