Dark color...marriage breakup....27 in Gujarati Moral Stories by Heena Hariyani books and stories PDF | શ્યામ રંગ...લગ્ન ભંગ....27

Featured Books
  • एक अनोखा डर

    एक अनोखा डर लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००रात के...

  • Haunted Road

    उस सड़क के बारे में गांव के बुजुर्ग कहते थे कि सूरज ढलने के...

  • वो इश्क जो अधूरा था - भाग 18

    अपूर्व की ऑंखें अन्वेषा के जवाब का इन्तजार कर रही थी। "मतलब...

  • अनकही मोहब्बत - 7

    ‎‎ Part 7 -‎‎Simmi के पास अब बस कुछ ही दिन बचे थे शादी के।‎घ...

  • डायरी

    आज फिर एक बाऱ हाथों में पेन और और डायरी है, ऐसा नहीं की पहली...

Categories
Share

શ્યામ રંગ...લગ્ન ભંગ....27

                        જીવનમાં અમુક ઘટનાઓ જીંદગીના અને દુનિયાદારીના પાઠ ભણાવવા જ ધટતી હોય છે.માણસ એમાંથી કાં કશુંક શીખે છે અને કાં કશુંક ગુમાવે છે.હા, પણ એક વાત પાક્કી કે આવી ઘટનાઓ માણસને વધારે મજબૂત તો બનાવે જ છે.જીવનના સફરમાં અમુક ઠોકર જ એવી લાગે છે જેનાથી માણસ અંદરથી આહત થઈ જતો હોય  છે.એમાં પણ જો સ્ત્રીઓનો સંઘર્ષ અને પુરુષ આ સંઘર્ષમાં ઘણો તફાવત હોય છે.બસ, આ જ વાત અનંત રાતના એકલા એકાંતમાં પોતાની અગાશી પરથી ચાંદ અને તારાઓને જાણે બધી મુંઝવણ કહી રહ્યો હોય એમ આકાશ સામે તાકીને બેઠો હતો અને જાણે પોતાની સાથે જ વાતો કરી રહ્યો હતો.

    બસ, કાલની સવારથી તો તેના ઘરમાં આરાધનાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ  જશે.હવે દિવસો ય માત્ર ગણ્યા ગાળ્યા બચ્યા છે. આરાધના અહીં જેટલા દિવસ છે એટલા દિવસ રોજ એને પોતે કેટલી સ્પેશિયલ છે મારા માટે અને અહીં સૌ માટે એનો અહેસાસ હું તેને કરાવીશ પછી ભલે આખી જીંદગી એ મને મળે કે ન મળે અમે આ જે થોડા દિવસમાં યાદો બનાવી છે અને બનાવીશુ એ આરાધનાને અને મને બન્નેને પૂરી જીંદગી આ યાદોની ભેટ એકબીજાને આપીને છુટા પડીશુ અને આરાધનાના લગ્ન પછી ભલે અમે બન્ને દુનિયાના ગમે તે છેડે હોય આ યાદોને દિલમાં સંભાળીને રાખીશુ.

        સગાઈના દિવસે અમને જે રીતે મારી સાથે વાત અને વર્તન કર્યુ હતુ. તે જોઈ આરાધના બિચારી કેટલી પરેશાન થઈ ગઈ હતી અને ભોળી આરાધના હજુ તો એ જ જાણવા મથી રહી છે કે અમન અને મારી વચ્ચે એવી તે શું  વાત થઈ ગઈ કે હું તાત્કાલિક ફંકશન છોડી જતો રહ્યો.ખેર, એ તો અમન અને મારા વચ્ચેની વાત છે ,એ વાતનો અણસાર પણ હું આરાધના સુધી પહોંચવા નહી દઉ.અમન આરાધનાનો પહેલો પ્રેમ છે અને એ પ્રેમ તેને મળવો જ જોઈએ.એના માટે જે કરવુ પડે એ હું કરીશ,  બસ, મારી દોસ્ત ખુશ રહેવી જોઈએ.મને અમન ઉપર તો જરા પણ ભરોસો નથી પણ મારી દોસ્ત પર મને પૂરેપૂરો ભરોસો છે. તે અમનને તેના પ્રેમ અને સુઝબુઝથી સુધરશે અને તેનો આ સંબંધ અને સંસારને સંભાળી લેશે. તે દેખાવમાં શ્યામ છે પણ દિલ અને દિમાગ તો Real diamond 💎 છે.જેમ જેમ લગ્ન જીવનની સફરમાં આગળ વધશે તેમ તેમ દુનિયા દારૃની ભાન પણ આવતી જશે. બસ, લગ્ન પહેલા ના આ પંદર દિવસ હું આરાધનાને ખૂબ  ખુશખુશાલ જોવા માંગુ છુ.અનંત આરાધનાનો એક જ એવો મિત્ર હતો જે દિવસ રાત આરાધનાની ખુશીઓ ની આરાધના કરતો હતો.બસ, આ જ આરાધનામાં ક્યારે નિંદર માં સરી પડ્યો એની ખબર જ ન રહી.

