Shabd-pushadhi - 10 in Gujarati Short Stories by Shailesh Joshi books and stories PDF | શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10

Featured Books
Categories
Share

શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10

"કંટાળો"

આ એક એવું સ્થાન છે, કે જ્યાં

આપણામાંથી મોટાભાગનાં લોકો ભલે અજાણતામા,

પણ કાયમી વસવાટ તો ત્યાં જ કરે છે, અને પાછા

ચોવીસે કલાક પ્રયત્નો તો પાછા ત્યાંથી બહાર નીકળવાના કરે છે. 

જ્યાં સુધી આપણે પોતે મન લગાવીને, ધીરજ ગુમાવ્યા વિના, અને આપણે આપણા જીવનમાં જે કરવા માંગીએ છીએ, એ કામ પૂરું ના થાય ત્યાં સુધી વારંવાર કે પછી અસંખ્ય વાર પ્રયત્નો કરવા માટે આપણને પોતાને તૈયાર નહીં કરીએ,

ત્યાં સુધી આ કંટાળાના ચક્રવ્યૂહમાંથી આપણે ક્યારેય બહાર નહીં નીકળી શકીએ.

હા મિત્રો, 

આ એકજ ઉપાય સિવાય આ કંટાળામાંથી બહાર નીકળવાનો, કે પછી

જીવનમાં કંઈ પ્રાપ્ત કરવા માટેનો બીજો કોઈ રસ્તો છે જ નહીં. 

અને જે માણસ એકવાર આ કંટાળા પર વિજય મેળવી લે,

પછી એને કામ કરવાનો નહીં, પરંતુ

જ્યારે એની પાસે કોઈ કામ નહીં હોય, ત્યારે એને કંટાળો આવવા લાગશે. 

અને આવું હું, તમે કે પછી અન્ય કોઈપણ વ્યક્તિ કરી શકે છે,

શરત માત્ર એટલી જ કે,

એને એના કામમાં ઉત્સાહ જાળવી રાખવો પડશે, અને આ ઉત્સાહ ત્યારે જ આવશે કે જ્યારે

જે તે વ્યક્તિને પોતાના પર, પોતાની આવડત પર, અને પોતાની કામ કરવાની શક્તિ પર પૂર્ણ ભરોસો હશે, કે લાવશે. 

અને આટલું કર્યા વિના મારો તમારો કે પછી કોઈનો પણ છૂટકો નથી. 

આજે નહીં તો કાલે, પરંતુ

પોતાને કસોટીની એરણ પર મૂક્યા વગર આજ સુધી કોઈ પણ વ્યક્તિ કંઈપણ પ્રાપ્ત કરી શક્યું નથી, કે કોઈ કરી શકવાનું નથી, માટે

આપણે જેટલા વહેલા આ વાતને સમજી લઈશું એટલા વહેલા આપણે આપણી મંઝિલ સુધી પહોંચી શકીશું,

બાકી લમણે હાથ ધરી બેસી રહેવાથી તો જે આપણા ભાગ્યમાં હશે, એનાથી પણ આપણે દૂર થતાં જઈશું. 

અને હા,

જો આપણે આ કંટાળાજનક પરિસ્થિતિથી ખરેખર બચવું હોય તો આ રહ્યો એનો સરળ ઉપાય.

આમાં સૌથી પહેલું એ આવે છે કે,

આપણે આપણા જીવનમાં જે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, કે પછી કંઈ મેળવવા માંગીએ છીએ,

એના માટે આપણે આપણા સિવાય બીજું કોઈ આપણને મદદ નથી કરવાનું, મારે એકલા એજ, મારા જોરે ત્યાં સુધી પહોંચવાનું છે, આ સવાલ પોતાને પૂછી લેવો, અને જો એનો જવાબ હામાં આવે, આપણે પોતે એના માટે પૂર્ણ પણે તૈયાર હોઈએ, તો પછી એ રસ્તો ભલે ગમે તેટલો લાંબો હોય, પરંતુ આપણને એ રસ્તા પર આગળ વધતા, ક્યારેય કંટાળો નહીં આવે, નહીં આવે, ને નહીં જ આવે. 

આપણનેં કંટાળો નહીં આવવામાં મુખ્ય ભાગ ભજવે છે, આપણી મક્કમતા, આપણું મનોબળ, આપણો ઉત્સાહ અને આપણો આત્મવિશ્વાસ. 

કેમકે મિત્રો, 

કંટાળો એ એક એવું પરિબળ છે,

જે આપણને શારીરિક, અને માનસિક બંને રીતે થકવી દે છે. અને યોગ્ય નિર્ણય લેવામાં પણ બહુ મોટી અડચણો ઉભી કરે છે, જેને લીધે...

આપણે આપણા હાથ પર લીધેલા ઘણા બધા કામ અધૂરા છોડી દઈએ છીએ, ને એને લીધે થાય છે એવું કે,

આપણો સમય અને શક્તિ વેડફાવા છતાં, આપણા હાથમાં કંઈ નથી આવતું, અને ઉપરથી આપણા કંટાળામાં પણ  વધારો થાય છે. 

માટે આપણી પાસે એનો ઉપાય એકજ કે,

સૌથી પહેલાં તો આપણે શાંત રહેતા શીખવું પડશે,

બાકી આપણું કરેલું બધું વ્યર્થ જશે.

આપણી મહેનત, આપણી એનર્જી, આપણો આત્મવિશ્વાસ, આપણો સમય, અને આપણી સફળતા, બધું જ...

જો આપણે આ બધું વ્યર્થ ન જવા દેવું હોય તો,

આપણે ખાલી આપણે જોયેલા સપનાને જ નહીં,

પરંતુ....

એ સપનાની સાઈઝને,

ત્યાં પહોંચવામાં લાગતી જરૂરી મહેનતને,

ત્યાં સુધી પહોંચવામાં લાગતા સમયગાળાને,

આ બધાજ મુદ્દાઓને ધ્યાન પર લેવા પડશે,  અને અંતે પણ....

જો આપણને આપણું ઈચ્છિત ફળ પ્રાપ્ત ન થાય, કે પછી, 

આપણા ધાર્યા કરતાં ઓછું, કે મોડું મળે,

તો પણ.....એ સમયે 

આપણે બિલકુલ શાંત રહીને, સ્વાભાવિક રીતે એનો આદર, અને સ્વાગત સાથે સ્વીકારવું પડશે. 

ને તોજ.....

તોજ આપણે આ કંટાળાજનક સ્થિતિથી હંમેશા હમેશાં બચેલા રહી શકીશું. 

કહે છે ને કે ધીરજ ના ફળ મીઠા, અને પેલું બીજું પણ કે, શ્વાસ લઈને સો ગઊં જવાય.

શબ્દ ઔષધીમાં કોઈ નવા શબ્દ પર ભાગ 11 માં 

વાચક મિત્રો તમે પણ કોઈ શબ્દ આપી શકો છો, જેનાં પર લખવાની મને થોડી વધારે મજા આવશે. 

આભાર