Nandini.... Ek Premkatha - 9 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 9

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 9




     ન્યાયાધીશ પોતાની બેઠક પર છે. બંને પક્ષનાં વકીલ હાજર છે.

ભાનુ પ્રતાપસિંહ નાં વકીલ(ઘોષણા કરતા)
"માનનીય ન્યાયાધીશ શ્રી",
કોર્ટરૂમની અંદર ગમગીની છવાઈ ગઈ હતી. ગામના બધા લોકો આશાભરી નજરે શૌર્ય અને તેના વકીલ તરફ જોઈ રહ્યા હતા. શૌર્યનો વકીલ ઊભો થયો અને નમ્ર અવાજે જજ સમક્ષ પ્રસ્તાવ મુક્યો:
અમારી તરફથી વિનંતિ છે કે આ જમીન અમે કોઈ વ્યાપાર માટે કે નફા માટે માંગતા નથી. અમે સેવાભાવના ઉદ્દેશ્યથી માંગીએ છીએ.અમે ગાઢ જંગલ બનાવવા માંગીએ છીએ. ઘાયલ પશુ પંખી ને સાચવવામાં આવે, રખડતી ગાયો ને આશરો મળે. 

જજ એ શાંતિથી મોઢું ઉંચું કરી પુછ્યું:
"તમારી આ વાતોનો પુરાવો શું છે? એ જમીનનો સાચો હેતુ શું રહેશે?"

શૌર્ય ના વકીલે તરત જ કેટલાક દસ્તાવેજો અને યોજનાઓ જજ સમક્ષ રજૂ કરે છે —  જેમાં એ જમીન દત્તક લઈ વન્યજીવો નું રક્ષણ કરવાનાં વિકાસ માટેનાં પ્લાન કરવા માંગે છે.

ગામનાં લોકો નાં વકીલ... "માનનીય ન્યાયાધીશ શ્રી" હું આ નિવેદનનો સખત વિરોધ કરું છું. આ માત્ર જમીનનો વ્યવહાર નથી – આ ગામના લોકોની જીંદગી, વારસો અને ઓળખાણ નો મુદ્દો છે.
મારા પક્ષ નો દાવો છે કે આ લોકો ખોટા સેવા ભાવ દર્શાવી બિઝનેસ માટે જમીન લેવા માંગે છે.
"આ જમીનના માલિકો ગામના લોકો છે, અને તેમના પૂર્વજોએ સેવા માટે કાઢેલી છે તો આ સમાન્તે કોઈ વ્યક્તિગત ભેટ તરીકે લેવી યોગ્ય નથી. અને જો કોઈ સેવા કરવાનો જ હેતુ છે, તો એ ગામની પંચાયત દ્વારા થવું જોઈએ, કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં."
"ગ્રામજનોના કેસ માટે જે વકીલ ને હાયર કર્યો હતો તેની દિકરી "શ્રુતિ" આ કેસ લડી રહી હતી જે તેનો પ્રથમ કેસ છે,અને મુખ્ય વાત એ કે તે નંદિની ની બેસ્ટ ફ્રેન્ડ છે, જે ને ડિબેટ માં કોઈ ના હરાવી શકે".(બધાં લોકો આશ્ચર્ય છે કે કેસ તો મોહન ભાઈ તેમના પિતા કેસ લડવાના હતા)

જજ સાહેબ: તમારી પાસે કંઈ પુરાવા છે?
હા! માનનીય ન્યાયાધીશ, શ્રુતિ બધા અસલી દસ્તાવેજો રજૂ કરે છે.
જજ સાહેબ દસ્તાવેજો નું અવલોકન કરી કહે છે કે આ જમીન ની કોઈ એક માલિકી હક નહિ ધરાવી શકે.આ જમીન સેવા માટે ગિફ્ટ માં આપેલી છે.

માનનીય ન્યાયાધીશ: અમારા પક્ષ નો દાવો જમીન જપ્ત કે ખરીદવાનો વિચાર  કે કોઈ પણ પ્રકારની લાલચ નથી. અમે તો બસ એમાં સેવા ભાવે વિકાસ સાધવા માંગીએ છીએ.
અમે ઇચ્છીએ છીએ કે એમાં અમારું સંપુર્ણ યોગદાન હોય.

માનનીય ન્યાયાધીશ: "ગામ આદિથી જ શાંતિપ્રિય અને કૃષિપરત સમાજ છે. આ જમીન અમારા પૂર્વજોની  ધરોહર છે. પછી ભલે સેવા માટે આપેલી હોય, આવું વિકસિત વિસ્તાર બનાવવાનું નામ લઈ ગામડાંની ધરોહર કબજે કરી એ ન્યાયિક રીતે ખોટું છે. પ્રજાનું હિત એ પ્રથમ છે, કોઈ એક ધનિક ની લાલસા નહી. અને રહી વાત જંગલ બનાવવાની તો એતો ગામનાં લોકો એ શરૂ પણ કરી દીધું છે."તો એમાં સામેવાળા પક્ષ નો  સેવા માટે નો સ્વાર્થ તો કંઈ દેખાતો જ નહીં....

જજ સાહેબ આ તદ્દન ખોટા આરોપો છે. અમારી પાસે લીગલ દસ્તાવેજો છે,તમારી ઈજાજત હોય તો તમારી સમક્ષ રજુ કરું? 
ઈજાજત છે.
મીસ્ટર માથુર જજ સાહેબ સામે દસ્તાવેજો રજૂ કરે છે.
દસ્તાવેજો જોઈ જજ સાહેબ: આ દસ્તાવેજો સંપુર્ણ પણે લીગલ છે. દસ્તાવેજ મુજબ ભાનુ પ્રતાપસિંહ ઇચ્છે તો એ જમીન નો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરી શકે છે,પરંતુ તે તેમાં માત્ર સેવા કરવાનો વિચાર રજૂ કરે છે.

