Shrapit Prem - 29 in Gujarati Women Focused by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 29

Featured Books
Categories
Share

શ્રાપિત પ્રેમ - 29

રાધા નો ખેતર તેના ગામથી થોડી દુરી ઉપર હતો અને વચ્ચેનો રસ્તો લગભગ સ્મશાન જેવો જ હતો. ગામની બહાર બધાના ખેતર જ હતા એટલે ત્યાં ખેતરમાં કામ કરવાવાળા બે ચાર માણસો જ દેખાતા હતા અને એ પણ બપોરનો સમયે તો આરામ જ કરતા હોય છે. અત્યારે બપોરનો સમય હતો અને એ સમયે રસ્તામાં ફક્ત ભરાતા અને તેની સામે જીવું ભા તેના બે માણસોની સાથે ઊભા હતા.
" મારે તારી સાથે કોઈ વાત નથી કરવી જીવું અહીંયા થી ચાલ્યો જા."
રાધા એ તેના તરફ જઈને ગુસ્સામાં કહ્યું. ખબર નહીં કેમ પરંતુ નાનપણથી જ જ્યારે પણ આ જીવું તેની સામે આવીને ઉભો રહે તો રાધા નદીમાં ગુસ્સો આવી જતો હતો. નાનપણમાં તે બંને એક જ ક્લાસમાં હતા અને જીવું હંમેશા બધાને હેરાન કરવાનો જ કામ કરતો હતો.
રાધાને હંમેશા હેરાન કરવી છે અને તેને વારંવાર જાડી જાડી કહીને ચીઢાવવાનુ તેનું રોજનું કામ હતું. નાનકડામાં તો રાધા તેમાંથી ડરી જતી હતી અને ચૂપચાપ તેનો હોમવર્ક કરવા લાગતી હતી છતાં પણ જીવું તેને હેરાન કરવાનું બંધ કરતો ન હતો.
નાનકડામાં બધું ઠીક હતું પરંતુ જેમ જેમ તે બંને મોટા થતાં ગયા જીવું તેને વધારે ને વધારે હેરાન કરવા લાગ્યો હતો. જ્યારે તેના પિતાજી એ રાધા ની સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું ત્યારે જીવું ભા એ તેનો પૂરો પૂરો વિરોધ કર્યો હતો.
સાચી વાત તો એ હતી કે તેના મનમાં રાધા ને લઈને ખોટા વિચારો હતા અને તે વિચારોને તે પૂરો કરવા માંગતો હતો. રાધા અને સરપંચ ના લગ્ન સમયે જ્યારે સરપંચનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારબાદ રાધાને સૌથી વધારે બદનામ કરવાનો રહ્યું જીવું ભા ને જ જતો હતો.
" કેવી વાત કરે છે રાણી, તું ગામમાં આવી અને તે મને જાણ પણ ન કર્યો છતાં પણ હું તને જોવા માટે આવી ગયો અને તું મારી સાથે આવું રીતે વર્તન કરે છે?"
જેવી રીતે તે વાત કરી રહ્યો હતો ને તેનાથી રાધા ને હજી વધારે ગુસ્સો આવી રહ્યો હતો. પરંતુ તેને પોતાના ગુસ્સા ઉપર પૂરો કંટ્રોલ રાખ્યો હતો. કારણ કે તે જેલમાંથી પરોલ ઉપર બહાર આવી હતી અને તેમાં તે વધારે કોઈની સાથે ઝઘડો કરી શકે તેમ ન હતી. 
" જો મારા પાસે વધારે સમય નથી એટલે મારો સમય વેડફવાનું બંધ કર. જ્યારે હોય ત્યારે મને એટલી જ હોય ને હેરાન કરતો હોય છે બાયલો કહીને."
