એક તલવાર અને સાફા સામે બેસેલી વાણી એ ઘરચોળું ઓઢ્યું હતું. રૂપ અને ગુણમાં કંઇજ ખામી ન નીકળે એતો આખું ગામ જાણતું હતું. આજે વાણીની સુંદરતાથી સ્વર્ગની અપ્સરા પણ ઈર્ષ્યા કરતી હોય એવું મનમોહક વાતાવરણ બનવા લાગ્યું.
એક સમયે વાણીના લગ્નનો પ્રસ્તાવ લઇને ઝંગીમલ પોતે તેના પિતા પાસે આવ્યો હતો. પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવ્યો. તે સમયે મદનપાલ અને સુર્યાંશ વાણીના પિતા આચાર્ય અધીના સેવક બનીને છુપા વેશે રેહતાં હતાં. ઝંગીમલના રાજ્યના બધા બળવાન લોકો સામે તેમને મલ યુદ્ધ ખેલ્યાં, તલવાર બાજી કરી પરંતુ એ બંન્નેને એક સાથે હરવવા કોઈથી પણ શક્ય ન હતું. સુરવીર યોદ્ધાઓને એક પછી એક પોતાની સાથે જોડતા ગયાં. એ સમય દરમ્યાન અધીની પુત્રી વાણીને મદનપાલ મનમાં વશી ગયો. તેની પસંદ આચાર્યને પણ રુચિ હતી. તેઓએ મદનપાલ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એટલા સમયમાં આચાર્ય અધી પણ એ બંનેનું સત્ય જાણી ગયા હતા.
મદાનપાલ પણ વાણીને ચાહતો હતો. પરંતુ
યુદ્ધ સમયે લગ્ન થાય અને જો તેની હાર થાય તો અધી અને તેની દીકરીને ઝંગીમલ જીવિત ન છોડે એ વાતથી ડરતા મદનને સુર્યાંશે ખંભે હાથ મૂકી આશ્વાસન દેતા કહ્યું. “પ્રેમ અને યુદ્ધમાં બધું જ વ્યાજબી છે.” આ વાતથી મનેલા મદને વાણી સાથે લગ્ન કર્યા. પરંતુ તે સમયે મદનપાલ તેના પરિવારને આ સંદેશ પોહચાવી ન શક્યો.
એ સમયે લગ્નમાં હંમેશા પુરુષો જ વેલ લઈને જતાં, પરંતુ સંધ્યાની જવાની ઈચ્છાને કોઈ માત ન દઈ શક્યા. આમેય તેની સાથે તેનો થનાર પતિ સુર્યાંશ હતો. તેથી કોઈને લૂંટારા કે બીજો કોઈજ ડર ન હતો.
“રાજકુમારીજી તમે કેવી વિધિ કરશો?” પારો બોલી.
“કેમ! જેમ થતી હોય એમજ.”
“તમારા પતિના સગા તો મહારજ જ છે. અને રહી વાત વેલની તો ખાંડુ તો દૂર જવાનું હોય તો લય જવાય. ઘરના ઘરે રેહવાની વિધિ તો પંડિત જ જાણે હવે.”
કહી પારો હસ્વા લાગી.
“લુચ્ચી! એમ ન બોલ. એ સાંભળી જશે તો ભાઇને કહી સુલી એ ચડાવશે તને.” સંધ્યા બોલી.
આમ જ બધી વિધિ પૂરી થઈ. અચાનક એક રૂમમાંથી નાની બાળકીના રડવાનો અવાજ આવ્યો અને વાણી એકદમથી દોડીને તેને લઈને તેનું પેટ ભરાવવા લાગી.
થોડીવારમાં સંધ્યા અને પારો પણ ત્યાં આવી પોહચી. એ બંનેને જોઈ બાળકી થોડું હસી પછી એકદમ રડવા લાગી. સંધ્યાએ તેને વાણીના ખોળામાંથી લઇ લીધી. લેતાજ બાળકીનો હાથ સંધ્યાએ પેહરેલા હીરા જડિત હાર ઉપર પડ્યો. કેટલુંય કર્યું પણ તેને હાર ન છોડ્યો એટલે રાજકુમારીએ પારોને કહી પાછળથી હાર છોડાવી તેની જિદ્દી ભત્રીજીને આપ્યો અને બોલી. “આજ થી તારું નામ જીદ.”
