ચંદ્રમંદિરના બારણાં બહાર કોઈના ચાલ્યાં આવવાનો અવાજ વિનયના કાને પવન વેગે અથડાયો. સારા-નરસા વિચાર કરતો વિનય રોમને આમ તેમ નજર ફેરવી શોધવા લાગ્યો. વાચવામાં મસગુલ બનેલો વિનય એ પણ ભૂલી ગયો કે પંડિત ભાનમાં આવી ગયો છે. તેને પંડિત સામે જોયું અને હળવી તિચ્છી નજર મંદિરના કોટ તરફ ફેરવી. કેટલાંય વર્ષો પેહલા આ મંદિરમાં શું થયું હશે. તેની ભાળ તેની નજર પારખતી હતી. સાથો સાથ કાન એક સાથે ઉછળીને પડી રહેલાં પગલાંની ઝડપને પારખી રહ્યાં હતાં. થોડા નજીક આવતાં એ અવાજનો થોડો બદલાવ તેને પારખ્યો. તેના કાને પગમાં પેહરેલા પાયલ કે ઘૂંઘરુંના અવાજને પારખ્યો.
વિનયે પંડિતને કહ્યું. “તારા ઘરે જાણ કરી હતી કે તું અહીં આવવાનો છું?”
“ના” પંડિત થોડો ગભરાઈને બોલ્યો.
મંદિરની જાડી દિવાલમાંથી કોઈએ હાથ બહાર કાઢ્યો. વિનયનું ધ્યાન એકદમથી ત્યાં દોરાયું. તે પોતાની જગ્યાએથી ઊભો થઈને ત્યાં દોડવા લાગ્યો. તે હાથ ફરી દિવાલમાં સમાયો એ જ સમયે વિનય ત્યાં આવી પહોંચ્યો.
“વિનું મને બહાર કાઢ.” દિવાલમાં જઇ અટકાયેલો રોમ બોલ્યો.
આવી ગંભીર પરિસ્થિતિમાં પણ વિનયને હસાવી નાંખે તેવી રીતે રોમ દિવાલમાં ચાર પગે થઇ પોતાનું મોં ઉપર કરી બોલી રહ્યોં હતો.
“તું આમાં ગયો કઈ રીતે?” વિનય હસીને બોલ્યો.
“જે રીતે અતારે છું એ જ રીતે.” થોડા ક્કરતા અવાજે રોમ બોલ્યો.
બારણાં પાસે આવી પોહચેલાં પગલાં થંભ્યા. વિનયે રોમને બાહર કાઢવા હાથ લંબાવ્યો અને તેનો હાથ પકડી બહાર ખેંચી કાઢ્યો. રોમ બહાર નીકળ્યો કે તરત જ તેની નજર મંદિરના બારણાં બહાર ઉભેલી એરહોસ્ટેસ ઉપર પડી. તેના મોંમાં પાણી આવ્યું. થોડો શામ પણ ધોળા ચમકીલા દાતોવાળો રોમ દૂધ જેવી સફેદ એરહોસ્ટેસ(નામ)ને ગાંડાની જેમ જોતો જ રહ્યો. તેની પાછળથી માહી અને સાઈન પણ આવ્યાં, પરંતુ રોમની નજર માં તો માત્ર એરહોસ્ટેસ(નામ) જ હતી. તેમની સાથે એક અજાણ્યો પુરુષ પણ આવ્યો. તે એરહોસ્ટેસ(નામ) સાથે કંઇક વાત કરવા લાગ્યો. એકદમ રોમ ચોંક્યો અને બોલ્યો. “વિનય આ ઇડિયટ કોણ છે?”
પણ રોમને કંઇજ જવાબ ન મળ્યો. એટલે તેને પાછળ ફરીને જોયું પરંતુ વિનય ત્યાં ન હતો. રોમે જોયું કે વિનય મંદિરની ખાંભી એ બાંધેલા પંડિત પાસે જઈ ઉભો છે.
“માહી! તમે અત્યારે અહીંયા શા માટે આવ્યા?” વિનયે પંડિતને પાણી પીવરાવ્યું.
“જીદની ખબર મળી છે.” જમણા હાથથી ડાબો હાથ ઉંધો કરી દબાવતી માહી બોલી.
“કોણે આપી?”
જવાબમાં માહી એરહોસ્ટેસ(નામ)ની બાજુમાં ઉભેલા માણસ સામે જોયું.
“કોણ છે તું?” ઢોંગી પંડિતને પકડ્યા બાદ વિનય દરેક વ્યક્તિને શંકાની નજરે જ જોવા લાગ્યો હતો.
“જી અ... નયન” તે થોડું ગભરાઈને બોલ્યો.
વિનયે પેહલા સાઈન સામે જોયું પછી બોલ્યો. “તું શું જાણે છે?”
“તમે જેમને શોધી રહ્યાં છો તેમને પેલો નરાધમ રાહુલ ઉઠાવીને લઈ ગયો છે.”
નયન ઉશ્કેરાટ ભર્યાં અવાજે બોલ્યો.
“તું આટલું ખાતરી બંધ કઈ રીતે કહી શકે?” વિનય બોલ્યો.
પાછળથી વિનયનો સાથ આપતા એરહોસ્ટેસ(નામ)ની નજીક ઉભેલા નયનને જોઈ ભડકી રહેલો રોમ બોલ્યો. “હા તું આટલું ખાતરી બંધ કઈ રીતે કહી શકે? એમની સાથે મળેલો તો નથીને?”
“એ બધું હું તમને સમજાવીશ પરંતુ અત્યારે તમે ચાલો નય તો મોડું થઈ જાશે.” નયન બોલ્યો.
તેની વાત સાંભળી બધા નીકળ્યા. વિનયે પંડિતને પણ સાથે લીધો અને જીપમાં બેસ્યા.
***
“રાહુલ મને છોડી દે. મેં તારું શું બગાડ્યું?” જીદ બોલી.
કોલકતામાં બની રહેલી નવી બિલ્ડિંગમાં અજાણ્યા વિસ્તારમાં આવી પોહચેલો રાહુલ ખૂબ જ ક્રોધે ભરાયેલો હતો. તેને જીદને ત્યાં બિલ્ડરોની ઓફિસમાં પૂરી અને જતા જતાં એટલું બોલ્યો. “તે નય તારા બાપે.”
બાપની વાત સાંભળતા જીદને એ બધું વાંચ્યું યાદ આવવા લાગ્યું જે તેને ચંદ્રવંશીના અંતમાં વાચ્યું હતું.
***