આટલું બોલીને રાધા ત્યાંથી આગળ ચાલવા લાગી પરંતુ તેના શબ્દ જીવું ભા ના મનમાં તીર બનીને વાગી ગયા હતા. રાધા નું ખેતર હજી પણ થોડી દોરી ઉપર હતું એટલે રાધા ચુપચાપ તેના તરફ જઈ રહી હતી પરંતુ અચાનક જ વચ્ચેથી કોઈએ તેનો હાથ પકડી લીધો. 
તેણે ગુસ્સામાં પાછું વળીને જોયું તો તે બીજો કોઈ નહીં પણ જીવું ભા જ હતો. પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું. 
" તને કોઈ વાત સમજમાં કેમ નથી આવતી?"
" અરે રાધા રાણી મારે તને બતાવવું છે કે હું બાયલો છું કે ભાઈળો છું. તું ભૂલી ગઈ પણ આ ખેતર મારું છે અને અહીંયા હું તને બતાવીશ કે હું શું છું."
રાધા સમજી ગઈ હતી કે આ માણસ શું કરવાની ઈચ્છા રાખે છે એટલે તેણે અવાજ દેવાનું શરૂ કર્યું પણ એ ભૂલી ગઈ કે અત્યારે તો ત્યાં કોઈ હતું જ નહીં. રાધા નાનકડી હતી જ્યારે એક વખત જીવું ભા એ આવી જ રીતે તેનો હાથ પકડ્યો હતો ત્યારે રાધા ખૂબ જ ડરી ગઈ હતી અને રડતા રડતા ઘરે ભાગીને આવી ગઈ હતી. 
પણ,,,
પણ હવે રાધા નાનકડી નથી અને,,, જેલમાં તેને એ શિક્ષા મળી હતી જે તેને બહાર ક્યારેય પણ મળી ન હતી. તેણે પોતાના આજુબાજુ જોયું જેનાથી તે પોતાની બચાવી શકે. જીવું ભા તેનો હાથ પકડીને તેને બળજબરીથી તેના ખેતરના તરફ લઈ જવામાં આવતો હતો અને રાધા પોતાની બચાવવા માટે કંઈક શોધી રહી હતી.
તે લોકો અત્યારે ખેતરોના વચ્ચે હતા અને ત્યાં એવી કોઈ વસ્તુ ન હતી જેનો ઉપયોગ રાધા પોતાને બચાવવા માટે કરી શકે તેમ હતી. તેની નજર તેના કૂર્તા ના ગળા પાસે ગઈ અને તે હંમેશાથી એક સેફ્ટી પીન લગાવીને રાખતી હતી. આ તેની નાનપણની આદત હતી, ગમે ત્યારે તેનો ઉપયોગ થઈ શકે એટલા માટે કે સેફ્ટી પીન હંમેશા પોતાના પાસે ગમે ત્યારે તેનો ઉપયોગ થઈ શકે એટલા માટે હંમેશા તે પોતાના પાસે રાખતી હતી.
તેણે તરત જ તે સેફ્ટી પીન ને એક હાથેથી કાઢી લીધી અને તેણે જીવું ભા ના તરફ ગુસ્સામાં જોયું અને સેફટી પીન ની દાળ પીન તેના હાથમાં ખુચાડી દીધી. તેનામાં જેટલો પણ ગુસ્સો ભર્યો હતો તે બધા ગુસ્સા માટેનો તેણે ઉપયોગ કરી લીધો હતો.
" આઆઆ્"
તે સેફ્ટી પીન જીવું ભા ના હાથના અંદર સુધી ઘુસી ગઈ હતી. રાધાએ સમય વેડફ્યા વિના નીચેથી માટી પોતાની હથેળીમાં ભરીને જીવું ભા ના આંખમાં નાખી અને તેને જોરથી લાત મારીને કહ્યું.
