પ્રકરણ:14
રુદ્રએ રિઝલ્ટ ચેક કર્યું હતું.તેને થોડીવાર તે જોઈ તેના પોતાના મગજ પર જ ભરોસો નહોતો થઈ રહ્યો.તેનો ઓલ ઇન્ડિયા રેન્ક 31 હતો.તેના વિચાર્યા કરતા તે ઘણો વધારે હતો.દિયાનું રિઝલ્ટ પણ તેને ચેક કર્યું હતું.તેનો રેન્ક 35 હતો.રુદ્ર આજ જેટલો ખુશ પહેલા રિકવરી ફેઝ મળ્યા ત્યારે હતો.બંનેએ એકબીજા ને કોંગ્રેચ્યુલેશન કહ્યું.તે દિવસે તેઓ લગભગ આખું સુરત ફર્યા હતા.
*****************
એક મહિના પછી
"ઓય કાલે હવે એડમિશનની લાસ્ટ ડેઈટ છે ચાલ આજે ભરી નાખીએ એમ પણ તે બહુ મોડું કર્યું"દિયાએ રુદ્ર સામે જોઈને કહ્યું.
"હા,થોડું મોડું થઈ ગયું.જિંદગીની આજ મજા છે.બધું ટાઈમ પર થી જાય તો મજા શેની?" રુદ્રએ કહ્યું.ત્યારે જ તેનો ફોન રણક્યો હતો.તેમાં રવિનો ફોન હતો.
"અરે રવિ બોલ બોલ.રિઝલ્ટ બાદ તારો કોલ જ ન આવ્યો.કેવું રહ્યું રિઝલ્ટ" રુદ્રાએ વાત શરૂ કરતા કહ્યું.
"યાર,રિઝલ્ટ તો સારું જ છે પણ..."
"પણ શું?!" રુદ્રાએ કઈક અધિરાઈથી પૂછ્યું.
"યાર મેં ચેક કર્યું છે,ફક્ત એક રેન્ક માટે હું એઇમ્સ દિલ્હીમાં એડમિશન માટે નહિ થાય" સામેથી ઉદાસ અવાજે કહ્યું.
"તું ચિંતા ન કર યાર,બસ એક રેન્ક માટે તું અટકી રહ્યો છું?" રુદ્રએ કન્ફર્મ કર્યું.
"હા યાર બસ એક રેન્ક,થોડું વધારે વાંચ્યું હોત તો કદાચ થઈ જાત.એની વે મેં તો તમને બન્નેને કોંગ્રેચ્યુલેશન કહેવા કોલ કર્યો હતો."રવિ થોડા સમય માટે કૃત્રિમ રીતે ઉત્સાહી થતા કહ્યું.રુદ્રાએ એ ભાવ ઓળખ્યો હતો.તેને કઈક વિચાર્યું અને રવિને કહ્યું. "રવિ મારો બંગલો જોયો છે?"
"હા જોયો છે,આ બે વર્ષમાં ઘણીવાર તું જ તો લઈ ગયો છું સ્ટડી માટે"
"તું સુરતમાં જ છે?"
"હા હોસ્ટેલથી સામાન લેવા માટે આવ્યો છું"
"યા,તો અત્યારે અહીં આવી શકે?" રુદ્રએ પૂછ્યું
"હા કોઈ કામ હોય તો કે આવું"
"હા તો પ્લીઝ આવી જા,થોડું કામ છે" રુદ્રએ કહ્યું.રવિએ ઓકે કહીને ફોન કટ કર્યો.
"કેમ એને અત્યારે અહીં બોલાવ્યો" દિયાએ પૂછ્યું.
"મેં કઈક વિચાર્યું છે"
"શુ?"