      પછીની સવારમાં આંખ ખૂલતા ની સાથે અનંતને તેના મનમાં પહેલો વિચાર એ જ આવે છે કે

   ચાલ, અનંત ઉઠ તારી ફ્રેન્ડના લગ્ન થવાના છે, લગ્ન વાળા ઘરમાં તૈયારીઓ પણ કેટલી કરવાની હોય છે. તું આમ સૂતો રહીશ તો તારી ફ્રેન્ડને કમ્પલેઈન કરવાનો મોકો મળી જશે કે ફ્રેન્ડના લગ્ન છે ને હું કઈ કામ જ કરતો નથી.અનંત તો ફટાફટ પહોચી ગયો આરાધનાના ઘરે.

     અનંત આરાધનાના ઘરે પહોચી આરાધનાના ઘરમાં આરાઘનાને જ શોધવા લાગે છે. ત્યાં અચાનક અનંતની નજર આરાધના પર પડે છે અને જોવે છે કે આરાધના કઈક ખોવાયેલી ખોવાયેલી લાગી રહી હતી જાણે કોઈ ઉંડા વિચારોમાં હોય એવુ જણાય રહ્યુ હતુ.અનંતને પહેલો વિચાર તો એ જ આવ્યો કે હા, લગ્ન પહેલા તો દરેક છોકરીને તેની અંદર એક અજાણ્યો ડર હોય કે સાસરે જશે ત્યારે તેની આસપાસ બધુ જ બદલાઈ જશે.આસપાસ ના લોકો બદલાઈ, ઘર બદલાઈ, જવાબદારીઓ બદલાઈ, અને સૌથી અગત્યનુ જેણે આપણને જન્મ આપ્યો હોય અને લાડ લડાવી  મોટા કર્યા હોય એ માતાપિતાને છોડીને પતિના માતાપિતાની આજ્ઞામાં રહેવાનુ, આ બધુ તાત્કાલિક આવેલો બદલાવ સ્વિકારવો કોઈપણ છોકરી માટે સહેલુ તો નથી જ. હતો. આરાધના પણ અત્યારે આવી જ કોઈ મનોદશા માંથી પસાર થઈ રહી હશે.અનંત આરાધનાની નજીક જાય છે.   

     હાઈ, આરાધના.. આવુ અનંત બેથી ત્રણ વખત આરાધનાને કહે છે, પણ  આરાધના કોઈક બીજા જ વિચારોમાં ખોવાયેલી હતી.તે અનંતને કોઈ જ રિસ્પોન્સ આપતી નથી.

    અનંત પણ વિચારમાં પડી જાય છે કે લગ્ન માટે તો દરેક છોકરી ને એક એક્સાઈટમેન્ટ હોય છે.ખુશ રહેતી હોય છે .એક આતુરતા હોય છે પણ આ બધાંજ ભાવ આરાધનાના ચહેરા પર ક્યાંય  જ દેખાતા ન હતા.તેના ચહેરા પર એક અજીબ જ વિસ્મય છવાયેલો હતો. આરાધનાની અંદર શું તોફાને ચડ્યુ છે તે અનંત ને જાણવુ હતુ પણ કઈ વાત કરશે ને ફરીથી આરાધના નારાજ થઇ જશે અને આવી બ્યુટીફૂલ બ્રાઈડ ટુ બી ને તે હર્ટ કરવા નતો ઈચ્છતો.

   પણ, થોડા જ દિવસોમાં સાસરે જનારી આરાધનાની અંદર ઉઠેલુ આ તોફાન શું હશે? અનંત પણ સાસરે જનારી તેની દોસ્ત ના ચહેરા પર લગ્ન ની ખૂશીને બદલે આટલો વિસ્મય જોઈ શકે છે પણ ખરેખર આરાધનાને અંદરથી શું કોરી ખાતુ હશે? જાણવા માટે વાંચતા રહો શ્યામ રંગ...લગ્ન ભંગ...28