ધામ-ધૂમથી નીકળેલા રાજકુમારની વેલના માણસો સાથે ગામના બીજા લોકો પણ જોડાયા. તે જોય સુર્યાંશે તેમણે અટકાવ્યા અને બોલ્યો. “કોણ છો તમે અને અમારી સાથે શા માટે આવવામાંગો છો?”
તેની વાત સાંભળી એક ઘોડા પર સવાર થઈને આવેલો માણસ આગળ આવ્યો અને બોલ્યો. “હું ભોલો મહારાજ.”
“કોણ પેલો યુદ્ધમાંથી નાસી છૂટ્યોતો એ ભોલો?” સુર્યાંશ બોલ્યો.
ભોલો માથું નીચું નમાવીને ઉભો રહ્યો. તેની સાથે આવેલા લોકોમાં વાતો ઉડવા લાગી. “એતો કહેતો ઘાયલ થયો હતો. આજે સાચી ખબર પડી કે એતો નાસી છૂટયો.” વાતો કરતા અને હસ્તા.
સુર્યાંશ ફરી બોલ્યો. “હાતો તારે શું કામ છે અહીં?”
“એતો મારી બા ને ખબર પડી કે આજે રાજકુમારના લગ્ન માટે જાનૈયા જાય છે તો એમને સવારમાં જ મુહર્ત જોવરાવીને મારા કાકાના છોરાને એક ઘોડો લઈ માંડવ્યાને તૈયાર કરવા મોકલ્યો અને મને તૈયાર કરી થોડા માણસો ભેળે તમારી સંઘાત કરવા જણાવ્યું.”
“એટલે તારે પણ લગ્ન કરવાશે?”
સુર્યાંશની વાત સાંભળી ભોલાની સાથે આવેલા થોડા લોકો હસવા લાગ્યા અને બોલ્યા. “અમે પણ એજ જોવા આવીએ છીએ કે, આપડા રાજ્યમાં તો ન જ માન્યું કોઈ આ વળી પાડોશીએ રાજ્યે શી જોઈ હા પાડી દીધી.”
તેમની વાત સાંભળી સુર્યાંશ પણ હસવા લાગ્યો. આ બધું જોઈ કેટલાંય વર્ષોથી અપમાન સહી રહેલા ભોલાએ થોડું અપમાન વધું ગળી ઉતાર્યું. એતો ખુશ હતો. આજે કેટલાંય વર્ષો બાદ મહાંડ એક જગ્યાએ મેળ પડ્યો. ગામના લોકોને જે કેહવુ હોય તે કે પણ હવે આંગણે પોહચેલી જાન કોણ પાછી વળવવાનું. એવું વિચારીને હરખાયેલો ભોલો આજે તેઓની વાતો સાંભળીને પણ હરખાઈ રહ્યો હતો.
“રાજકુમારીજી મારા ભાઈના વેવિશાળ પણ એજ રાજ્યમાં કર્યાં છે. તમે કેહવરવોને એમને આપણી સાથે અવાવા દયો.” પારો બોલી.
“એતો ઠીક પણ તારા ભાઈને આપણી સાથે આવવાનું છે. એ વાત તે પેહલા કેમ ન કરી.” સંધ્યા બોલી.
“એ વાતની જાણ તો મને પણ ન હતી. એતો મારી બા એ જ બધું નક્કી કર્યું હશે નય તો થોડી હું કય આમ સવારમાં તમારી હારે હોય?” પારો બોલી.
પછી રાજકુમારીએ એક સિપાહી સાથે કેહવરાવ્યું અને સુર્યાંશે તેઓને તેમની સાથે આવવાની અનુમતિ આપી. બધા ખુશ હતાં. ભોલાના મિત્રો તેની મશ્કરી કરતા ચાલી રહ્યાં હતાં.“વાહ ભોલા! તારી જાન ભલે મોડી ગઈ પણ ગઈ તો એકદમ ઠાઠ બાઠમાં હો. આપડા નગરમાં આવી રૂડી જાન તો નગરના શેઠયાનીય નય જઈ હોય.”