શૌર્ય ઊંડા હાસ્ય સાથે નંદિની સામું જોઈ. પરંતુ નંદિની ને જરાય ચિંતા ન હતી. તેના ચહેરા પર નાં ભાવ થી સાફ દેખાઈ રહ્યું હતુ કે તેનામાં સંપુર્ણ આત્મવિશ્વાસ છે કે કેસ અમે જીતીશું.નંદિની ને પણ સ્વાભિમાની નજરે શૌર્ય સામું જોયું. શૌર્ય ને સમજાય ગયું હતું કે નંદિની ના મગજ માં કઈ તો ચાલી રહ્યું છે.

માનનીય જજસાહેબ: આ દસ્તાવેજો નકલી બનાવવામાં આવ્યા છે, જ્યારે મિસ્ટર માથુર ના ક્લાઈન્ટ ની પાસે સાચાં પુરાવા હતા તો ભાનુ પ્રતાપસિંહ ને ગામનાં મુખિયા શ્યામલદાસ ને ધમકી કેમ આપવી પડી? જ્યારે એની ધમકીની અસર ગામજનો પર ન થતાં તેમના પુત્ર શૌર્ય ને કેમ ફરી જમીન ખરીદવા અંગે ગામમાં મોકલવામાં આવ્યો હતો? શું કામ જજ સાહેબ? જ્યારે તેની પાસે બધાં પ્રૂફ હતા તો શા માટે?

હું આનો જવાબ જણાવીશ: મીસ્ટર માથુર બોલ્યા.
જજ સાહેબ મારા ક્લાઈન્ટ ગામમાં ગયા હતાં એ સાવ સાચું છે પણ તેમને કોઈ ને ધમકી નથી આપી. એતો ગામવાળા પક્ષ સમક્ષ હાથ મળાવી સાથે જમીન પર કામ કરીશું એવા પ્રસ્તાવ રજૂ કર્યા હતાં. મારા ક્લાઈન્ટ ને ગામનાં લોકો કે ગામ માંથી બહાર નીકળો એવા શબ્દો ના પ્રયોગ કરી અપમાનિત કરવામાં આવ્યા હતા.

જજે બંને પક્ષોની દલીલો સાંભળી અને કહ્યું:
"કોર્ટ નિર્ણય આપવા માટે થોડો સમય લેશે. આપ સૌને વિનંતિ છે કે શાંતિ જાળવો."

કોર્ટનો સમય સમાપ્ત થયો.
જેમ જેમ ન્યાયમૂર્તિ પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરવાના હોય છે, એવામાં નંદિની સાહસભરી ઉભી થઇ.  સૌનું ધ્યાન એની તરફ ખેંચાય છે. તેની આંખોમાં જ્વાળા છે અને હાથમાં જૂના કાગળોનો એક મોટો બંડલ છે.

નંદિની સીધા ન્યાયમૂર્તિ સમક્ષ આવીને નમ્ર અવાજે પરવાનગી માગે છે:
માનનીય ન્યાયાધીશ હું નંદિની. આ પુરાવાઓ સાબિત કરે છે કે આ જમીન પર ગામલોકોની કાયદેસર માલિકી છે અને જૂના કાયદાઓ હેઠળ આ જમીન ખાસ રક્ષણભરેલી છે, જેને કોઈ પણ ઉદ્યોગ કે સેવા માટે કબજે કરી શકતા નથી!"

કોર્ટમાં એકસાથે હલચલ મચી જાય છે. વકીલો ચમકી ઊઠે છે, મારી પાસે પુરાવા છે. જજ સાહેબ આમાં સ્પષ્ટ દર્શાવેલું છે કે ઘણાં વર્ષો પહેલાં ગામમાં આમજ જમીન ખરીદવા માંગતા અને સેવાનો ભાવ દર્શાવતાં, ગામજનોને ઘણી લાલચ પણ આપવામાં આવતી ત્યારે ગામનાં વડીલો એ મળી એ મોટો નિર્ણય લીધો. આ જમીન પર ગામનાં દરેક સભ્યો માલિકી હક ધરાવશે. આ દસ્તાવેજો મે કલેક્ટર કચેરી એ તપાસ કરાવ્યા ત્યારે તેમને નોટીસ આપી કે કોઈ પણ અન્ય વ્યક્તિ ગામનાં હિત માટે કે મોટા કન્સ્ટ્રકશન માટે કોઈ ઉપયોગ નહિ કરી શકે.આ રહી તેની નોટીસ. આ જમીન ફક્ત ગામના લોકો જ ઉપયોગ કરશે.

જજ સાહેબ તમારી પરવાનગી હોય તો હું તમને કઈ સંભળાવવા માંગુ છું?
હા! સંભળાવવાની પરવાનગી છે.
નંદિની ની એ ફોન કાઢી ભાનુ પ્રતાપસિંહ અને શૌર્ય એ તેના ઘર પર આવી જે ધમકી આપી તેનો સંપૂર્ણ વોઈસ રેકોર્ડિંગ સંભળાવ્યું. 

મીસ્ટર માથુર અને તેના ક્લાઇન્ટ ભાનુ પ્રતાપસિંહ અને શૌર્ય ને આઘાત લાગ્યો, બંને ગુસ્સાથી લાલઘૂમ થયા.


શું હશે જજ સાહેબ નો જવાબ?
શું શૌર્ય નંદિની ના રેકોર્ડિંગ પર ગુસ્સે થશે?

જાણવા આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા