જુગલબંધી..પ્રેમની જુગલબંધી.. પ્રેમમય વિચાર વર્તનની જુગલબંધી...
જુગલબંધીથી બધાં પરિચિત જ છે.. ગાયકી.. રાગ.. સંગીતની.. વાજીંત્રોની.. ગાયકી શહનાઈની.. તબલા સારંગીની.. વીણા સાથે રાગની....
આમજ.. પ્રેમની જુગલબંધી.. પ્રેમલક્ષણાં ભક્તિની.. ભક્ત ભગવાનની.. પ્રિયતમની પ્રિયતમા સાથેની.. પુત્રની માબાપની..
અરે.. આમ સબંધોનાં જુદા જુદા પ્રેમ સ્વરૂપની જુગલબંધી દિલમાં જોઈ... જાણીને.. ઉતરી છે એનું લેખન શબ્દો થકી ઉતારી રહ્યો છું.. પ્રેમ જુગલબંધીના પ્રેમમાં ભીંજવવા માંગુ છું....પ્રેમસાગરમાં ડુબાવવા માંગુ છું.. આ આલ્હાદક ડૂબકી અદભૂત છે ઈશ્વરના સાનિધ્યમાં ઉપાસના જેવી છે...
પ્રિયતમનો પ્રણય એવો દિલ ભીંજવી નાંખે એવો હોય અને પ્રિયતમાનાં તન મન સાથે આંખ ભીંજાઈ જાય છે એક અનોખી જુગલબંધી અનુભવાય છે.. પ્રેમનો સમર્પિત ભાવ બન્નેને ભાવાવેશમાં પાગલ બનાવે છે સ્વર્ગીય આનંદના અનુભવમાં અભિભૂત થાય છે..
પ્રેમ પ્રદર્શિત કરવાનાં જુદા જુદા ભાવ હોઈ શકે છે. ઘણાનાં નિશબ્દ મૌનમાં પણ પ્રેમનો વરસાદ હોય છે..
સતત પ્રેમ કરતો.. પ્રેમથી નિરખતો પ્રિયતમ આમ ભલે નિશબ્દ પ્રેમ કરે વિરહ વેઠે પીડા સહે.. પણ પોતાની પ્રિયતમાનાં આંસુ નથી જોઈ સહી શકતો..
સતિનાં યજ્ઞશાળાના યજ્ઞકુંડમાં અગ્નિસ્નાન પછી એમનાં જીવ સમર્પિત કર્યાં પછી ભગવાન શિવ એમની આવી કારમી વિદાય.. શિવાનું થયેલું અપમાન સહી ના શક્યા. મૌન નિશબ્દ અપાર પ્રેમ કરનાર શિવ.. શિવાનો મૃતદેહ બાહોમાં લઈને વિરહનાં દુઃખમાં આક્રન્દ અને ક્રોધમાં આખું બ્રહ્માંડ ફર્યા... એમનો ક્રોધ શોક વિરહ દુઃખ આક્રન્દ બ્રહ્માંડ પણ સહી નહોતું શક્યું બધો વિનાશ થવાનાં આરે હતું... આવી હતી પ્રેમ વિરહની જુગલબંધી...
શ્રવણની માંબાપ માટેની સેવા ભક્તિ પ્રેમ સમર્પણ એટલે હદ સુધી હતી કે કેવઠ બની માંબાપને જાત્રા કરાવી.. ના જોયો શ્રમ ના થાક અંધ માંબાપની સેવા કરી.. આવી જુગલબંધી પ્રેમસેવાની હતી...