"એને આવવા દે પછી જાણવું"
લગબગ અડધી કલાક પછી રવિ તેના બંગલે પહોંચ્યો હતો.રવિ જ્યારે પણ આ બંગલે આવતો ત્યારે વિચારતો કે તે પણ એક દિવસ આવા બંગલામાં રહેશે.તેને રુદ્રની એક મીઠી ઈર્ષા આવતી.તે કોઈ એવો વ્યક્તિ નહોતો કે કોઈની ઈર્ષા કરે.તેમ છતાં માણસના નેચરલ સ્વભાવના લીધે તે આવી જતી હોય છે.રુદ્ર સીધો ઉપરના માળે ગયો અને રુદ્રાના રૂમમાં પ્રવેશ્યો.
"આવ આવ બેસ" રુદ્રાએ તેની સામે જોઈને કહ્યું.રવિ ત્યાં રહેલી એક ખુરશીમાં બેઠો.
"બોલ શુ કામ હતું?" રવિ કોઈ વધારાની વાત કર્યા વગર કહ્યું.
"અમ,એજ કે તારું એડમિશન દિલ્હી,એઇમ્સમાં થઈ જશે"
"મેં બધી ગણતરી કરી,એક રેન્ક માટે અટક્યું નથી હવે કોઈ ચાન્સ નથી"
"હજી ક્યાં મેરીટ લિસ્ટ બહાર પડ્યું છે?"રુદ્રએ કહ્યું.
"આઈનો પણ મારા ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ કહું છું"
"તો પણ થઈ જશે.એક રેન્કથી જ અટક્યું છે ને!"
"પણ કઈ રીતે રુદ્ર મને એ નથી સમજાતું?" દિયાએ વચ્ચે બોલતા કહ્યું.
"સિમ્પલ છે હું,દિલ્હી એઇમ્સમાં એપ્લાય જ નહીં કરું એડમિશન માટે.આપોઆપ મેરીટ એક રેન્ક નીચે જતું રહેશે" રુદ્રએ કહ્યું.
"ના ના રુદ્રા એવું કાંઈ હોતું હશે.તે આના માટે કેટલી મહેનત કરી છે" રવિએ ઉભા થતા કહ્યું.
"મને એનાથી કોઈ ફર્ક નથી પડતો"
"તને ન પડતો હોય તો ઠીક છે,પણ મને પડે છે.હું કોઈની સીટ કઈ રીતે લઈ શકું?" રવિએ કહયુ.
"હા યાર તારે રુદ્ર આ એડમિશ કેન્સલ ન કરવું જોઈએ." દિયાએ કહ્યું.
"દિયા વાતન સમજ.હું ત્યાં એડમિશન લીધા બાદ પણ,મને મારા પર ભરોસો નથી કે ભવિષ્યમાં હું લોકોની કેટલીક સેવા કરી શકું છું.યુ નો મારા શોખ કંઈક અલગ છે.હું તો ભારતમાં અહીં-તહીં રખડતો રહુ છું.ડોક્ટરનું કામ બહુ જવાબદારી ભર્યું છે,અને મારા જેવા રખડતા રામ માટે એ બરાબર નથી?"
"તો શું તું ભણવાનું છોડી રહ્યો છે?" દિયાએ કહ્યું.
"ના હું એઇમ્સ,જોધપુર એડમિશન લઈ લઈશ" રુદ્રાએ કહ્યું.
"તે તો કહ્યું કે તું ભવિષ્યમાં આ કરવા જ નથી માંગતો તો પછી?" રવિ કહ્યું.
"હું ફક્ત એમજ શોખ માટે કરું છું"રુદ્રએ કહ્યું.
"તો પછી તું જ દિલ્હી એડમિશન લઈ લે હું જોધપુર લઈશ.મને એ ઠીક નથી લાગતું."
"યાદ છે તે દિવસે જ્યારે મહેન્દ્રએ મને માર્યો હતો.ત્યારે મેં તારી પાસે વાત કરવા માટે મોબાઈલ માંગ્યો હતો.ત્યારે મેં કહ્યું હતું કે રુદ્રા કોઈ દિવસ કોઈનું ઋણ રાખતો નથી." રુદ્રએ કહ્યું.
