એક સત્ય વાત છે.મારા નાનપણ નો એક રસપ્રદ સત્ય કિસ્સો જે મારા માનસ પટલ માં અંકિત થયેલ છે.મને બહુ જ સ્પર્શી ગયો હતો આ પ્રસંગઆજે અહીંયા પ્રસ્તુત કરું છું.નાનપણ માં અમે વારે વારે મારા મામા ના ઘરે જતાં. દરિયાપુર જતાંએકવાર અમે બધાં જમતાં હતાં ને એક થોડું મોટું બિલાડીનું બચ્ચું આવ્યું અમે એને દૂર રોટલી નો ટુકડો આપ્યો. એમ એમ એમાં રોજ આવવાનું શરૂ કર્યું. રોજ અમે તો જમાડીએ જ પણ એ પોળ માં દરેક ના ઘરે જાય..કદાચ જ્યાં ત્યાં મોઢું નાખતી હશે કે કેમ પણ અમારાં ઘર થી 2..3 ઘર દૂર પાડોશી ના ઘરના લોકો એ એને એક દિવસ એવું માર્યું કે એનો પગ તૂટી ગયો..અને એ લોકો એ અમને ફરિયાદ પણ કરી. તૂટેલાં પગે એ જ્યાં ત્યાં જાય તો વધુ નુકશાન થાય.એમ વધુ વધુ માર ખાય અને લોકો એને વધુ નુકશાન કરે.અમારા ઘર માં પણ વધુ નુકશાન થતું. દૂધ ઢોળે, રસોડા માં તોડફોડ શરૂ થઈ. જ્યાં ત્યાં ગંદકી કરે.કપડાં માં મંદિર માં એના મળમૂત્ર કરે..પહેલાં આટલું બધું નુકશાન ન હતી કરતી.પણ ધીમે ધીમે એ વધતું ગયું..લોકો જેમ જેમ મારતાં ગયા એમ એમ એ વધુ અસલામત અને આક્રમક અને ખરાબ થતી ગઈ..પહેલાં તો અમારી સામે દૂધ પીવે,બેસે,રમત કરે..પણ ધીમે ધીમે અમારાં થી પણ ડરતી ગઈ...બહાર ના લોકો એને મારતા એટલે એ મનુષ્ય થી કદાચ વધુ અસલામતી અનુભવતી હશે..એટલે અમારાં થી પણ અસલામતી અનુભવવા લાગી..એની તબિયત વધુ ને વધુ બગડતી.અમે દૂધ આપીએ કે બિસ્કિટ આપીએ..સુવા માટે કંતાન આપીએ ઓઢવા રૂમાલ પણ એ અમને બચકાં ભરવા આવે અથવા જોર જોરથી મ્યાઉ... મ્યાઉ કરતી. બધાં એમ જ કહેતાં આ હવે બહુ નહિ જીવે,મરી જશે હવે ચાલી નહિ શકે.એટલે એક દિવસ અમે એને પકડવા નું નક્કી કર્યું અને દવાખાને લઈ જઈ એની દવા કરાવીએ એમ વિચાર્યું. એટલે એને પકડવા કોઈ મોટાં ભાઈ આવ્યા હતાં.. એને જેટલું પકડવાનો પ્રયત્ન કરીએ એ એમ વધુ દોડા દોડી કરતી.એ દિવસે એ બહુ જ ડરેલી અને ગભરાઈ ગઈ હોય એમ લાગ્યું..એટલે એ ઘર ની બહાર ભાગી ન જાય અને લોકો એને વધુ ન મારે અને એને વધુ તકલીફ ન થાય એટલે અમે ઘર ના બધાં દરવાજા બંધ કરી દીધાં અને એને પકડવા નો પ્રયત્ન શરૂ કર્યો..જેમ જેમ એને પકડવા જઈએ એમ એમ ઉં દોડાદોડી કરે અને જોર જોર થી વધુ ને વધુ ચીસો પાડવા લાગી..અમે એને દૂધ આપ્યું, બ્રેડ આપ્યું,બિસ્કિટ આપ્યું કેટલો પ્રેથી પકડવાનો પ્રયત્ન કર્યો પણ એ જોર જોર થી મ્યાઉ મ્યાઊં કરી ચીસો પડવા લાગી..એટલે અડોશ પડોશ મા પણ અવાજ અવાવ લાગ્યો..બારણું ખખડાવે પણ બારણું બંધ હતું..લોકો એ પૂછવાનું શરૂ કર્યું કેમ બિલાડી નો અવાજ આવે છે?એને મારો છો કે શું?અમે કહ્યું ના એને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ.પણ એ હાથ માં નથી આવતી...જેમ જેમ એ વધુ ને વધુ અવાજ કરતી લોકો વધુ સમજતાં કે અમે એને અંદર મારીએ છીએ કે એને વધુ તકલીફ આપીએ છીએ..કેમ રડે છે..કેમ આટલી ચીસો પાડે છે એમ બહાર થી અલગ અલગ સલાહ આપવા લાગ્યા.