ખૂબ સુંદર આવી પ્રેમસેવાની જુગલબંધીની છે.. પંઢરપુરની..ભક્ત પુંડલીકની.. આ જુગલબંધી ભગવાન કૃષ્ણ સાથે પ્રેમભક્તિની અને માંબાપ સાથે પ્રેમસેવાની.. કર્તવ્યની.. આ અદ્ભૂત પ્રસંગ સ્નાતન ભૂમિ ભારતમાં જ શક્ય છે. પુંડરિક માતા પિતાની સેવામાં.. કર્તવ્યમાં વ્યસ્ત હતો ત્યારે સાક્ષાત વિષ્ણુ કૃષ્ણ સ્વરૂપે અતિથિ બની પુંડરીકના આંગણે આવ્યાં ત્યારે પુંડરીકે જાણ્યું પ્રભુ પોતે ઘરે પધાર્યા છે.. પણ એ માંબાપની સેવામાં વ્યસ્ત હતાં.. એમણે બહાર એક ઈંટ ફેંકી કહયું પ્રભુ આપ આ ઈંટ ઉપર ઉભા રહી વિશ્રામ કરો હું માંબાબાની સેવા કરી આપની પાસે હાજર થઉં છું.. ભગવાન કૃષ્ણ પુંડલીકની માતૃપિતૃની ભક્તિ જોઈ પ્રસન્ન થયાં એ પ્રસન્નચિત્તે રાહ જોઈ ઊભાં રહ્યાં. કૃષ્ણ વિઠોબા તરીકે ઓળખાયા.. વિઠ્ઠલા વિઠોબા તરીકે પૂજાયા..
આવી પુંડલીકની પ્રેમ ભક્તિ અને સેવાની જુગલબંધી..
પ્રેમની જુગલબંધી એટલે નિસ્વાર્થ.. ધ્વેશ ઈર્ષા વિહીન અત્યંત લગાવ ના ફરિયાદ બસ સમર્પણ.. એક લક્ષ્ય પ્રેમ.. પ્રેમ.. પ્રેમ..
પ્રેમ પામવા.. કરવાની એક લગન.. એને બાવરો કહો ઘેલછા કે પાગલ.. કોઈ ફરક નથી પડતો.. પામી જવાની.. આપી દેવાની તીવ્ર ઈચ્છા..
હું લખનાર.. સાવ અબુધ છું પ્રેમ પર લખવા સ્ફૂરેલી શબ્દોની હારમાળા સજાવું છું ગુંથુ છું સ્વીકારું છું અધૂરો છું આનાથી ક્યાંય આગળ પ્રેમ તથા એની જુગલબંધી હશે.. પ્રખર દિવ્ય શિખર હશે.. પરમાત્માનો સાક્ષાત્કાર જેવો જ અનુભવ હશે.. એજ ઈશ્વર મારાં માઁબાબા એટલી સમજ સહજ આપે.. એવી જ પ્રાર્થના..
પ્રેમમાં... પ્રેમની જુગલબંધીમાં સંપૂર્ણ સમર્પણ..પ્રેમનો હું ઉપાસક અભિવ્યક્તિની કોઈ કચાશ હોય તો માફી માંગુ છું. ગુરુમાઁની નિશ્રામાં સંપૂર્ણ સમર્પિત... 🌹🙏
પ્રેમસિદ્ધિનું ફળ પ્રેમજુગલબંધીનું.....
પ્રેમસિદ્ધિનું ફળ પામું સંપૂર્ણ, કરી તપ પ્રેમ જુગલબંધીનું..
ક્યારનો કહી રહેલો સહી રહેલો તડપતો પ્રેમમાં તત્વ પ્રેમ જુગલબંધીનું..
પંચતત્વની આ સુંદર શ્રુષ્ટિમાં સર્વત્ર પ્રસરેલું સત્વ આ પ્રેમ જુગલબંધીનું..
વૃક્ષની વનસ્પતિ શ્રુષ્ટિ તાલ મેળાવી રહી પંચતત્વ સાથે કેવી પ્રેમ જુગલબંધીનું..
ફૂલ સુગંધ પાન પંખી પશુ માનવ બધાં ભળ્યાં એક વહેણમાં, કારણ પ્રેમ જુગલબંધીનું..
સંગીત લય રાગ સાદ બની ગુંજ્યો "દિલ"માં મારાં બળવત્તર બન્યું બળ પ્રેમ જુગલબંધીનું..
દક્ષેશ ઈનામદાર."દિલ"..