"એના માટે તું તારું એડમિશન મુકવા તૈયાર થયો છું?" રવિએ ભારે આશ્ચર્ય સાથે કહ્યું.
"હા કઈક એવું જ સમજી લે.હું કોઈ કોલેજ માટે ભણતો નથી.મારે જે કરવું છે તે હું જોધપુર હોઈશ કે દિલ્હી એજ કરીશ" રુદ્રએ કહ્યું.
"પણ તું જોધપુર તું એકલો હોઈશ" દિયાએ કહ્યું
"અરે એકલો ક્યાં? મેહરણગઢ કિલ્લો,ખેજડલા કિલ્લો, ઉમેદભવન પેલેસ, મોતી મહેલ,શિશા મહેલ,રાણીસાર,મ્યુઝીયમ, માસુરાઈ હિલ્સ,માચિયા સફારી પાર્ક,ચોખેલાઉ બાઘ, ઘણું બધું છે ત્યાં" રુદ્રાએ હસતા હસતા કહ્યું.
"શુ તું પણ?" બન્નેએ હસતા હસતા કહ્યું.
"સો તારો નિર્ણય એકદમ પાક્કો છે?" રવિએ કહ્યું.
"સો ટકા" રુદ્રએ એક સ્મિત સાથે કહ્યું.
"રુદ્રા,તને બહુ મીસ કરીશ દિલ્હીમાં."દિયાએ કહ્યું.
"કોઈ નહિ હું આવિ જઈશ કયરેક તમને બન્નેને મળવા" રુદ્રાએ કહ્યું.
"થેન્ક યુ સો મચ રુદ્રા" રવિએ રુદ્રને ગળે લગાવતા કહ્યું.
"અરે પેલા મયંકનું શુ થયું?"રુદ્રાએ કહ્યું.
"અરે યાર તેને નહિ મળે ક્યાંય બહુ વિક રિઝલ્ટ છે.છેલ્લે તે પેલા ટપોરીઓની સંગતે ચડી ગયો હતો.સો આઈ થિંક" રવિએ કહ્યું.
"એની વે ચાલો તો મિત્રો તો હવે બસ એક દિવસ સાથે છું તમારી પછી કાલે હું પણ વડોદરા જઈ રહ્યો છું" રુદ્રાએ કહ્યું
તે દિવસે રુદ્રા અને દિયા લગભગ કેફેમાં રાત્રે એક વાગ્યા સુધી બેઠા હતા.તેમને તે સમય દરમીયાન લગભગ બે વર્ષની બધી યાદો તાજા કરી હતી.રુદ્રા આજે થોડો નિરાશ પણ હતો.તેને શેની નિરાશા હતી,તે તેને પણ નહોતી ખબર.તેને અંદરથી કંઈક ખોટું લાગી રહ્યું હતું.કદાચ તે દિયાના જવાનું દુઃખ હતું અથવા આ સુરત શહેર છોડવાનું હતું.તેની ઘણી યાદગારો યાદો આ શહેરમા છોડી બ્લુ સીટી જોધપુરમાં જવાનું હતું.કદાચ તેના મનમાં બીજો પણ કોઈ અણગમાનો ભાવ પ્રગટતો હતો.
"કેમ આજે ચૂપચાપ બેઠો છું? કોઈ નુકશાનમાં છું?" દિયાએ પૂછ્યું.
"એવું કશું નથી ઉલ્ટાનો આજ તો હું ફાયદામાં છું.આજે બીટકોઈન,ડાઉ,નિફટી,હેંગ સેંગ,હો-ચી બધું ગ્રીનરીમાં હતું."
"તો પછી શું થયું?"
"કશું નહીં યાર આ બે વર્ષની દોસ્તીનો છેલ્લો દિવસ છે.પછી ખબર નહિ ફરી ક્યારે મળીશું" રુદ્રએ કહ્યું.
