હેલ્લો મીત્રો આપણે જોયું કે વ્યાના આરવ ની ઓફીસ માં ઇન્ટરવ્યુ આપવાં માટે આવે છે અને સાથે તેના નૉલજ ના આધારે તેનું સિલેકશન પણ થઈ જાય છે ....
આરવ અને ભાર્ગવ પણ ઑફિસ થી આરવ ના મમ્મી પપ્પા ને મળવા માટે ઘરે જાય છે ત્યાં પણ આરવ એકદમ વિચારોમાં ગુમ હોય છે...
ભાર્ગવ આરવ ના મમ્મી પાપ્પા ને પોતાના જ મમ્મી પપ્પા માનતો કારણકે ભાર્ગવ નાનો હતો ત્યારે જ તેના મમ્મી પપ્પા કાર એક્સિડન્ટ માં મુત્યુ પામ્યા હતા અને ત્યાર થી આરવ ના મમ્મી પપ્પા એ તેને દીકરા જેવો જ પ્રેમ આપી ને મોટો કર્યો હતો આમ ભાર્ગવ એ આરવ ના પપ્પા ના ફ્રેન્ડ નો દીકરો હતો પણ એને પોતાના બાળક જેટલો જ પ્રેમ આપ્યો અને ક્યારેય અંતર કર્યો નથી સામે ભાર્ગવ માટે પણ એ બંને જીવ જેવા હતા ....
હવે આગળ..... હા આપણા હીરો તો હજુ ખોવાયેલ જ હતા અને હોય પણ કેમ નહિ કારણ કે આજે પહેલી વાર કોઈ છોકરી માં એટલો રસ પડ્યો હોય એવું બન્યું હતું અને પેલી વખત આરવ ને એવું લાગ્યું હતું કે પૈસા થી ઉપર પણ કોઈ વ્યક્તિ હોય શકે ..
ઓ હીરો ક્યાં ગુમ છે તું ચાલ સૂઈ જઈએ , કાલ સવારે ઑફિસ એ જવા નું છે ભાર્ગવ આરવ ને કહે છે ..
ભાર્ગવ ચલ ના આપણે મેન્શન એ જતા રહીએ મને કામ છે મમ્મી ને કહી દે આપણે લોકો જઇએ છે પાછા આવશું ચલ હું નીકળું તું કહી ને આવ ચલ ફટાફટ બ્રો હું જાવ એટલું બોલતાં ની સાથે તો એ સડસડાટ નીકળી પણ ગયો ખબર પણ ન પડી...
ભાર્ગવ વિચારતો રહ્યો આ છોકરા નું પણ કંઈ નક્કી નથી રહેતું શુ કરે એ એ આરવ ના મમ્મી ને કહી ને પછી એ પણ ફટાફટ નીકળી ગયો ...
આરવ અને ભાર્ગવ જતા રહ્યા પોતાના મેન્શન માં ત્યાં પણ આરવ એકદમ ચુપ્પી માં ખોવાયેલો હતો ભાર્ગવ એ પૂછ્યું પણ એને કઈ વધુ જવાબ ન આપ્યો એટલે તે પણ ફોન લઈ ને બેસી ગયો ...
અચાનક થી લાંબા સન્નાટા બાદ આરવ બોલ્યો , ભાર્ગવ આજે પેલી છોકરી આવી હતી ખબર તને ઇન્ટરવ્યુ માટે ભાર્ગવ ને એમ કે એની શું એવી વાત હશે તો એણે રસ થી પૂછ્યું કોણ.... આરવ કહે છે જે આજે સિલેક્ટેડ થઈ છે બહુ નૉલેજ હતું એના માં ભાર્ગવ આખરે છે તો તેનો જ ફ્રેન્ડ એટલે એને તરત જ પકડાઈ ગયું કે આરવ ની ટાંકણી ક્યાં અટકી છે એણે પેલા જ કઈ દીધું ભાઈ એ હોશિયાર પણ હતી અને તારે જે આશા છે એ ટાઇપ ની પણ નથી એમ કહી ને હસવા લાગ્યો...
આરવ નો ચહેરો પડી ગયો ક્યાંક એને પણ ખબર હતી કે આ છોકરી બધી છોકરીઓ જેવી નથી અને તેના માટે તેને કોઈ ખરાબ વિચાર પણ આવ્યો નહીં આરવ જાણવા માગતો હતો ને એના પાસે બેસી ને અનેક વાતો કરવા માગતો હતો પણ આ બધું હાલ તો ખાલી વાતો માં જ શક્ય હતું કારણ એક એમ એ જલ્દી થી માની જાય એમ હતી નહીં ઘણા પાપડ બેલવા પડે એમ હતા તેના માટે આવું વિચારી ને આરવ નવ્યા ને વિચારતા વિચારતા જ સૂઈ ગયો ...
આ બાજુ વ્યાના ને તો જાણે કોઈ ની સાથે કઈ મતલબ ન હોય એ રીતે શાંતિ થી ઊંઘી ગઈ છે અને પોતાની સપના ની દુનિયા માં સમાયેલી છે ....
જોઈએ હવે આગળ ના ભાગ માં વ્યાના શું શું પરિવર્તન લાવે છે આરવ ની જિંદગી માં અને શું આરવ બદલશે વ્યાના માટે વાંચતા રહો આ ધારાવાહિક અને તમારા અમૂલ્ય પ્રતિભાવો આપતાં રહો....
Thank you for reading 💖
:- ધૃતિબા રાજપૂત