મને હજુ યાદ છે એ જગ્યા દાદર ની નીચે નો એ ખૂણો જ્યાં એ સંતાઈ કદાચ એને હવે ભાગવાનો બીજો કોઈ રસ્તો બાકી નહતો રહ્યો..એટલે એ વધુ અસલામત થઈ,વધુ ડરેલી લાગી.એટલે એક મોટા જાડૉ રૂમાલ એની પર ફેંકી એને પકડવાનો પ્રયત્ન પેલા ભાઈએ કર્યો તો એ ખૂબ જોર થી એ ભાઈ ના ગળા ઉપર કૂદકો મારી એમને નસોરીયા માર્યા..એમનાં શરીર માંથી લોહી નીકળવા લાગ્યું..અમે કહ્યું મૂકી દો આપણે નથી પકડવી,પણ એની આવી દશા જોઈએ એ ભાઈ એ કહ્યું વાંધો નહિ એ અસલામતી અનુભવે છે.ડરેલી છે.એને એમ છે કેજે લોકો એ એને મારી છે.એનો પગ તોડ્યો છે એમ જ આપણે પણ એને મારવા એનો પગ તોડવા એને પકડીએ છીએ એટલે એવધુ ડરે છે..અસલામતી અનુભવે છે.એ અપણ ને પણ એ જ ખરાબ લોકો ની જેમ સમજે છે.પણ આપણે એનાથી ડરી જઈશું તો એને બચાવી નહિ શકીએ.ભલે એ મને નસોરીયા મારે,લોહી નીકળે પણ આપણે એને આજે બચાવીએ જ.એમ કરી એ ભાઈ એ ફરી એને રૂમાલ નાંખી ને પકડી..એ બહુ ચીસો પાડવા લાગી..બહાર ઉભેલા લોકો ને એમ થયું કે અમે બિલાડી ને કદાચ બંધ બારણાં માં હાનિ પહોંચડીએ છીએ એટલે એ લોકો પણ અમને સલાહ આપે કે આમ કરો તેમ કરો,એને મારતા નહિ,,એને વાગે નહિ..એમ એ લોકો પણ બુમો પડવા લાગ્યા. એ બિલાડી પકડાઈ તો પણ એણે પેલાં ભાઈ ને બહુ જ નસોરીયા ભર્યા,લોહી નિકળાયું બહુ ચીસો પાડતી,તો પણ પેલા ભાઈ એ એને બરોબર પકડી રાખી..દરિયાપુર ગામ ની આગળ જ સરકારી પશુઓ નું દવાખાનું હતું..એટલે એ બિલાડી ને ત્યાં લઈ ગયાં અને દવા કરાવી ત્યાં પણ એ બધાં ને નસોરીયા ભરવા કે બચકું ભરવા પ્રયત્ન કરતી..પણ તો પણ ડોક્ટરે એની ધીમે ધીમે બહુ સારી સારવાર કરી.ડોક્ટરે પણ એજ કહ્યું.એ ડરેલી છે..અસલામતી અનુભવે છે એને જેમ જેમ એમ લાગે કે હવે બચવાનો સહારો નથી.એટલે એ વધુ આક્રમક થઈ હુમલો કરે પોતાની જાત ને બચાવે.( એમણે એમ પણ કહ્યું કે જો એ હુમલો કરે તો સીધું તમારું ગળું પણ પકડે અને તમે કદાચ મૃત્યુ પામો એવી હાલત કરી શકે,આતો બિલાડી માં શક્તિ નહિ હોય અથવા નાની હતી એટલે કદાચ)આ વાત મને ખુબ જ આશ્ચર્યજનક લાગી અને ને હજુ સુધી યાદ છે કે કોઈ અસલામત હોય તેને મદદ કરવા પણ જાવ ને તો એ પોતાની અસલામતી માં તમને પણ મારી નાંખી શકે છે..અને બીજું એ પણ સમજાયું કે અમે બંધ બારણાં માં ખૂબ જ પ્રેમ, કુનેહ સમજણ થી એને જેમ બને એમ ઓછી તકલીફ થાય અને એનું સારું કરવા જ ,એની સારવાર કરવા જ, જેથી એ ફરી તાજી માજી થઈ દોડી,કૂદી શકે એટલે એને પકડવાનો પ્રયત્ન કરતાં હતાં તો પણ એને ચીસો પાડી,જેમ તેમ ધમપાછડા કર્યા, પોતના તૂટેલા પગ ને પણ નુકશાન કર્યું,ઘર માં પણ નુકશાન બીજા લોકો એ એને હાનિ પહોંચાડી હતી, એટલે એ ડર થી એ અમને પણ એ લોકો જેવા સમજી અમને નુકશાન પહોંચાડયુ ચિસા ચીસ પણ કરી.