પ્રકરણ:18
રુદ્રા હવે વ્યગ્ર થઈ રહ્યો હતો.ત્યાં અચાનક પોલીસનું આગમન થાય છે.રુદ્રાને તેમને જોઈ હાશ થાય છે.તેઓ ભીડ હટાવી રહયા હતા. તેઓએ રુદ્રા માટે રસ્તો બનાવી આપ્યો હતો. "મિસ્ટર રુદ્રા પ્લીઝ ચાલો જીપ તમને એરપોર્ટ સુધી છોડી દેશે" એક પોલીસ જવાને આગળ આવતા કહ્યું.
"પણ તમને કઈ રીતે જાણ થઈ?"
"હોટલના મેનેજરે મને કોલ કર્યો હતો."
"થેન્ક યુ પણ એની જરૂર નથી"
"મિસ્ટર રુદ્રા અમે નથી ઇચ્છતા કે શહેરમાં બીજે ક્યાંય ટ્રાફિક થાય"
"ઓકે મને કોઈ પ્રોબ્લેમ નથી."રુદ્રાએ દિયા તરફ જોયું.તે સ્થિતપ્રજ્ઞ મુદ્રામાં ઉભી હતી.તેને તેના તરફ એક ફિકકુ સ્મિત આપી ચાલતો થયો.રવિ હજી શોકમાં હતો કે રુદ્રા આટલો ફેમસ છે કેમકે તેને બીટકોઈન અને ટ્વિટર બન્નેમાંથી એક પણ સાથે દૂર દૂર સુધી કોઈ નાતો નહોતો.
***********
જોધપુર,રાજસ્થાન
રુદ્રા તેના બંગલે પહોંચ્યો હતો.તે તેને હમેશા શાંતિ આપી રહ્યો હતો.તેનું મગજ ચકરાવે ચડ્યું હતું.તે દિયા વિશે વિચારી રહ્યો હતો.તેને નહોતું લાગતું રવિ કોઈને પ્રપોઝ પણ કરી શકે છે.એથી ઉપર દિયા રવિને હા પણ પાડી શકે છે.તે બેડ પર પડ્યો પડ્યો વિચારી રહ્યો હતો.
"શુ હું તેને ચાહવા લાગ્યો હતો.એવું કંઈ રીતે બને કે હું તેને જાણ બહાર જ ચાહવા લાગ્યો છું? તો પછી મને કેમ આટલી બેચેની થાય છે ? આજ સુધી હું દિયાને કઈ નજરે જોઈ રહ્યો હતો? શુ મારે આ વિષયમાં વિચારવાનુ બંધ કરીને મારા કામ પર ધ્યાન આપવું જોઈએ?" તેના વિચાર ફોન રણક્યો ત્યારે અટક્યા.તેને ફોન તરફ નજર કરી તે ફોન તેના સેક્રેટરી કૈલાશનો હતો.
"હા બોલ કૈલાશ" રુદ્રાએ કહ્યું.
"જી,સર આજે મારુતિ ગ્રૂપર્સ સાથે મિટિંગ છે રાત્રે હોટેલ મીના પેલેસમાં"
"હા મને યાદ છે પણ થોડી પોસ્ટપોન કરવી પડશે મારે થોડું કામ છે"રુદ્રાએ કહ્યું.
"સર બે હજાર કરોડની ડિલ છે" કૈલાશે કહ્યું.
"આઈ નો,તેમ છતાં આજે હું બીમાર છું સો.."
"ઠીક છે સર,હું તે મિટિંગ કૅન્સલ કરી દવ છું.ગેટ વેલ સુન સર"
"થેન્ક યુ કૈલાશ" રુદ્રાએ કહ્યું અને ફોન મુક્યો.
************
રુદ્રા તે દિવસે જામ્યો નહોતો.તેને ભૂખ જ નહોતી. તે કેફેમાં આજે એકલો બેઠો હતો.તેને આજે કોફી છોડી ચા નો ઓર્ડર આપ્યો હતો.હવે લગભગ બે મહિનામાં તેનું એમ.બી.બી.એસ પૂરું થઈ જવાનું હતું.તે આજે સવારેથી દિયા વિશે જ વિચારી વિચારીને પાગલ થઈ રહ્યો હતો.
તેને કેફેમાં બેઠેલા કપલ્સ તરફ જોયું.તેને તે જ્યારે દિયા સાથેના દિવસો યાદ કર્યા.તેને લગભગ તેમને કરેલી બધી વાતો યાદ હતી.તે હવે દિયા તરફ આશક્ત થઈ રહ્યો હતો.
