" મમ્મી , મારે એના વિશે કાઈ પણ નથી જાણવું બસ મારા માટે એટલું કાફી છે કે હું એને પ્રેમ કરું છું અને એના વગર નહિ રહી શકું " વિધી રડતા રડતા બોલી .
" વિધી ના પપ્પા આને કઈક કહો " વનિતા બેન બોલ્યાં
" વિધી .... " જશવંત ભાઈ બોલ્યાં
" પપ્પા , તમે તો સમજો .….. " વિધી અશ્રુ ભરેલી આંખે પોતાના પપ્પા ને કહી રહી
" વિધી બસ .......... " જશવંત ભાઈ બોલ્યાં
"હ .... ' વિધી એક દમ ચોંકી ઉઠી
" આજ પછી એ છોકરા ને કેજે કે સોસાયટી ના ગેટ પર છોડવા ના આવે બધા લોકો જોવે તો કેવું લાગે કે જશવંત ભાઈ નો થનારો જમાઇ તેની પત્ની ને ગેટ પર જ મૂકવા આવે છે ઘર સુધી ક્યારેય આવતો નથી " જશવંત ભાઈ બોલ્યાં
" પપ્પા એ આજ પછી ....., " વિધી થોડી અટકી પોતાની ને જોઈ કે પપ્પા શું બોલ્યાં .
પોતે જે સાંભળ્યું તેના પર વિધી ને ભરોસો નહોતો આવી રહ્યો ....
" જમાઇ .... " વિધી પોતાના પપ્પા ને જોઈ રહી
" હા તો જમાઇ બનશે તો જમાઇ જ કહીશ ને નઈ મહેશ ! " જશવંત ભાઈ બોલ્યાં .
" હાસ્તો જમાઇ જ ને " વિધી ના કાકા હસતા હસતા બોલ્યાં .
" કાકા આ બધું ...... " વિધી ને કાઈ પણ સમજ માં નહોતું આવી રહ્યું .
" હાં બેટા તારા પપ્પા અને મને તો બધું ક્યારનું ખબર છે " મહેશ ભાઈ બોલ્યાં .
" અને ફક્ત એમને જ નહિ પણ મને , તારા કાકી , બા અને આ તારા ભાઈ બહેનો બધા ને જ આ વાત ની ક્યારની જાણ છે " વનિતા બેન બોલ્યાં
" તો કયારેય કીધુ કેમ નહિ " વિધી આંસુ લૂછતાં લૂછતાં બોલી
" અમને એવું હતું કે તું કોઈક સારો અવસર જોઈને કહી દઈશ પણ તે તો આટલો સમય વીતવા છતાં પણ કાઈ કહ્યું નહિ તો અમને એમ લાગ્યું કે અમે જ તારી સાથે થોડી મસ્તી કરી લઈએ એ બહાને તુ પોતે બધું કહી પણ દે " મહેશ ભાઈ બોલ્યાં
" હા ...... તમે બધા એ મળી ને મારી સાથે આવી મસ્તી કરી હે પપ્પા " વિધી એ થોડું ગુસ્સા મા પોતાના પપ્પા તરફ જોયું
" મે નઈ હા બેટા આ બધો પ્લાન આ તારી કાકી નો હતો " જશવંત ભાઈ એ શીતલ બેન તરફ ઈશારો કરતા કહ્યું
" હા અને અમે તો તારા કાકી એ કહ્યું તેમ જ કર્યું " વનિતા બેન એ સાથ દીધો
" કાકી તમે .... " વિધી એ કાકી ને જોયા
" અરે ...... મે ક્યારે કીધું આવું ..... હે ...મહેશ " શીતલ બેન બોલ્યાં .
" હા તે જ તો કીધુ હતું કે વિધી આપણા બધા સાથે મસ્તી કરે છે તો આપણે પણ વિધી સાથે થોડી મસ્તી કરી લઈએ " મહેશ ભાઈ બોલ્યાં
" હે ભગવાન ...... તમે બધા એક થઈને મને ફસાવો છો ... વિધી બેટા મે કાઈ એવું નથી કહ્યું હો ..... " શીતલ કાકી વિધી ને મનાવતા મનાવતા બોલ્યાં .
" તમે બધા આવું જ કરો છો મારી સાથે " વિધી પોતાના રૂમ તરફ દોડતા બોલી
" મારા જમાઇ ને કેજે કે મને મળી લે લગ્ન ની વાત કરવી છે હવે તારા હાથ પણ પીળા કરી દઈએ જલ્દી થી " જશવંત ભાઈ રમૂજ કરતા બોલ્યાં .
" પપ્પા તમે પણ ..... તમે બધાં મને હેરાન કરો છો " વિધી શરમાતા શરમાતા પોતાના રૂમ માં ગઈ અને પોતાના લગ્ન પોતે જેને પ્રેમ કરે છે તેની સાથે થશે તેના વિચાર માત્ર થી શરમાઈ ને લાલ થઈ ગઈ .
બીજા દિવસે વિધી સાંજ ના સમયમા જલ્દી તૈયાર થઈ ગઈ કેમ કે આજ તેને પેલા છોકરા ને મળવાનું હતું .
વિધી પોતાનો પર્સ લઈને જઈ રહી હતી
" મમ્મી , હુ જાવ છું હો " વિધી પર્સ માં બધું ચેક કરતા બોલી
" હા બેટા , મારા જમાઇ લેવા આવી ગયા લાગે છે સોસાયટી ના ગેટ પર નઈ ! " વનિતા બેન બોલ્યાં
" હાસ્તો વનિતા " મહેશ ભાઈ હસ્યા .
" પપ્પા તમે પણ .... " વિધી શરમાઈ ગઈ
" હા , જશવંત દીકરી હવે મોટી થઈ ગઈ ... " વનિતા બેન સોફા પર ઓશિકા સરખા કરતા બોલ્યાં .
" હવે તો એને બીજા ઘરે જવું પડશે પોતાનું ઘર અને પરિવાર છોડી ને ...... બીજા પરિવાર ને પોતાનો પરિવાર સમજી ને અપનાવવો પણ પડશે .... હવે એ જ ઘર એનું હશે અને આ ઘર પારકું " પોતાની દીકરી પારકી થવાની છે એના વિચાર થી વનિતા બેન ની આંખો માં થોડી ભિનાશ આવી ગઈ .
" મમ્મી ....... " વિધી પણ આ સાંભળી થોડી રડવા જેવી થઈ ગઈ
" બેટા ...... "વનિતા બેન બોલ્યાં
" નઈ મમ્મી આવું જ હોઈ તો હું તમને કે પરિવાર ને મૂકી ને ક્યાંય નહિ જાઉં , માટે લગ્ન નથી કરવાં " વિધી રડતા રડતા બોલી .
શીતલ બેન અને મહેશ ભાઈ પોતાની વહાલસોયી દીકરી વિધી ને જોઈ રહ્યા .
“ દીકરીઓ જલ્દી મોટી થઈ જાય છે , નઈ મહેશ ! ”
આમ બોલતા શીતલ બેન ની આંખો માંથી પણ અશ્રુઓ ની ધારા વહેવા માંડી .