Cinema - 9 in Gujarati Short Stories by Shailesh Joshi books and stories PDF | સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9

Featured Books
Categories
Share

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9

એક યાદગાર, અને શાનદાર સિનેમા તૈયાર કરવા માટે,

આ ચાર બાબતો પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવાથી ભલે પ્રચંડ નહીં, પરંતુ

આપણે ધારી હોય એનાથી સવાઈ સફળતા તો ચોક્કસપણે મળે મળે અને મળેજ છે.

એવી ચાર બાબતો એટલે કે, 

1 - કોઈપણ વિષય પરની વાર્તા તૈયાર, કે પસંદ કરતા પહેલા આ એક વાતનું ખૂબજ ધ્યાન રાખવું કે,

વાર્તાનો એક એક પ્રસંગ ઊંડાણ પૂર્વક, અને કટ ટુ પોઇન્ટ તૈયાર કરવાથી, કે પસંદ કરવાથી 

બે - એક એક દ્રશ્યને પ્રસંગને અનુરૂપ ફ્રેમમાં રાખીને શુટ કરવાથી 

જે દ્રશ્ય માટે જે સ્થળ, વસ્તુ કે જેટલા વ્યક્તિઓની

( ક્રાઉડ ) જરૂરિયાત હોય,

શક્ય હોય ત્યાં સુધી ફ્રેમમાં એટલું દર્શાવાથી દર્શકો સીધા જે તે સીનમાં જોડાઈ જતા હોય છે. 

( આમાં બને ત્યાં સુધી લાઈવ લોકેશન પર શુટ કરવાથી સીનમાં વધારે સારી અસર ઊભી થતી હોય છે ) 

3 -  એક એક સંવાદ - ઓછા પણ વજનદાર, અને અર્થ પુર્ણ શબ્દોનો ઉપયોગ કરવાથી.

જે સંવાદ સ્વરના જેટલા ઉતાર ચડાવ સાથે બોલવાનો હોય, એટલાં જ સ્વરમાં બોલવાની, કે પ્રસ્તુત કરવાની સાથે-સાથે...

જે તે દ્રશ્ય પ્રમાણે કલાકારના હાવભાવ,

મતલબ કે બોડી લેંગ્વેજ પરફેક્ટ હશે, તો સિનેમાના પડદા પર એ સીનનો પ્રભાવ કંઈક અલગ જ ઉભરી આવશે. 

4 - એક એક કલાકાર - જે પાત્રને યોગ્ય ન્યાય આપી શકે, પોતાની આગવી છટાથી જે તે પાત્રમાં ઢળી જાય, ઔપચારિક કે, એવરેજ ના લાગે, જે પાત્રનો અભિનય કરતા હોય, એનું રેખા ચિત્ર જ દર્શકના માનસ પટ પર છવાઈ જાય એવા પાત્રો કાસ્ટ કરવાથી.

આમ તો દરેક કલાકાર દરેકે દરેક પ્રકારના રોલ કરી શકે, પરંતુ આપણી વાર્તાના પાત્રો પ્રમાણે,

જેમકે

આપણી વાર્તામાં જેટલા પાત્રો છે, એ દરેક પાત્રોની

ઉંમર કેટલી છે ?

એ કયું પાત્ર ભજવી રહ્યા છે ?

એ બધું ધ્યાનમાં રાખીને કલાકારની પસંદગી નક્કી કરવાથી દર્શકોને આપણી ફિલ્મનું દરેક દ્રશ્ય ફિલ્મી ઓછું, અને વાસ્તવિક વધારે લાગશે. 

જો આપણે આ ચાર બાબતો પર ઝીણવટ, અને ચીવટ પૂર્વક કામ કર્યું હશે, તો....

તો અડધી બાજી આપણે જીતી લીધી છે, એમ માનવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી. એવો મારો મત છે. 

અને આટલું થઈ ગયા બાદ બાકીના પાસાઓ આપોઆપ આપણા ધ્યાનમાં આવવા લાગશે કે, જે પાસાઓ આપણા પ્રોજેક્ટને વધારે ને વધારે મજબૂત બનાવી શકે. 

આ વાત થઈ એક સારી ફિલ્મ બનાવવા માટે પ્રોજેકટ તૈયાર કરવામાં લાગતી, કે પછી કરવી પડતી અત્યંત જરૂરી મહેનત ની. 

અને આ મહેનત અતિ આવશ્યક પણ છે.

કારણ કે...

ઉપરોક્ત બાબતોમાં શરૂઆતમાં કરેલી આપણી મહેનત, આગળ જતાં,

જ્યારે આપણી ફિલ્મ રિલીઝ માટે તૈયાર થઈ જાય,

પછી આપણે આપણી ફિલ્મનો જે પ્રચાર કરતા હોઈએ છીએ, એ પ્રચારમાં લાગતી આપણી મહેનત,

અથવા તો આપણી ફિલ્મનું આપણે જે પ્રમોશન કરતા હોઈએ છીએ, એ પ્રમોશનમાં લાગતી મહેનત,

કે પછી લેટેસ્ટ ભાષામાં કહીએ તો અલગ અલગ પ્લેટફોર્મ પર આપણે આપણી ફિલ્મનું જે માર્કેટીંગ કરતા હોઈએ છીએ, અને એમાં લાગતી આપણી મહેનત,

લગભગ ઓછી, કે પછી અડધી થઈ જતી હોય છે,

ને ખાલી મહેનત જ કેમ ? 

એક સારા તૈયાર કરેલ પ્રોજેક્ટમાં,

જ્યારે પ્રચાર ઓછો કરવો પડે,

તો એ પ્રોજેક્ટ આપણા નાણાં, અને આપણો સમય બંને બચતા હોય છે. 

પરંતુ આ બધું સંભવ બને ક્યારે ? 

આ બધું સંભવ ત્યારે જ બને કે જ્યારે...

જ્યારે આ પ્રોજેક્ટ સાથે આપણે શરૂઆતથી જ,

ગંભીરતા પૂર્વક જોડાયા હોઇએ. 

કેમકે...

કોઈપણ ફિલ્મનું સૌથી બેસ્ટ માર્કેટીંગ એટલે....

"માઉથ પબ્લિસિટી" 

અને આ પબ્લિસિટી ક્યારેય પૈસાથી નથી મળતી,

એ મળે છે, એક સારા પ્રોજેક્ટથી. 

માટે જો ફિલ્મ "ચલાવવા માટે" બહુ પ્રયત્નો ના કરવા હોય, તો.....

તો જ્યારે આપણે ફિલ્મ બનાવવાની શરૂઆત કરીએ,

ત્યારેથીજ યોગ્ય પ્રયત્નો શરૂ કરી દેવા. 

જેથી કરીને આપણી એ ફિલ્મ,

ચાલે ચાલે અને ચાલે જ, 

છતાંય કોઈપણ સાહસમાં આ એક વાત હંમેશા યાદ રાખવી કે, 

આપણા હાથમાં માત્ર સારી રીતે કર્મ કરવું, આટલું જ છે,

બાકી બધું સમય પર છોડી દેવું.

ફિલ્મ વિશે વધુ ભાગ 10 માં