ગુજરાતી ભાષા મારી માતૃભાષા છે. મને ગુજરાતી ભાષા પર ગર્વ છે. જ્યારે એ ભાષા નો ઉપયોગ કરી ને વાત કરું છું તો એક સફળ વ્યક્તિ ની જેમ અનુભૂતિ થાય છે.
આ લેખ એ મેં પોતે લખેલ નથી. આ લેખ અન્ય વ્યક્તિ ની મહેનત છે પણ ખૂબ જ ઉપયોગી, જરૂરી અને સૌ એ જાણવા જેવી અગત્ય ની માહિતી છે એટલે અહીંયા રજૂ કરું છું.આમહિતી દરેક ગુજરાતી સુધી પહોંચાડવી જરૂરી જણાતા અહીંયા રજૂ કરાય છે.
જેણે પણ આ માહિતી આપી છે તમને સત સત નમન.
*ગુજરાતી ભાષા તમારા સ્વાસ્થ્યને સમૃધ્ધ બનાવે છે**ગુજરાતી ભાષા વૈજ્ઞાનિક પણ છે* તમારા સંતાનો ભૌગોલિક સીમાડાઓ વટીને ભલે વિદેશ ગયા હોય તેમને આ વાત સમજાવજો. તેઓ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સરખામણીમાં વધુ સમૃદ્ધ રહેશે. અંગ્રેજી વર્ણમાળામાં માત્ર ર૬ અક્ષરો છે. જ્યારે ગુજરાતી વર્ણમાળામાં ૫૧ અક્ષરો છે. અંગ્રેજીમાં માત્ર બે જ અનુસ્વાર છે M and N જ્યારે ગુજરાતીમાં પાંચ અનુસ્વાર છે. ગુજરાતી ભાષામાં માન્ય સ્વરો 13 અને માન્ય વ્યંજનો 34 છે.ગુજરાતી ભાષાના માન્ય સ્વરો :અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, અૅ, ઐ, ઓ, ઑ, ઔ આ ગુજરાતી ભાષાના માન્ય સ્વરો છેય અને વનો સમાવેશ અર્ધસ્વરોમાં થાય છે.વ્યંજનો :ક, ખ, ગ, ઘ, ઙ, ચ, છ, જ, ઝ, ઞ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ આ ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો છે.ક, ખ, ગ, ઘ, ઙ અને હ એ કંઠ્વ્ય સ્થાનીય વ્યંજનો છે. જે બોલતાની સાથે ગળુ સ્વચ્છ અને શુધ્ધ થાય છે. ચ, છ, જ, ઝ, ઞ, શ એ તાલવ્ય વ્યંજનો છે. જે બોલતાની સાથે તાળવું સ્વચ્છ અને શુધ્ધ થાય છે. ટ, ઠ, ડ, ઢ, ણ, ષ અને ર એ મૂર્ધન્ય વ્યંજનો છે. જે બોલતાની સાથે તાળવાનો ઉપ૨નો ભાગ સ્વરછ અને શુદ્ધ થાય છે. ત, થ, દ, ધ, ન એ દંતવ્ય વ્યંજનો છે. જે બોલતાની સાથે દંતશુદ્ધિ થાય છે. પ, ફ, બ, ભ, મ ઓષ્ઠ્ય વ્યંજનો છે. જે બોલતાની સાથે હોઠ શુધ્ધિ થાય છે. ઙ, ઞ, ણ, ન અને મ એ પાંચ અનુનાસિક વ્યંજનો છે. જે બોલતાની સાથે નાકની શુદ્ધિ થાય છે.જીભ એવુ આલ્કલી રસથી ભરેલું અંગ છે એ જેને સ્પર્શે એને સ્વચ્છ અને શુધ્ધ કરે છે. મિત્રો શરીરના કોઈ પણ અંગને ઈજા થાય તો પ્રાણીઓ એને જીભ વડે ચાટે છે અને સાજા થાય છે. નાનપણ માં આંગળી માંથી લોહી નીકળતું તો માતા તરત જ એ આંગળી મોં માં મૂકવાનું કહેતી હતી. ગુજરાતી કે સંસ્કૃત ભાષા બોલતી વખતે આપણી જિહવા અને તેનો આરોગ્યપ્રદ રસ મુખની અંદર આવેલા તમામ અંગોને સ્પર્શ ચિકિત્સા દ્વારા નીરોગી બનાવે છે . રાખે છે. આપણી પાંચે ઇન્દ્રિયો પણ મુખ મસ્તકમાં આવેલી છે. તે પણ સતેજ બને છે. અગાઉના સમયમાં સંસ્કૃતના ઉચ્ચારણ શ્રવણથી વિદ્યાર્થીઓ ભાષા શીખતા હતા સાથે સાથે તન અને મનથી તંદુરસ્ત પણ રહેતા હતા. તમે તમારા સંતાનોને લખતા વાંચતા ન શીખવાડી શકો તો કંઈ નહીં એટલીસ્ટ બોલતા તો શીખવાડજો જ. આજે અંગ્રેજો ળ ણ જેવા અનેક અક્ષરો બોલી જ નથી શકતા જે માત્ર ગુજરાતીમાં બોલાય છે. ગુજરાતી કે સંસ્કૃત બોલતાની સાથે જ મુખશુદ્ધિ , તનશુદ્ધિ , મનશુદ્ધિ અને આત્મ શુદ્ધિ થવા લાગે છે. ગુજરાતી વ્યંજનો અને સ્વરો ખજાનાથી કમ નથી. વિદ્વાન અને મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંક જોશીની ક્ષમા યાચના સાથે તેમની જ કવિતાની બે પંક્તિ મૂકીને વિરમું છું. 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી 'વૈજ્ઞાનિક' ભાષા મને ગુજરાતી '