Ek Bhool - 2 in Gujarati Love Stories by shree books and stories PDF | એક ભૂલ - 2

The Author
Featured Books
Categories
Share

એક ભૂલ - 2

"૧ જાન્યુઆરી ૨૦૨૪ ..."

નકશી ની એક નવી સફર ની શરૂવાત થવાની હતી ..

(૧ જાન્યુઆરી નકશી internship નો પેહલો દિવસ)

નકશી  જલ્દી થી તૈયાર થાય જાય છે. નાસ્તો કરે છે અને પછી એનું બેગ તૈયાર કરે છે પછી ઘર માં દાદા, દાદી, મમ્મી પાપા ને પગે લાગે છે ને એ જવા માટે નીકળે છે ,એનો ભાઈ તેને મુકવા આવાનો હોય છે. બંને ઘરે થી નીકળે છે, નકશી રસ્તા માં વિચારે છે કે કવું હશે ત્યાં?? એ બધા ની સાથે ફાવશે ને..?.કામ તો ફાવશે ને..?.પણ સાથે સાથે એ બોવ  જ ખુશ હતી. ત્યાં તો એની ઓફીસ આવી જાય છે. એનો ભાઈ તેને બેસ્ટ ઓફ લક કઈ ને જાય છે તે બાર ઉભી જોવે છે ને પછી અંદર જાય છે ત્યાં મેઈન દરવાજા પાસે એને ગાર્ડસ પૂછે છે, શું નામ છે તમારું ? નવા આવ્યા છો internship માટે ? તે હા પાડે છે ત્યાં બીજા લોકો પણ આવવા નું શરુ હોય છે તે એની જેમ જ નવા આવ્યા હોઈ છે. એક છોકરી ત્યાં આવે છે.

"Hello"

'મારું નામ હિરલ..'

નકશી : "Hi" મારું નામ નકશી છે.

હિરલ : તમે "internship " માટે આવ્યા છો?

નકશી : હા.. તમે?

હિરલ : હા હું પણ ચાલો સાથે અંદર જાયે..

એમ હિરલ અને નકશી બને મળે છે અને એમ પણ નવી જગ્યા હતી. બંને નવા હતા એ જગ્યા માટે પણ હવે તેઓ ને એક બીજા ની સાથે હતા એટલે થોડીક શાંતિ હતી.. આગળ જાય છે ત્યાં બધા જ સ્ટુડન્ટ ત્યાં હોય છે બધા ને પેલા તો એક સાથે સભાખંડ માં બેસવા માટે કહેવામાં આવે છે. ત્યાં નકશી નું મુલાકાત બીજી છોકરીયો સાથે પણ થાય છે, એમ તે બધા સાથે મળે છે.  ત્યાં થી બધા ને  રિક્રુમેન્ટ ની ઓફિસે લય જવા માં આવે છે ત્યાં થી બધા ને અલગ અલગ ડીપાર્ટમેન્ટ માં મુકવા માં આવે છે... અને જોગા નું જોગ એવું પણ બને છે કે હિરલ ને નકશી જે સૌથી પેલા એક બીજા ને મળે છે બને એક જ ડીપાર્ટમેન્ટ માં આવે છે જે હોય છે એડમિની્ટ્રેશન..

એમ બંને નો એક બીજા સાથે સથવારો થાય છે ને બંને ની દોસ્તી થાય છે.. પછી બઘી જ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ બંને ને પોત પોતાની ટેબલ સોંપવામાં આવે છે.

નકશી ખુબ જ ખુશ હોય છે. અને ખુબ જ સારી જગ્યા મલે છે.. પેલો દિવસ હોવાથી કામ તો પ્રમાણ માં હોતું નથી. તે લોકો નું સ્ટાફ સ્વાગત કરે છે. ઓળખાણ કરાવે છે. બધા લોકો સાથે કેન્ટીન માં ચા પીવા માટે જાઈ છે..

( જોવા જાયે તો કેન્ટીન એ એક આવી જગ્યા છે ત્યાં કેટલા કેટલા લોકો ની કેટલા કેટલી યાદો.. કેટલી દોસ્તી..કેટલો નો પેલો પ્રેમ ઈ એ પેલો "eyecontect" અને કેટલા કેટલાય સ્મારણો અને કેટલીક યાદો.. અને ઈ સ્પેશ્યલ ટેબલે ત્યાં રોજ સાથે બેસી ને કરેલી એ વાતો આજે પણ ત્યાં જાયે તો જાણે આપડા કાને ને સ્પર્શતી હોય એવું લાગે..જોયે નકશી ના જીવન માં આ કેન્ટીન ની સાથે કેવા સ્મરણો જોડાય છે ) 

એમ બધા સાથે બપોર નું જમવાનું પણ લે છે  એમજ એક દિવસ પૂરો થાય છે.નકશી ઘરે આવે છે ખુબ ખુશ હોય છે એની ફેમિલી ને  એનો અનુભવ વ્યક્તિ કરે છે.

હવે આગળ શું થાય છે જોયે...

નકશી ની જિંદગી અહીંયા શું વળાંક લે છે. જાણવા માટે વાંચતા રહો.. " એક ભૂલ " 

(એવી તો શું વાત થાય છે ? જેના થી એક સુંદર સફર ને એક ભૂલ નામ આપી દેવામાં આવે છે જાણો આગળ આગળ ના ભાગ માં...)

તમારા રિવ્યૂ shere કરશો તો ગમશે 💐🙏🫠