આગળ ના ભાગમાં જોયું કે આરવ અને ભાર્ગવ બંને કોલ ઉપર વાત કરી રહ્યા હતા આરવ ના આવા છોકરી બદલવા ના શોખ ના કારણે બધા માટે આરવ માત્ર ટાઈમ પાસ કરનાર છોકરો બની ગયો હતો આરવ ને આજ સુધી કોઈ છોકરી એવી મળી નહોતી કે આરવ ને આમાં થી બહાર લાવી અને તેના પ્રેમમાં સમર્પિત થઈ જાય...
આરવ ભાઈ ક્યારે આવે છે ઘરે હું તારી રાહ જોવું છું તને ખબર છે ને કે તું જમે પછી જ હું જમુ છું તો ક્યાં રહી ગયો ભાર્ગવ આરવ ને હક થી કહે છે કહે પણ કેમ નહિ ભાર્ગવ આરવ નો બેસ્ટ બડી જો હતો .
યાર તું રોજ મારા માટે ભૂખ્યો કેમ રહે છે તને ખબર છે ને મારું આવવા નું કઈ નક્કી ના હોય તું જમી લે ને યાર આરવ ભાર્ગવ ને સમજાવતા કહે છે .
10 મિનિટ ની અંદર મારે તો ઘરે જોઈએ બાકી આજ નહિ જમીશ એટલું બોલી ને ભાર્ગવ કોલ કટ કરી દે છે અને હોલ માં આમ થી તેમ આંટા મારે છે ત્યાં આરવ ભાગતો ભાગતો આવે છે અને બને સાથે જમે છે આ ભાર્ગવ ની આદત હતી જો આરવ ખોટા બહાના બનાવે તો એને કેમ સીધો કરવો એ એને ખ્યાલ હતો .
બડી હું હવે કલ્બ માં જાવ છું મને આવતા લેટ થશે તું શાંતિ થી સૂઈ જજે ઓક્કે અને તારું ધ્યાન રાખજે હું જાવ એટલું કહેતા તો આરવ પુર ઝડપે જતો રહ્યો ભાર્ગવ પણ હસી ને પોતાના રૂમમાં જતો રહ્યો આ છોકરો કયારેય નહિ સુધરે...
આરવ ને જોતા જ જાણે છોકરીઓ ને તો કામદેવ ધરતી ઉપર આવી ગયા હોય એવો અહેસાસ થાય કોઈ પણ છોકરી તેના આ રૂપમાં મોહિત થઈ જાય એ કોઈ નવી વાત નહોતી ...
આરવ સીધો બાર ઉપર ગયો ત્યાં ડ્રીંક કરી રહ્યો હતો ત્યાં તો કેટલીય છોકરીઓ એને પામવા માટે અલગ અલગ તેવર આજમાવી રહી હતી એમાં થી એક છોકરી સાથે ડાન્સ કરવા જતો રહ્યો અને દરરોજ ની માફક આજે પણ એક રાત વિતાવવા માટે લઈ આવ્યો અને જાણે જાનવર બની જતો હોય એમ છોકરી ના શરીર ને મસળી રહ્યો હતો અને છોકરી પણ જાણે આવું રૂપ જોઈ ને પાગલ ની જેમ તેને સાથ આપી રહી હતી પોતાની આદત ની માફક જ્યારે આરવ થાકી ગયો એટલે પેલી છોકરી ને ત્યાં જ સુવા દઈ પોતાના રૂમમાં આવી ને સુઈ ગયો ...
છોકરી અડધી રાતે ત્યાં થી નીકળી ને જતી રહી સવારમાં આરવ જીમ કરવા જતો રહ્યો તેને કોઈ પરવા નહોતી કે તેની સાથે જે છોકરી રાતે હતી તે ક્યાં છે કે કેમ એ છોકરી ની માહિતી લઈ તેના ખાતા માં પૈસા જમાં કરાવી દીધા એને એવું હતું કે દરેક વસ્તુ પૈસા થી ખરીદી જ શકાય બસ એ એ જ કરી કરી રહ્યો હતો ...
ભાર્ગવ પણ રેડી થઈ ને નાસ્તો કરવા માટે ટેબલ પર આવ્યો બંને એ સાથે નાસ્તો કર્યો અને ઓફીસ એ જવા માટે નીકળી ગયા ...
આરવ આજે રાત્રે મારે તારા કોઈ બહાના ન જોઇએ આજે આપણે કાકીમાં ને મળવા ઘરે જઈ રહ્યા છે અને કાકા નો પણ કોલ હતો કે એ લોકો આપણે બહુ યાદ કરે છે તો તું આજે સમયસર ઘરે આવી જજે ભાર્ગવ એ કીધું .
આરવ એ પણ મસ્તી ભર્યા અંદાજ માં કીધું ઓક્કે બોસ જેમ તમે કહો એમ બંને હસવા લાગ્યા ત્યાં જ ઓફીસ આવી ગઈ અને પોતપોતાના કામ ઉપર લાગી ગયા ..
નવા કર્મચારી ની ભરતી કરવા નું કામ મોટાભાગે ભાર્ગવ જ કરતો પણ આજે તેને કોઈ કામ હોવા થી તેનુ કામ આરવ એ કરવા નું હતું આરવ આમ તો ખડુસ બોસ હતો અને પોતાના કામ માં એ ખૂબ ચોકસાઈ રાખતો એટલે જ આજે એની કંપની એટલા સારા લેવલ સુધી આવી શકી હતી ..
એક પછી એક દરેક ને લાયકાત અનુસાર સિલેક્ટ કરી એને સિલેક્ટ કરેલા લોકો ને વારાફરતી અમુક પ્રશ્નો પૂછવા પોતાની ઓફિસમાં બોલાવ્યા અને સિલેક્ટ કરતો ગયો ..
હેલ્લો સર અવાજ સાંભળતા આરવ એ તેની સામે જોયું તો જોતો જ રહી ગયો એકદમ પરફેક્ટ એવું કહીએ તો ચાલે એવી છોકરી એની સુંદરતા માં કોઈ પણ મોહી જાય એવી આરવ તો જાણે એમ મોહિત જ થઈ ગયો ...
આશા રાખું છું કે તમને આ ધારાવાહિક ગમે સાથે સાથે એક આજીજી પણ છે કે વાર્તા ગમે તો તમારા અમૂલ્ય પ્રતિભાવ આપી અને ઉત્સાહ વધારવા માં મદદ રૂપ થવો ...😊
Thanks for reading ❣️
:- ધૃતિબા રાજપૂત