બધા ખૂબ જ ખુશ હતા. આજની રાત અહિયાં જ કાઢવાની હતી. એ સમયે અચાનક એક ઘોડા પર સવાર થઈને એક ગુપ્તચર આવ્યો. જે બીજા બધાની વચ્ચે બેઠેલાં સુર્યાંશ પાસે જઈ કોઈ ખૂણે આવવાનું કહ્યું. બંને બધાથી દૂર જઈ એક ઘરમાં પહોંચ્યા.
“રાજકુમારી અને બાકી બધા ઉપર ખતરો છે.” બોલી તે ઘરમાં આજુબાજુ જોવા લાગ્યો.
“કેમ એવો તે શું સંદેશ છે?”
“અંગ્રેજ ગવર્નર સર જ્હોન ફ્રેડરીકના આદેશથી અચાનક અંગ્રેજ સૈનિકો ચંદ્રહાટ્ટીની સરહદ પાર કરી ચૂક્યા છે.”
ગુપ્તચર બોલ્યો.
“મહારાજ અને મદનપાલને આ વાતની જાણ છે?”
“હા.”
“બીજી કોઈ સૂચના?”
“રાજકુમારે કેહવરાવ્યું છે. આ ષડયંત્રમાં મુખ્ય એવા ઝંગીમલ અને પ્રધાન બંનેને મારી કાપ્યા છે. તેના વિરોધમાં આદમ અને પ્રધાનનો દિકરો બંને સૈન્ય લઈને આ તરફ નીકળ્યાં છે.” ગુપ્તચર બોલ્યો.
વિકટ સમયે સુર્યાંશે રાજકુમારી અને મદનપાલની પત્નીને બચાવવા માટે એ જગ્યાએ જવા કહ્યું જ્યાંથી છેલ્લે મદનપાલ અને સુર્યાંશે યુદ્ધ પહેલાં છુપા રસ્તે ચંદ્રહાટ્ટીના સૈનિકોને અહીંયા ઝડપથી પોહચાડ્યાં હતાં. તેઓની સાથે એક નાની સૈનિકોની ફોજ મોકલી જેથી કોઈ આપત્તિમાં પણ તેમને કંઈ ન થાય. ત્યાંથી કેટલાંય દૂર ગયા પછી બધા જ થાક્યા. એ જગ્યા જંગલમાં થોડીક હજુ અંદર હતી. તેમને આજની રાત ત્યાંજ એક ઝાડીમાં થોભી ગયા. અંધારી રાતમાં ચારે તરફ કાળા ઘમાસાણ વાદળ છવાઈ ગયા હતા. થોડી-થોડીવારમાં વીજળીના ચમકારા થઈ રહ્યાં હતાં. વાણીના ખોળામાં સુતેલી જીદ પોખ મૂકીને રડી રહી હતી. સંધ્યા અને પારો પણ કંઇક એવીજ મુશ્કેલીમાં એક બીજાની સામે જોઈ રડી રહ્યાં હતાં.
એક ભયાનક રાત નીકળ્યા બાદ વેહલી સવારે એક લોહી લુહાણ સિપાહી ક્યાંકથી નાસ્તો નીકળીને એ જગ્યા તરફ દોડી રહ્યો હતો જ્યાંથી ચંદ્રહાટ્ટી જવાનો છૂપો રસ્તો છે. નજીક આવતાની સાથે તેને ઓળખી ગયેલાં સૈનિકોએ તેને અટકાવ્યો. “રઘલા કેમ નાસી છૂટ્યો? શું થયું ત્યાં?”
“અનર્થ થઈ ગયો અનર્થ!” ઉચા સ્વરે બોલ્યો. તેના હૃદયના ધબકારા બહાર પણ સંભળાવા લાગ્યા. તેના માથે વાગેલા ઘાથી નીકળેલું લોહી તેની આંખે આવી ચોંટી ગયું હતું. રાજકુમારી સાથે આવેલા સૈનિકોએ તેને પીવા અને મોઢું ધોવા પાણી આપ્યું. મોઢું ધોઈને સ્વસ્થ થઈને તેઓ તેને રાજકુમારી પાસે લાવ્યા.
“શું થયું આમને કોણ છો ભાઈ તમે?” રાજકુમારી આટલા સંકટમાં પણ ધૈર્યથી બોલ્યાં.
થોડો ઊંડો નિસાસો લઈને રઘલો બોલ્યો. “અનર્થ થઈ ગયો રાજકુમારી અનર્થ.”
“શું થયું?”
