“જાગો જાગો રાજકુમારીજી.” પારો વેહલી સવારમાં સંધ્યા પાસે આવીને બોલી.
રાજકુમારી બંધ આખો રાખીને જ પારોના અવાજને ઓળખીને બોલી. “કેમ શું થયું તે આટલી વેહલી સવારમાં આવી પોહચી?”
“રાજકુમારીજી આપણે જાન લયને જવાનું છે.”
“જાન... કોની?” એકદમથી આંખો ખોલતી સંધ્યા બોલી.
“રાજકુમારની;” બોલતા પારો અટકાણી અને કહ્યું “નય જાન તો મારા ભાઈની જશે, રાજકુમાર તો પરણી ગયા છે.”
વેહલી સવારમાં હાથમાં દિવડાનો પ્રકાશ લયને ઉભેલી પારોને અચંભિત થઈને સંધ્યા જોવા લાગી. પછી એકદમથી ઉભી થઇને બોલી. “ભાઈ એ લગ્ન કરી લીધા છે?”
એકદમથી ઉભી થયેલી સંધ્યાને જોઈને પારો ગભરાઈને પાછી ખસતા બોલી. “હા રાજકુમારીજી રાજકુમારે ઝંગીમલ સાથે યુદ્ધ સમયે તેના રાજ્યની એક કન્યા જેમને ત્યાં તેમને આશરો લીધો હતો. ત્યાં લગ્ન પ્રસ્તાવ તેના પિતા સામે મુકીને ત્યાં જ લગ્ન કરી લીધા હતાં.”
રાજકુમારી ચિડાઈ અને પોતાની જાગેલી અવસ્થામાં જ તેના રૂમમાંથી બહાર નીકળીને મદનપાલના રૂમ તરફ દોડવા લાગી. પારો પણ તેની પાછળ દોડવા લાગી.
બંને હવે મદનપાલના મોટાં રૂમની બહાર આવી પોહચી. ત્યાં બહાર એક સિપાહી ઉભો છે. તેને રાજકુમારીને અટકાવવાનો પ્રયત્ન કર્યો કે તરતજ પારો બોલી. “એ સિપે સેલાર. આંધળો છે કે રાજકુમારીને અટકાવવાનો પ્રયત્ન કરે છે.” સિપાહી એકદમથી પાછળ ખસી ગયો.
“ક્યાં છે ભાઈ! શું કરે છે તમારો મહારાજ આજે એને નય છોડુ.” બોલતાં - બોલતાં સંધ્યા દોડતી સિદ્ધિ મદનપાલના રૂમમાં આવી પોહચી પણ ત્યાં તો એકદમ અંધારું હતું. અચાનક જ સંધ્યા કોઈ સાથે અથડાય અને નીચે ગબડી પડી. સામેની વ્યક્તિએ કવચ પેહેર્યું હતું જેની સંધ્યાને અથડાતાં જાણ થઈ. પારો પણ તેની પાછળ પાછળ આવી પોહચી. પારોએ નીચે પડેલી રાજકુમારીને એકદમથી ઊંચકી અને ઉભી કરી. પછી બોલી. “રાજકુમારી તમને ક્યાંય વાગ્યું તો નથીને!”
“રાજકુમારીજી!” સામે ઉભેલ માણસનો અંધારામાંથી અવાજ ઉમટયો. અવાજ થોડો જાણીતો લાગ્યો પરંતુ પારો બીજું કંઈ વિચાર્યા વગર જ બોલી ઉઠી. “હાં રાજકુમારી અને આટલા અંધારામાં તું રાજકુમારના રૂમમાં શું કરી રહ્યો છે? કોણ છે તું?” બોલતાં પારોએ પોતાના હાથમાં રહેલા દિવાનો પ્રકાશ તેના ચેહરા તરફ કર્યો અને એકદમથી ચોકીને બોલી. “રા.. રા... રાજકુમારી.” બીજું કંઈ ન બોલી શકી.
સંધ્યા પણ ચકિત થઈને જોવા લાગી.
એ વ્યક્તિ બીજું કોઈનહીં પરંતુ સુર્યાંશ હતો. એટલે એકદમથી અંધારામાંથી મદનપાલ બોલ્યો. “મને તો ખબર જ હતી કે, મારા લગ્નની વાત સાંભળીને મારી બહેન સૌ પેહલા મારા ઉપર તાંડવ નાચ કરશે એટલે જ મેં બચાવ માટે મારી ઢાલને કાલે રાત્રે જ મારી પાસે રાખી લીધી.” સંધ્યા તેની વાત સાંભળીને એકદમથી શરમાઈને ફરી તેના રૂમ તરફ દોડવા લાગી. સંધ્યાના લગ્ન સુર્યાંશ સાથે કરવાના છે. એ વાત તેની માતાએ જ તેને જણાવી દીધી હતી.
રૂમમાં આવી બેસેલી સંધ્યાએ પારોને કહ્યું. “શું આ પણ આવવાના છે ત્યાં?”