" જીવું તું ભૂલી ગયો કે હું ક્યાંથી આવી રહી છું. જે વસ્તુ હું આટલા વર્ષો ભણીને ન શીખી શકી ને એ વસ્તુ હું જેલમાંથી શીખીને આવી છું. ધ્યાન રાખજો હવે પછી ક્યારે તું મારા રસ્તામાં આવ્યો તો આ વખતે તો તને ફક્ત એક નાનકડી પિન થી ઘાયલ કર્યો છે આવતી વખતે પીનની જગ્યાએ બીજું કાંઈ હોય તો હું મારા હાથને નહીં રોકું."
જવાબ સાંભળ્યા વિના જ રાધા ત્યાંથી પોતાના ખેતર તરફ ચાલી ગઈ અને જીવું ભા પોતાના હાથને પકડીને ત્યાં જ બેસી રહ્યો. તે રાધાના તરફ ગુસ્સાથી જોઈ રહ્યો હતો કારણ કે આટલાથી તેનું મન શાંત થઈ શકે તેમ ન હતું. હવે રાધા ને પોતાના તાબા હેઠળ કરવા માટે તેને મોટું પગલું લેવાની જરૂર હતી.
રાધા જ્યારે ખેતરમાં આવી ત્યારે ચાર પાંચ માણસો એક ઝાડના નીચે છાયડામાં બેઠા હતા. તેની સમજમાં આવી ગયું કે આ તે જ લોકો છે જેને મદનમોહન એ ખેતર ખેડવા માટે બોલાવ્યા છે. આ લોકો કમર કોટડા ના તો ન હતા કદાચ આજુબાજુના ગામના હશે એવો વિચાર કરીને રાધા તે લોકોના પાસે ગઈ. 
" તમે લોકો ખેતર ખેડવા માટે જ આવ્યા છો ને?"
તે બધામાંથી એક માણસ ઊભો થયો અને તેણે રાધા ના તરફ જોઈને કહ્યું. 
" હા અમને ખેતર ખેડવા માટે જ બોલાવવામાં આવ્યા છે પરંતુ અમને તો,,,"
" મેં તમને બધાને બોલાવ્યા હતા. મારું નામ છે મદન મોહન."
મદનમોહન એ તે લોકોના નજીક જઈને કહ્યું. મદન મોહન રાધાના પાછળથી આવ્યો હતો એ જોઈને હરા થાય તેના તરફ ગુસ્સાથી જોયું કારણ કે એનો અર્થ એ કે જ્યારે જીવું ભા તેનો હાથ પકડીને ખેતર તરફ લઈ જતો હતો ત્યારે પણ તે ત્યાં જ હતો. 
જો એ સમયે રાધા એક દિમાગથી કામ ન લીધું હોત તો ખબર નહીં તે માણસ રાધાને સાથે શું કરવાનો હતો. આ બધું ત્યાં થઈ રહ્યું હતું અને આ બીકણ એક જગ્યાએ છુપાઈ ને આ બધું જોઈ રહ્યો હતો. તે એક વખત પણ રાધાના મદદ માટે ન આવ્યો. 
" મેં તમને બોલાવ્યા જરૂર છે પણ આ ખેતરનાં માલિક એટલે કે માલકીન આ મેડમ છે. તમારે આ મેડમના માટે જ કામ કરવાનું છે પરંતુ તમારામાંથી કોણ કામ કરશે એ આ મેડમ જ વિચાર કરીને બતાવશે."
એમ કહીને મદનમોહન એ રાધા ના તરફ જોયું તો રાધા એ તેના તરફ જોયા વિના જ કહ્યું. 
" આ ખેતર મારું છે અને એમાં કોને કામમાં રાખવા છે અને કોને નહીં એ હું વિચાર કરી લઈશ તમે હવે જઈ શકો છો."
મદનમોહન તેને કંઈ કહેવા જઈ રહ્યો હતો પરંતુ રાધા બે ડગલા આગળ આવી અને તે માણસોના તરફ જોઈને સવાલ જવાબ કરવા લાગી. રાધા ને પોતાનું કામ કરતા જોઈ ને મદન મોહન એ એક લાંબો શ્વાસ લીધો અને પછી તે ખેતરમાંથી બહાર નીકળી ગયો.