તેમની સાથે રાત વાસો કરવાનો સમાન પણ હતો અને તેઓને કોઈ પણ ગામમાં રોકવાવાળું પણ કોઈ ન હતું. સુર્યાંશ તેના એક સિપાહીને આગળ ગામમાં જઈ ગામનાં મુખીને કેહવરાવિને તેમના રેહવાની વ્યવસ્થા કરાવતો. એમ તેઓ ભોલાના સાસરિયામાં જાનૈયા થઈ આવી પહોંચ્યા. વિધિવત્ તેઓને આદર સત્કાર મળ્યાં. રાજકુમારીના ઉદાર મનથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા.
હવે સમય આવ્યો ભોલાનાં લગ્ન મંડપમાં બેસવાનો. તે આવીને બેઠો. તેના માથા ઉપર સાફો અને મોંઢાને ઢાંકી રાખે તેવા ફૂલના સણગારથી તેનું મોઢું ઢાંકી દેવાયું. થોડીવારમાં કન્યાને બોલાવાઈ એટલે તેના ભાઈઓ વિધિવત્ કન્યા લઈ ઉપસ્થિત થયા. વિધિ પૂરી કરી હવે સમય ફેરા ફરવાનો આવ્યો. ધીમે-ધીમે ચાલી રહેલો ભોલો આજે આકુળ વ્યાકુળ થઈ રહ્યો હતો. તેના મનમાં ખુશીનો પાર રહ્યો ન હતો. હવે કન્યાને આગળ આવવાનો સમય આવ્યો. આગળ ચાલી રહેલી કન્યાનો પગ એક ફૂલના પાંદ પર આવ્યો અને તે પાંદની ચિકસ્થી તેનો પગ લપસ્યો. જેવી કન્યા લપસી કે તેનો હાથ ભોલાના સાફા પર પડ્યો અને તેનો ચેહરો ઉઘાડો થયો. લપસી પડેલી કન્યા હવે નીચે અથડાઈ.
થોડીવારમાં કેટલાય તેઓની આજુ બાજુ ઘેરાઈ ગયા. કદરૂપો ભોલો બધાથી પોતાનો ચેહરો છુપાવવા લાગ્યો. તેને નીચે પડેલી કન્યા તરફ જોયું તે કન્યા દૂધ જેવી ધોળી અને રૂ જેવી કુણી લાગી. એકદમ લપસીને ઉભી થયેલી કન્યા ભોલાને જોઈ ડરી ગઈ અને ચીસ પાડી ત્યાંથી નાસી છૂટી. મંડપમાં આવેલા કેટલાંય લોકો એ ફેંસલો ન લઈ શક્યા કે તે દીકરીને આબરૂ માટે પાછી લાવવી કે નહીં.
એ સમયે ભોલાનો એક મિત્ર બોલ્યો. “ભોલા ભાગમાં હતી એ'ય ગઈ. હવે તો તું ભલોને ભેંહ ભલી.” અને હસવા લાગ્યો. તેની સાથે બીજા બધા પણ હસવા લાગ્યાં. રાજકુમારી સંધ્યા પણ આ બધું જોઈ હસી પડી. ભોલાની નજર એકદમ ઊંચા સ્થાને બેઠેલી રાજકુમારી પર પડી. તે ચિડાઈને મંડપ છોડી ત્યાંથી નાસી છૂટ્યો. આ બધામાં પારો સૌથી વધુ દુઃખી હતી. પરંતુ તેના ભાઈનું સત્ય બદલાઈ તેમ ન હતું. ત્યારબાદ બધા વાણીના ગામ તરફ રવાના થયા. થોડા મિત્રો ભોલાની શોધમાં નીકળ્યા.
***