“અરે રાજકુમારી એ વાત કેહવી તો ભૂલી જ ગઈ કે એ બંને મિત્રો સાથે જ હતાં. તો એ જગ્યા એમનાં સિવાય બીજા કોઈ એ ક્યાંથી જોય હોય!” પારો બોલી.
સંધ્યાને આજે સોળે શણગાર સજીને તૈયાર થવું છે. તેથી તેને પારોને કહ્યું. “પારો જલ્દીથી આપણા મહેલમાં જે દાસી સૌથી સુંદર સજાવે છે, તેને બોલાવી લાવ.”
મહેલમાં વેહલી સવારથી દોડ ધામ શરૂ થઇ ગઇ. રાજયમાં પણ રાજકુમારના લગ્નની વાત લોટા વાળાઓ કરવા લાગ્યાં, એ વાત ઝંગીમલના એક જાસૂસને કાને પણ આવી પોંહચી.
સૂરજ હવે આંખ મિચોળતો આકાશમાં તરી આવ્યો અને એકદમથી ચાલી રહેલી ભાગ દોડ જોઈને તે પણ કંઈ સમજી ન શક્યો તેને જોયું કે આજે સંધ્યા પણ તેની પૂજા માટે આવી નથી. (સંધ્યાને બાળપણમાં એક મોટા સાધુએ ભવિષ્ય વાણી કરી હતી. કે “આ દિકરી જ્યાં સુધી વેહલી સવારમાં સૂર્યપૂજા કરશે ત્યાં સુધી જ ચંદ્રવંશી રાજાઓનું રાજ રેહશે.”)
થોડીકવારમાં ખૂબજ ઝડથી કેટલાંય રથ એકસાથે મહેલની બહાર નીકળવા લાગ્યાં. તેમની સાથે અડધા સૈનીકો પણ કેટલોય સમાન લઈને નીકળી પડ્યા.
આ વાતથી ખુશ થઈને ઝંગીમલ કુટ નીતી ઘડવા લાગ્યો અને એક અંગ્રેજી જાસૂસને તેની યોજના એક પત્રમાં લખી આપી. તેને અંગ્રેજ ગવર્નર સર ફેડ્રિક જ્હોન સુધી પહોંચાડવા કહ્યું. તે જાસૂસ પત્ર લઈને નીકળી પડ્યો.
***
“પાણી... પાણી...” એક અંધાર્યા રૂમમાં કેટલાંય દિવસથી પુરાયેલી જીદ મૂંઝાઈને બોલી રહી હતી. બહાર ઊભેલા માણસને કાને તેની વાત પોંહચી કે થોડીવારમાં તેને બારણું ખોલ્યું.
જીદની આંખોમાં બહારનો પ્રકાશ આવ્યો. કીડનેપ થયેલી જીદને આમતો રોજે સૂર્યનો પ્રકાશ મળી રહેતો. પરંતુ એ ક્ષણીક માત્ર રહેતો. બહારથી આવી રહેલા પ્રકાશમાં જીદનો ચેહરો કંઇક ઝાંખો થયો હતો. તેની આંખો ફરતી કાળી લાઈન દોરાઈ ગઈ હતી. આંખોની કુંડળી જોઈને લાગી રહ્યું હતું કે, જાણે કોઈ આધેડ વર્ષની સ્ત્રીએ પણ વધુને વધુ ચિંતા ગ્રસ્ત થઈને જીવનનો અંત આણવાનો મોટો નિશ્ચય કર્યો હોય એમ જીદ રૂમમાં નીચે બેસીને માછલી જેમ પાણી માટે તડફડીયા મારી રહી હતી.
બહારથી આવેલો નદયો માણસ તેનું પાણી બારણાની પાસેજ નીચે મૂકીને ફરી તેને બંધ કરી ચાલતો થયો. જીદ એનાં જતાં અંધારામાં પણ પાણી શોધીને તેના ગળાની તરસ છીપાવવા લાગી. જીદના મનમાં હજું એ દ્ર્શ્યો જીવંત બનીને રમી રહ્યાં હતાં. જે તેને ચંદ્રવંશી પુસ્તકના અંતમાં વાંચ્યા હતા. તેને પીધેલું પાણી જાણે ગાળામાં ન ઉતરીને આંખોથી બહાર નીકળી રહ્યું હોય એમ લાગી રહ્યું હતું.
એ સમયે જ અચાનક તેના રૂમના બારણા સાથે કોઈ જોરથી અથડાયો. વિચારોમાં ખોવાયેલી જીદે કંઇક નવીન અવાજ સાંભળીને તેનું ધ્યાન બારણા તરફ દોર્યું. થોડીક ક્ષણોમાં કોઈ એકવાર ફરી અથડાયું અને બારણું ખુલ્લી ગયું. પાણી મૂકીને ચાલતો થયેલો માણસ લોહી લુહાણ થઈને લોબી પર રૂમનાં ઉંબરે પડ્યો હતો. અચાનક સામે આવી પોહચેલાં માણસને જોઈ જીદ ઉભી થઇ ગઈ.
તે માણસે માથા પર વાદળી ટોપી પેહરી હતી.