“તમારા ગયા પછી મધ્યરાત્રિએ આદમ અને પ્રધાનનો દિકરો એક મોટું સૈન્ય લઈ ત્યાં આવી પહોંચ્યા. મોટા સૈન્યને હરાવવું સેહલું ન હતું. તેથી અમે એક વ્યૂહ રચના કરી હતી. ફરતે બધે આગ લગાડવાની સાથે જ તેઓનું અડધું સૈન્ય દાજી મર્યું. સુર્યાંશની વ્હ્યું રચનાંથી અચંભિત તેઓ અડધા તો ત્યાં ઝાડીમાં મર્યા. બાકી વધેલા સૈન્ય સાથે યુદ્ધ છેડ્યું જેમાં પચાસેક તલવારબાજો અને સુર્યાંશ તેઓની સામે રહ્યાં. બાકીના બધા જ તીરંદાજોને મધરાત્રીમાં પણ ઝાડ પર ચડાવી નિશાની મારવા કહ્યું. જેનાથી સામે આવેલું સૈન્ય બળ સાવ નિષ્ક્રિય બન્યું. પરંતુ એવામાં પાછળથી આવીને ભોલાએ સુર્યાંશને ખંજર ખૂચાવી મારી. જેનો લાભ લઈ તેઓ હળવા સૈન્ય બળે પણ આપણા સૈનિકોને હરાવી ગયા.” રાઘલો ચૂપ થયો.
“પછી પછી શું થયું?” અકળામણમાં સંધ્યા બોલી.
“સુર્યાંશને બંધી કર્યો. તેઓએ જણાવ્યું કાલે રાત્રે આજ રીતે મહારાજ અને મદનપાલને પણ મૃત્યુને ઘાટ ઉતારી દઈશું. મારતા પહેલા સુર્યાંશની અંતિમ ઈચ્છા પૂછી. બંધી હાલતમાં પણ પોતાની પીઠમાં ખૂચેલી ખંઝર કાઢી તેમને ભોલાના ખૂંપી દીધી. જેથી ડરીને તેઓએ સુર્યાંશને મારી નાખવા આદેશ આપ્યો. હજું મારવા જઇજ રહ્યાં હતાં એમાંથી એક બોલ્યો અહીંયા મદનપાલની પત્ની અને બહેન પણ આવ્યાં છે ને! જે સાંભળી સુર્યાંશ ભડકી ઉઠ્યો અને પોતાના શરીરમાં રહેલું બધું બળ લગાવી તેને ત્યાં જ ઠાર કર્યો. એ જોઈ બધા જ તેમના પર તુટી પડયા.”
રાજકુમારીની આંખોમાં આંસુ આવ્યાં. સંધ્યાએ હવે સમય બરબાદ ન કરતાં થોડી કૃત્રિમ મજબૂતાઇ દાખવી અને ખંજર લઈ ત્યાંથી નીકળવાનો આદેશ આપ્યો. વાણીની તબિયત થોડી કપરી હતી. જીદને પારોને સોંપીને તેને હંમેશા સાચવી રાખવાનું વચન લીધું. એટલામાં એક સિપાહી બોલ્યો. “મહારાણી ભોલો તો આનો સગોભાઈ હતો.” તેના બોલતાની સાથે જ સંધ્યાએ તે સિપાહીને કઠોર આદેશ કહી સંભળાવ્યું. “તું જેની વાત કરેશ તે માત્ર મારી દાસી નહીં મારી સખી છે અને સમય આવ્યે તે પોતાનો જીવ આપી દે પણ વચન ન જવા દે.”
ગુપ્ત રસ્તે પોહચતાની સાથે જ કેટલાક ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. થોડાક માણસો લઈને પ્રધાનનો દિકરો આવી રહ્યો હતો. એવામાં વાણીનો પગ એક પથરા સાથે અથડાયો અને તે ત્યાંજ બેસી ગઈ. રસ્તામાં ક્યાંય હવે ઝાડી ઝાંખરા ન હતાં કે તેને લઈ છુપાઈ શકાય. તેને એક સિપાહી પાસેથી ખંજર માંગી. વાણીએ સંધ્યા અને પારોને પોતાની પાસે બોલાવી. “મારી દીકરીને જીવતાં કાનો કાન આ વાત તમારા બેય માંથી એક પણ નય કરે. કોઈ પણ સંજોગે જીદને તેના પિતા પાસે પોહચડવાનું વચન લીધું.” બોલીને વાણીએ તેઓને ત્યાંથી દૂર જવા આદેશ આપ્યો.
***