તેને ફોન ચેક કર્યો.તેમાં ઘણા મેસેજ હતા.તેને ટ્વીટર ખોલ્યું તેમાં લગભગ તેને હજારો લોકોએ જુદી જુદી ટ્વિટસમાં મેનશન કર્યો હતો,તેને તેમાં જરૂરી જરૂરી ટ્વિટસનો રીપ્લાય કર્યો અને પછી મેસેજો જોયા.તેમાં મહત્વની વાત એ હતી કે તેને જેટલા પણ મેસેજ પ્રાપ્ત થયા તે બધા જ અજાણીતા લોકો તરફથી હતા.તે કોઈને જાણતો નહોતો.તેને સ્ટેટ્સ ચેક કર્યા.તેમાં કૈલાસનું સ્ટેટ્સ હતું.તેના લગ્ન પણ થોડા સમય બાદ હતા.રુદ્રાને કઈક યાદ આવતા તેને કૈલાસને ફોન કરી તેના જ રૂમમાં બોલાવ્યો. આ અને પોતે પણ ઘર તરફ ચાલ્યો.
થોડીવાર પછી કૈલાસ ત્યાં પહોંચ્યો અને બોલ્યો "જી સર શુ થયું આમ અચાનક"
"અરે કૈલાશ તારા લગ્ન છે અને મને કીધું પણ નહીં"
"નો સર એવું કશું નથી,આજે જ નક્કી થઈ તારીખ"
"તને તારો લવ મળી ગયો ફાયનલી"
"હા સર"
"કૉંગ્રેચ્યુલેશન"
"થેન્ક યુ સર"
"તો ક્યારે જઈ રહ્યો છું ગુજરાત?"
"નક્કી નથી સર તમે કહો"
"મેં તો તને એક સલાહ લેવા માટે બોલાવ્યો છે"
"જી સર?" કૈલાશે આશ્ચર્યના ભાવ સાથે કહ્યું.
"હા સાંભળ" કહી રુદ્રાએ તેની આખી વાત કહી."સો કૈલાશ મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ"
"અરે સર છોડોને શુ તમે પણ આ બધા ચક્કરમાં પડ્યા છો.તમેને તે છોકરી કરતા સારી જોય તેટલી છોકરી મળી જશે" કૈલાશે કહ્યું.
"નહિ યાર,એવું નથી યુ નો જ્યારે મારી પાસે કશું નહોતું ત્યારે હું વિચારતો કે પૈસા આવી જશે તો કોઈ પણ દુઃખ નહિ રહે પણ યાર આ..." રુદ્રાએ હસતા હસતા કહ્યુ.
આજે કૈલાશ ચોક્યો હતો.રુદ્રા ખૂબ અત્યારે તેની સાથે કોઈ દોસ્તની જેમ વાત કરી રહ્યો હતો. કૈલાશે વિચારતા કહ્યું "બટ સર તે તો તેની પોતાની ઈચ્છા છે સો તમે શું કરી શકો.તમે મને એકવાર કહ્યું હતું કે કોઈ શુ કરે છે તેનાથી તમને મતલબ ન હોવો જોઈએ.સો શુ ફર્ક પડે છે અને સર તમારે મને લાગે છે કે તમારે આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી"
"કદાચ તું સાચો હોઈ શકે છે,બે દિવસ હું એમ પણ ફ્રી નથી સો કોઈ મિટિંગ ન રાખતો" રુદ્રાએ કહ્યું અને પછી કૈલાશે હા કહી બહાર નીકળ્યો.રુદ્રાનું માર્કેટ જોવાનો કોઈ મૂડ નહોતો. આથી રુદ્રાએ ટીવી ચાલુ કર્યું અને સેટીમાં લાંબો થયો.
*********
બે મહિના પછી,વડોદરા
રુદ્રા વડોદરા પહોંચ્યો હતો.તેનું ભણવાનું પૂરું થયું હતું અને હવે તેને બે ચાર મહિનાનો આરામ હતો.તેને તે સમય ઘરે જ વિતાવવાનું વિચાર્યું હતું.તેને દિયાની કંકોત્રી મળી હતી.તેમના લગ્ન આવતા રવિવારે એટલે કે હજી બે દિવસની રાહ હતી.
રુદ્રાનું માન અત્યારે ઘરમાં ખૂબ વધ્યું હતું.લગભગ બધી વસ્તુ અત્યારે તેના કહ્યા મુજબ થતું હતું.તેને દિયાના લગ્નમાં જવાની ઈચ્છા ન હતી પણ દિયાએ તે કંકોત્રી સાથે એક કાગળ પણ લખ્યો હતો,તેમાં લખેલું હતું કે "આઈ એમ સોરી રુદ્રા તે દિવસે રવિ સાથે થોડી 'તું-તું-મેં-મેં' થઈ ગઈ પણ આઈ હોપ તું લગ્નમાં જરૂર આવીશ."