( જ્યારે એને મારનારા એને દુઃખ આપનાર ને એને ક્યારેય આવું ન કર્યું,પણ એનું સારું કરનાર ને અસલામતી માં અત્યંત નુકશાન પહોચાડ્યું)અને એ ચીસા ચીસ આ બંધ બારણાં ની બહાર ઉભેલા લોકો એમ સમજતાં કે કદાચ અમે એને હાનિ પહોંચડીએ છીએ એટલે એમને સલાહ આપતાં અથવા અમે ખરાબ છીએ,અણઆવડત વાળા છીએ એમ સમજી પોતે એને બચાવશે એમ સમજી દરવાજો ખોલો લાવો અમે કરીએ..અમે કરીએ એમ કહેવા લાગવા.આટલાં દિવસ સુધી એ લોકો બિચારી બિલાડી..બિચારી બિલાડી..આ આમ જ મરી જશે,,હવે નહિ બચે એમ.કહેતાંપણ પોતાનાં ઘરે કોઈ ન લઈ જતું,અમે જ અમારાં ઘરે એને રાખી હતી અને પ્રેમ થી આટલું નુકશાન કરે તોપણ એને જમાડતા,સાચવતા એમ ઘણું કરતાં. એને સાજી કરવા ની હિંમત અને મદદ કરવાની દવા કરવાનો વિચાર તો અમે જ કર્યો હતો,પછી એની ચીસો સાંભળી બધાં દોડી આવ્યા..એના નસોરીયા અને લોહી નીકળવાની પીડા એને બચાવનાર ભાઈ એ જ સહન કરી.બીજા પણ લોહી ,નસોરીયા જોઈ ને બોલવા લાગ્યા આતો તમે જ કરી શકોહો...સારું થયું અમે પકડવા ન આવ્યા,,બીજા કહે આમ નહતું કરવાનું..આમ કરવાનું હતું..આમ કર્યું હોત તો.એમ સલાહ આપવા લાગ્યા.એટલે હું સમજી કે પ્રાણી હોય કે મનુષ્ય જ્યારે એ અસલામતી અને લઘુતાગ્રંથિ અનુભવતા હોય..જે અન્ય લોકો એ આપેલ દુરાચાર થી વ્યથિત થયેલ લોકો કે પ્રાણી ને આપણે મદદ કરવાનું એમને સાચવવાનું..એમને પોતાનું નુકશાન કરીને બચાવવાનો પ્રયત્ન કરીશું તો એ શક્ય છે આપણું જ ગળું પકડી શકે,આપણ ને નસોરીયા મારી લોહી નીકળી શકે.અને તોયે લોકો શું સમજે ?આપણે એને હાનિ પહોંચડીએ છીએ.એટલે બચાવવા આવે.લોકો ની સામે આબરૂ કાઢે અને એ નુકશાન અપણ ને જાય એ અલગ.આતો બારણું ખુલ્યું,,એને દવાખાને લઈ ગયા એટલે લોકો ને ખ્યાલ આવ્યો કે આપણે એને બચાવીએ છીએ.નહિ તો?આ પ્રસંગ મારા જીવન માં બાળપણ થી અંકિત થઈ ગયેલ હતો.મને બહુ જ વિચાર કરાવતો આ પ્રસંગ.અને હું હંમેશા વિચારતી કે અસલામત જીવ ને સલામત કરવા જઈએ તો એ ગળું ઝાલી શકે.પણ આપણ ને એ ખબર જ ન હોય કે આ અસલામત છે,ડરેલ છે એટલી હદે અસલામત ,ડરેલ છે કે આપણું ગળું ઝાલી મારી નાંખી શકે છે..એવી ખબર જ ન હોય આપણે તો નિર્દોષ ભાવે ,એની ખરાબ હાલત માં બચાવવા પ્રયત્ન કરીએ તો..? આપણે તો મોત નક્કી જ સમજવાની ને ?!આશ્ચર્ય કોઈનું સારું કરીએ તો પણ એની અસલામતી અને એની કેવળ પોતાનું સ્વાર્થ જોવાની વૃત્તિ ને કારણે આપણું નુકશાન નક્કી.શારીરિક,આર્થિક, માનસિક અનેસામાજિક લોકો ની નજર માં પણ.અને એને તો એમ જ થાય કે એણે પોતાનું રક્ષણ કર્યું..એને તો એમ જ થાય કે આવું જ કરવાનું હોય..બચકું ભરવાનું કે નસોરીયા જ મારવા ના હોય..એને તો એમ જ થાય કે આ વ્યક્તિ પણ મને મારવા જ આવ્યા છે એટલે એને પણ નફરત જ કરે અને નુકશાન જ પહોંચાડે..અને જ્યારે જીવન માં ખરેખર આવું થાય ને ત્યારે આ વિચાર વધુ ને વધુ યાદ આવે. કે જે અસલામત હોય એટલે એ કેળવ પોતાનો જ સ્વાર્થ જોતું હોય,કેવળ પોતાને બચાવવાનો પોતાને સલામત કરવાનો જ પ્રયત્ન કરતું હોય.એને બચાવવા જઈએ તો એ આપણું પણ નુકશાન કરે. મનેસમજાય છે ને હવે?