"જસ્ટ ચીલ યાર,તારું સેક્રેફાઇઝ કમાલનું છે."
"હમ્મ ચાલ આજે ચાલતા ચાલતા જ જઈએ" રુદ્રએ કહ્યું.
દિયા કશું કહ્યા વગર ઉભી થઇ અને બન્ને ચાલતા જ ઘર તરફ ગયા.થોડીવાર બન્નેમાં શાંતિ રહી.પછી દિયાએ કહ્યું.
"ચાલ હવે જઈ રહ્યો છુ તો કોઈ ટીપ પણ આપતો જા.તારી મદદથી મારો પોર્ટફોલિયો છેલ્લા બે વર્ષમાં ઘણો ગ્રો કર્યો છે.તો આ 2023માં ક્યાં ઇન્વેસ્ટ કરું બોલ?"
"જ્યારે તમને સમજાય નહિ કે કયા ઇન્વેસ્ટ કરવું તો બીટકોઈન લઈ લો" રુદ્રએ કહ્યું
"પણ એ ઓલરેડી મેં દિવાળી ઉપર લઈને રાખ્યો છે"
"તો શું થયું? થોડો મોંઘો છે પણ હજી તો આઉટ ઓફ સ્ટોક થવામાં સમય છે"
"એક વાત કહું? તારી લાઈફમાં હવે કોઈ વસ્તુની કમી નથી તો પણ તું આટલા મોટા રિસ્ક કેમ લે છો? પ્લીઝ હવે કોઈ મોટું રિસ્ક લીધા વગર આરામની જિંદગી જીવને!" દિયાએ કહ્યું.
"વેલ એમાં જ મજા છે.જિંદગી કેટલો સમય છે એ ખબર નથી." એટલું કહેતા જ રુદ્રાનું ધ્યાન રોડ પર સુતેલા એક પરિવાર તરફ ગયું.એક યુગલ અને એક ખૂબ નાનું બાળક આ ભાગતી દુનિયાની કોઈ પણ ચિંતા કર્યા વગર ઘસઘસાટ સુઈ રહ્યું હતું.
"આ લોકોને જોઈ રહી છો.કોઈ પણ શિકાયત વગર ભગવાને જે આપ્યું તેમાં ખુશ છે.રોજે મહેનત કરે છે અને મળે એ ખાય છે. કેવી સાત્વિકતા નહિ! આટલી જહેમદ બાદ પણ કોઈ શિકાયત નહીં! જો તમે સમાજને સ્થિર નજરે જોઈ શકો તો તમારા જેટલું સુખી કોઈ નથી,અને આ ફોન અને ઇન્ટરનેટની દુનિયાએ બધાને આસપાસનું જોવાનું જ બંધ કરી દીધું છે.પોતાનામાં જ એટલા ઉલજાયેલા રહે છે કે તેમને કોઈની પરવાહ નથી.લોકો રિસ્ક લેતા ડરે છે,પણ ફક્ત પૈસાનું.યુ નો એથી પણ વધારે સમય વેડફી નાખે છે.યુ ડોન્ટ થિંક સો ઇટ્સ અ બેડ ડિલ" રુદ્રા અટક્યો.
"હું શું કહી શકું? તું કેટલી મદદ કરે છે આ લોકોની?"
"શુ કરીશ જાણીને?" રુદ્રાએ આગળ ચાલતા કહ્યું.
"નહિ જસ્ટ એમજ,તને એવું નથી લાગતું કે વાત બહુ સિરિયસ થઈ ગઈ?"
"હા,એની વે કાલે મારે પણ મારા પપ્પાને બધી હકીકત જણાવવાની છે.સો ઇટ્સ મોર રિસ્કી" રુદ્રાએ હસતા હસતા કહ્યું.
***********
ક્રમશ