Second Choice in Gujarati Short Stories by prakash teraiya books and stories PDF | સેકન્ડ ચોઇસ

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

સેકન્ડ ચોઇસ

              સેકન્ડ ચોઇસ એ એક અદભુત શબ્દ છે. આમ તો એનો અર્થ બીજો વિકલ્પ થતો હોય છે. લોકો ને પસંદગી માં વિકલ્પો મળતા હોય છે. પોતાની પસંદગી પ્રમાણે તે પહેલો , બીજો ક્રમ આપતા હોય છે. જીવન ના દરેક તબક્કે પસંદગી માં આ સેકન્ડ ચોઇસ લોકો પાસે હોય છે. જો કે ઘણા લોકો ને પસંદગી નો અવકાશ મળતો નથી. સેકન્ડ ચોઈસ એ અત્યાર ના યુગ માં સંબંધો માં ખુબ જ ઉપયોગ થાય છે. ચાલશે આ શબ્દ થી લોકો મન ને મનાવી લેતા હોય છે. 

               સંબંધો ની અંદર આ સેકન્ડ ચોઇસ ક્યારેક દુઃખ આપનારું બની રહે છે. જીવન ના દરેક સંબંધો માં સેકન્ડ ચોઈસ હોય છે. મમ્મી પપ્પા માટે પોતાના સંતાનો માં પણ એવું હોય શકે. પ્રેમી કે પ્રેમિકા માટે પણ સેકન્ડ ચોઈસ હોય છે. દરેક સંબંધો માં અમુક વ્યક્તિ સેકન્ડ ચોઈસ બનતી હોય છે. 

              આ સેકન્ડ ચોઈસ બનનાર વ્યક્તિ માટે પરિસ્થિતિ અઘરી હોય છે. તમે કોઈ વ્યક્તિ માટે સેકન્ડ ચોઈસ હોય તો એ વ્યક્તિ ને તમારી જરૂરિયાત નથી પણ તમારો ઉપયોગ પુરે પૂરો થાય છે. એના માટે જે પહેલી પસંદગી હોય એના વિકલ્પ માં આ સેકન્ડ ચોઈસ રહે છે. જ્યારે પહેલો વિકલ્પ જવાબ નો આપે કે કાઈ કામ માં ના આવે ત્યારે આ સેકન્ડ ચોઈસ નો ઉપયોગ થાય છે. લાગણી ની બાબત માં પણ આમ જ હોય છે. સેકન્ડ ચોઈસ ગમતી હોય છે પણ એ એક વિકલ્પ તરીકે હોય છે. સેકન્ડ ચોઈસ જીવન માં હોય તો એનો ભરપૂર ઉપયોગ થાય છે અને એ જ્યારે જીવન માં થી જતી રહે ત્યારે એનો એટલો બધો અફસોસ હોતો નથી. મમ્મી પપ્પા ના બે સંતાન હોય તો લાગણી બંને સંતાનો માટે હોય છે અને એની લાગણી માં કાઈ ફેર હોતો નથી. પણ એકાદ સંતાન મમ્મી ને વધારે વહાલું હોય છે અને એક પપ્પા ને વધારે વહાલું હોય છે. તેઓ ભેદભાવ કરવા માંગતા નો હોય પણ કઈક જેમ જેમ સમય પસાર થાય એમ થોડોક ફેર પડતો હોય છે. એક પરિવાર માં ભાઈ ને બે બહેનો હોય તો એમાં બાળપણ માં કોઈ ભેદભાવ હોતો નથી પરંતુ વધારે ઉંમર થતાં થોડોક ફેર જરૂર પડે છે. એક બહેન વધારે વહાલી બની શકે છે. આ સંબંધો માં લાગણી માં ક્યારેય ફેર પડતો નથી પણ ક્યારેક વર્તન માં આ બાબત દેખાઈ આવે છે જો કે આવા બધા સંબંધો માં સ્વભાવ પણ મહત્વ નો ભાગ ભજવે છે. 

             સેકન્ડ ચોઈસ બનનાર વ્યક્તિ જીવન માં જરૂરી તો હોય જ છે પણ એની ગેર હાજરી વધારે દુઃખ આપનાર બનતી નથી. જીવન ના દરેક સંબંધો માં કોઈ ને કોઈ વ્યક્તિ સેકન્ડ ચોઈસ કોઈક ના જીવન માં હોય છે. ફર્સ્ટ ચોઇસ અને સેકન્ડ ચોઈસ વચ્ચે લાગણી નું અંતર વધારે નહિ હોય. બંને વચ્ચે પાતળી રેખા જ હોય શકે છે. ઘણી વાર એવું થતું હોય છે કે આપણી પ્રથમ પસંદગી હાજર ના હોય ત્યારે સમય પસાર કરવા માટે આ સેકન્ડ ચોઈસ નો ઉપયોગ કરવા માં આવે છે. વોટ્સઅપ ની દુનિયા માં આવું ઘણી વાર બનતું હોય છે. બાળપણ માં મિત્રો માં આવું હોતું નથી પણ ઉંમર લાયક થયા પછી એમાં થોડોક ફેરફાર આવતો હોય છે. આ સાથે હોય તો વધારે મજા આવે એવું સાંભળવા મળતું હોય છે. 

               આમ સેકન્ડ ચોઈસ બનનાર વ્યક્તિ એ ક્યારેક લાગણી ઓ માં ગુમાવવાનું બનતું હોય છે.