તેને કંકોત્રી ખોલી હતી.તેને આશ્ચર્ય થયું હતું,તે ફક્ત એક જ દિવસના લગ્ન હતા.સવારે ગણપતિ મુર્હત અને સાંજે તો સપ્તપદી, રાસગરબા પછી વિદાયનો કાર્યકમ પણ હતો.તે ટ્રેન્ડ કદાચ હજી નવો હતો.દુનિયા બદલતી જાય છે કોઈ પાસે અત્યારે સમય જ નથી.ધીરે ધીરે લગ્ન માટે વર્ણવાયેલી વિધિ અને નિયમોનો કોઈ મતલબ રહ્યો નથી.લોકોથી જેટલી જલ્દી કામ પતે એટલે નવરાની ભાવના વધી છે. રુદ્રાએ લગ્નસ્થળ જોયું.તે એક બંગલો-ફાર્મ હતું.રુદ્રાએ એક ઊંડો વિચાર કરીને ત્યાં જવાનું નક્કી કર્યું અને કંકોત્રી ફોલ્ડ કરી પાછું મૂક્યું.
રુદ્રા વડોદરામાં ફરવા નીકળ્યો અત્યારે તે રોલ્સ રોયલ્સ લઈને બહાર નીકળ્યો હતો.તે આજે પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો તેને સાથે બે બોડીગાર્ડ લીધા હતા.રુદ્રાને કોઈ ખાસ ડેસ્ટિનેશન નહોતું કે કયા જવું! તે ફક્ત રોડ પર ફરી રહ્યો હતો.તેને કેફે દેખાયું.રુદ્રાએ આજ સુધી વડોદરાના ઘણા કેફે જોયા હતા પણ આ કેફેમાં તે કોઈ દિવસ ગયો નહોતો.તેને ત્યાં બેસવાનું મન થયું.તે એમ પણ કેફે લવર હતો.તેને કેફેમાં એકાંત બેસવું ગમતું હતું.તેને ભૂખ પણ લાગી હતી.તેને ગાડી કેફેના પાર્કિંગ તરફ લીધી.રોલ્સ રોયલ્સ જોઈ સિક્યોરિટી સલામ ભરતો આગળ આવી પાર્કિંગમાં મદદ કરી.રુદ્રાએ તેને ટીપ આપી અને અંદરની તરફ ચાલ્યો.
તે એક ટેબલ પર બેઠો તેને બન્ને બોડીગાર્ડને થોડા દૂર જ બેસાડ્યા.કેફેનો મેનેજર રુદ્રાને ઓળખતો હતો.તેને જોતાજ મેનેજરે વેઈટરને દોડાવ્યો હતો.રુદ્રાએ આજે પણ કોફીનો ઓર્ડર ન આપતા ચા અને નાસ્તાનો ઓર્ડર આપ્યો હતો.થોડીવારમાં રુદ્રા માટે નાસ્તો આવી ગયો હતો.
તેને નાસ્તાની શરૂઆત કરી હતી.તેને મળવાની ઘણા લોકોની ઈચ્છા હતી પણ આગળ ઉભેલા બે બોડીગાર્ડને જોઈ કોઈ આવી રહ્યા નહોતા.ત્યાં એક છોકરી આવી તેની ઉંમર લગભગ વિસ એકવીસ વર્ષ આજુબાજુ હતી.તે બોડીગાર્ડની નજીક ગઈ અને કહ્યું "મારે મી.બીટકોઈનને મળવું છે."
બન્ને બોરીગાર્ડે રુદ્રા તરફ જોયું.રુદ્રાએ તે તરફ જોયું.તે કોઈ વીસેક વર્ષની છોકરી હતી.તે એકવડા બાંધો ધરાવતી હતી.તે અતિ સુંદર દેખાય રહી હતી.તેને એક આછા લીલા કલરનો એક ડ્રેસ પહેર્યો હતો.તેના હોઠ પ્રમાણમાં વધારે લાલ હતાં.તેના હાથમાં એક મોબાઈલ હતો.રુદ્રાને તેનાથી કોઈ મતલબ નહોતો.તેને આત્યારે કોઈ પણ સાથે વાત કરવાનું મન થતું નહોતું,"સોરી મેમ પણ અત્યારે હું થોડો ટાઈમ એકલા સ્પેન્ડ કરવા માગું છું."
"સર સર પ્લીઝ પ્લીઝ બે મિનિટ.હું કોઈ સેલ્ફી કે ઓટોગ્રાફ માટે નથી આવી.મારે વાત કરવી છે.બસ બે મિનિટ"
રુદ્રાને તેમાં રસ પડ્યો હતો.તે કોઈ સેલ્ફી માટે નહોતી આવી.રુદ્રા જાણવા માંગતો હતી કે તેને શું વાત કરવી છે.તેને કહ્યું "ઠીક છે"
આ સાંભળી બોડીગાર્ડે તેને જવાની અનુમતિ આપી.તે રુદ્રાની સામે બેઠી.
********
ક્રમશ:
પ્રતિભાવ 7434039539 પર આપો