Cinema - 7 in Gujarati Moral Stories by Shailesh Joshi books and stories PDF | સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -7

Featured Books
  • अतीत के साए

    भाग 1: वर्तमान की खोज साल 2025 की एक ठंडी रात, दिल्ली के एक...

  • Unkahe रिश्ते - 6

    क्या सोचते हो आप, लोग अच्छे होते है या बुरे? आप बोलेंगे के उ...

  • दिल ने जिसे चाहा - 8

    रुशाली आज कुछ ज़्यादा ही नर्वस थी। सफ़ेद कोट उसके कंधों पर थ...

  • शोहरत का घमंड - 168

    आर्यन की बात सुन कर आलिया रोने लगती है। जिससे कि आर्यन परेशा...

  • सपनों की उड़ान

    आसमान में काले बादल घिर आए थे, जैसे प्रकृति भी रोहन के मन की...

Categories
Share

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -7

સિનેમા સાથે સંકળાયેલા એ તમામ લોકો કે જે આ મનોરંજન વિભાગનો હિસ્સો છે, અથવા તો એક ફિલ્મ બનીને તૈયાર થાય, ત્યાં સુધીમાં તેઓ એ આ ફિલ્મ તૈયાર થવામાં ક્યાંય ને ક્યાંક એક કલાકાર તરીકે પોતાનો કોઈ રોલ, પોતાની અદાકારી નિભાવી હોય, કે પછી બીજી કોઈ ટેકનિકલ બાબતની જવાબદારી અદા કરી હોય, મતલબ કે ફિલ્મના જુદા જુદા પાસાઓમાં પોતાનું કૌશલ્ય બતાવવાનો જેટલા લોકોને મોકો મળ્યો હોય.

એ તમામ કલાકાર કસબી વિષે મારી દ્રષ્ટિએ અતિ મહત્વ પૂર્ણ વાત એ છે કે, 

જો તેઓ આ ફિલ્ડમાં નવોદિત છે, અથવા તો એ લોકોનો આ બીજો કે ત્રીજો પ્રોજેક્ટ છે, તો એ લોકોએ એ બાબત પર વધારે જોર આપવું જોઈએ કે, 

મને આ ફિલ્મ લાઈનમાં જે ચાન્સ કે મોકો મળ્યો છે,

તો મારે એમાં મારું પૂરું કૌશલ્ય, મારી પુરી આવડત, એ રીતે બતાવવાની છે કે, 

ખાલી મને સંતોષ થાય એમ નહિં, પરંતુ પુરી ટીમની સાથે સાથે પ્રેક્ષકો પણ મારા કામને બિરદાવે.

કેમકે આ એક એવી તક છે, જે મને મારા વ્યવસાયને વેગ આપવા માટે મળી છે, એ તકનો મારે ખૂબ સમજી વિચારીને ઉપયોગ કરવાનો છે,

કારણ કે,

હું જે વ્યવસાય કરી રહ્યો છું, એ વ્યવસાય તો મારા સિવાય પણ બીજા ઘણા બધા લોકો કરે જ છે. 

બસ આ વાતને ધ્યાનમાં રાખી, તક મળવા બદલ ઈશ્વરનો આભાર માની,

મારે તો આ તકનો બને એટલો વધારે ફાયદો મેળવી લેવો,

એ મારા વ્યવસાયની પ્રગતિ માટે અત્યંત જરૂરી છે,

માટે આમાં બીજી કોઈ રીતે મારે મારો નિજી ફાયદા,

કે બીજી કોઈ બાબતમાં પડ્યા સિવાય, મારું તો એકજ લક્ષ્ય, કે એકજ ધ્યેય રાખવું જોઈએ કે,

મને આ જે તક મળી છે, એના દ્વારા મારે મારા વ્યવસાયને વેગ મળે એ પ્રમાણે મારે મારી જવાબદારી અદા કરવાની છે. બીજું કંઈ મારા માટે મહત્વનું નથી. 

હવે આમાં આગળ એક બીજી અગત્યની બાબત સમજવી આપણા માટે જરૂરી એટલાં માટે છે કે, 

એની પર જ આપણું, અને આપણા વ્યવસાયનું પણ ભવિષ્ય નિર્ભર છે.

એ બીજી બાબત એટલે કે, 

આ ફિલ્મ વ્યવસાયમાં આપણે કોઈપણ પ્રકારે સંકળાયેલા હોઈએ તો આપણે એ બાબતમાં ધ્યાન આપવું જોઇએ કે, 

આ વ્યવસાયમાં શું આ મારો પહેલો પ્રયત્ન છે ?

બીજો પ્રયત્ન છે ? કે પછી ત્રીજો પ્રયત્ન છે ?

આ કહેવા પાછળનો મતલબ એ છે કે, 

આપણે સૌ જાણીએ છીએ કે, 

કોઈપણ વ્યવસાયમાં, 

કોઈને પણ,

ક્યારેય પણ,

એમના પહેલા પ્રયત્નમાં સફળતા નથી મળી જતી,

( હા આમાં કોઈવાર અમુક અપવાદ હોઈ શકે છે )

એટલે આપણે સૌએ સફળતા માટે પ્રયત્નો તો કરતા જ રહેવું જોઈએ,

પરંતુ

પરંતુ

પરંતુ 

કોઈપણ વ્યવસાયમાં ક્યારેય 

એક 

બે 

ત્રણ કે પછી.....

આ ફિલ્મ વ્યવસાયમાં વધારેમાં વધારે ચાર કે પાંચ, 

જો પાંચ પાંચ પ્રયત્નો એ પણ આપણને આપણી સફળતા ન દેખાઈ રહી હોય તો પછી.....

આપણે સામે ચાલીને આપણને આગળ વધતા રોકી લેવા જોઈએ, ને પોતાની સાથે ઊંડું મનોમંથન કરવું જોઈએ, 

કે આટલા પ્રયત્નો પછી પણ, 

આ ફિલ્ડમાં હું આટલું કામ,

આટલી મહેનત કરી રહ્યો છું,

છતાં હજી સુધી હું મારું જે સ્થાન ઈચ્છી રહ્યો છું,

એ મને કેમ મળી નથી રહ્યું ?

અને પછી બાકી બધી વાતોને થોડો સમય બાજુ પર મૂકી, આપણે જે ફળ ઈચ્છી રહ્યા છીએ,

એ આપણને નહીં મળવા પાછળનું સાચું કારણ,

કે પછી આપણી આપણા કામમાં જાણે અજાણે રહી ગયેલ કોઈ ખામી,

કે પછી કોઈ કચાશને શોધવી, એને દૂર કરવી એજ આપણું પહેલું કામ હોવું જોઈએ. 

ભલે પછી આપણને કામ મળતું રહેતું હોય,

પરંતુ,

આગળ કરેલ કામનો જો આપણને સંતોષ ન હોય,

તો નવું કામ મળે તો પણ શક્ય હોય તો જતું કરવું જોઈએ.

કેમકે.....

આ ફિલ્ડમાં સફળતાનો સાચો, અને સૌથી મોટો માપદંડ એકજ છે કે,

જે દિવસે એકજ પ્રોડક્શન હાઉસ, કે ટીમ તરફથી

બેથી વધારે રીપીટ કામ મળવાના શરૂ થાય, એટલે સમજી લેવું કે, આપણી ગાડી સફળતાના પાટા પર ચઢી ગઈ છે. 

સિનેમા વિશે વધારે ભાગ 8 માં જાણીશું 

આભાર