પ્રકરણ 8 ધીંગામસ્તીની દુનિયા....!!
સાતમાં ધોરણમાં આવ્યો ને પ્રાયમરીમાં છેલ્લું વર્ષ ...એ સમયે ડાહ્યાભાઈ અમારા નવા પ્રિન્સીપાલ બન્યા હતાં.. અને સાતમાં ધોરણ નાં ત્રણ વર્ગ હતાં અ, બ અને ક.. અ વર્ગમાં ડાહ્યાભાઈ ,બ વર્ગમાં રમેશભાઈ વાળંદ અને ક વર્ગમાં એટલે મારા શિક્ષક હતાં હિતેશભાઈ કે જે મારા સોમમામા ના દીકરી પીન્ટુબેનનાં હસબન્ડ હતાં...એટલે સંબંધમાં તો મારા બનેવી થતાં હતાં... મારી સાથે ભણતો વિનોદ પ્રજાપતિ કે જેને સૌ ઉંદર કહી ને બોલાવતા હતાં...એક વખત એનાં પેન્ટ ની ચેન ખુલી હતી..અને મેં તો કહી દીધું કે “ વિનોદ, તારી પોસ્ટ ઓફિસમાં ઉંદરડું” અને બસ પછી એણે હિતેશભાઈ ને કહી દીધું...અને હિતેશભાઈનો મગજ ગયો ને મારા સહિત આખા ક્લાસને ખીજાયા...અને મને થયું “કેવો બનેવી છે જાડ્યો પાડ્યો....!!”
એક વખત તો મેં હદ જ કરી નાખી...પણ એ વખતે માસુમિયત તો ખરી...મારા બધાં મિત્રો મળીને મસ્તી કરતાં હતાં.. અને હું શાંતિથી બેઠો હતો ને એ જ સમયે ક્લાસમાં રમેશભાઈ વાળંદ સાહેબ આવ્યા...અને બધાને ખીજાયા તો ખરી પણ લાકડી વડે માર પણ માર્યો ...એ સમયે મેં કહ્યું કે સાહેબ મેં કઈ પણ નથી કર્યું ...તો એમણે પણ કહી દીધું કે આખા ક્લાસે માર ખાધો એટલે તારે પણ ખાવાનો...અને મને એમણે માર્યું તો મને તો સાલું લાગી આવ્યું કે મને વાંક વગર માર્યું જ કેમ...એટલે હું તો ઘરે જવાને બદલે સીધો પહોંચ્યો પોલીસ સ્ટેશન... એ સમયે મારા મિત્ર હિતેન્દ્રનાં પપ્પા પરમાકાકા જ પોલીસમાં હતાં...અને મેં જીદ પકડી કે રમેશભાઈ એ વગર કારણે મને માર્યું છે, તો બસ એમની પર કેસ કરો નહી તો હું ઘરે નહિ જાઉ...” અને પરમા કાકા એ ફોન કરીને એમને બોલાવ્યા અને રમેશભાઈ એ સોરી પણ કહ્યું ..તો મેં પાછુ ઉમેર્યું કે નહી મને બધાની વચ્ચે માર્યું તો બધાની વચ્ચે જ સોરી ક્હો...મેં બીજા દિવસે એમનાં મોઢે બધાની સામે સોરી સાંભળીને જ જપ લીધો
એ સમયે શિક્ષણમાં એટલો વિકાસ નહોતો...મને યાદ છે કે ડાહ્યાભાઈ પેપર ચેક કરવા માટે મને જ આપતાં ... પુરવણી પણ એકદમ નાની અને આડી આવતી ...મારું પી.ટી. નું પેપર હતું..એ પેપર માં મેં બે પુરવણી ચોટાડેલી અને બીજી પુરવણી બે પેજ કોરા રહ્યા હતાં એ ઘરે લઈને આવી ગયો...વિધ્યામાસીએ મારું પેપર ચેક કર્યું અને મને કહ્યું કે તારે માર્ક્સ બરાબર આવ્યા નથી...પી.ટી.માં ઓછા માર્ક્સ છે.. મેં પણ થોડા અભિમાનથી કહ્યું ના હોય માસી બે પુરવણી લખીને આવ્યો છું...અને પછી ચેક કર્યું તો ખબર પડી કે હું ભૂલમાં કોરી ની જગ્યાએ લખેલી પુરવણી ઘરે લઈને આવ્યો છું તો વિધ્યામાસીએ પણ કહ્યું કે કઈ નહી કાલે ચોટાડી દેજે ....પછી બીજે દિવસે મેં જ મારી પુરવણી ચોટાડી અને ચેક પણ મેં જાતે જ કરી...ને વેરી ગુડ પણ લખ્યું ...હા એટલી ઈમાનદારી કે મેં ફસ્ટ રેન્ક ના લીધો સેકન્ડ લીધો નહી તો ખબર પડી જાય ને કે ગોલમાલ છે...
સાતમા ધોરણમાં જ એક વાર ડાહ્યાભાઈ સાહેબે હાજરીપત્રક બનાવવા આપ્યું હતું...હું, કુલદીપ, પર્વત, સન્ની અને સંજય પાછા સિન્સયર થઈને અમે લોકોએ હા પાડી દીધી....એટલામાં ડાહ્યાભાઈ સાહેબનું ઓફિસમાં જવું .... ને અમે બધા મિત્રોએ મળીને ત્યાં પાથરેલા પાથરણા ખેંચી અને ફાડી નાખ્યા..... અને એમાં પણ સન્ની હાઈટમાં હતો તો એણે ડાહ્યા થઈને ડસ્ટર હતું એ ઉછાળ્યું..... એટલે એ ઉપર થાબડી(છત) ને અડકીને સીધું જ પડ્યું એ હાજરી પત્રક પર અને હાજરી પત્રકમાં સીધું કાણું પડ્યું..... થોડીવાર પછી સાહેબ આવ્યા.... હાજરી પત્રકમાં કાણું જોઈને અમને પૂછ્યું ....તો અમે લોકો માન્યા જ નહીં અને એ જ રટણ ચાલુ રાખ્યું કે સાહેબ તમે જેવું મૂકીને ગયા એમ જ છે....ત્યાં જ છે અમે અડક્યા જ નથી...
બસ આવી જ રીતે ધીંગા મસ્તી કરતાં કરતાં આઠમા ધોરણમાં પણ આવી ગયો.... પણ આ વખતે તો સ્કૂલ બદલાઈ ગઈ એટલે કે હાઈ સ્કૂલમાં આવી ગયો....પણ હાઈસ્કૂલમાં આવ્યા પછી ક્યારે પપ્પા સ્કૂલે મૂકવા આવ્યા નહોતા... પહેલા આવતા હતા પણ હવે તો ખાલી માત્ર પૂછતા હતાં...બેટા, કેમ છે?? મજામાં છે ..??મેં કારંટા રોડ પર આવેલી હાઈ સ્કૂલમાં એડમિશન લીધું હતું અને એ જ સ્કૂલમાં દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો....
આઠમા ધોરણમાં આવ્યો એટલે ક્લાસ ટીચર એ. જે. માલીવાડ હતા.... તેઓ સામાજિક વિજ્ઞાન ખૂબ સારું ભણાવતા હતા. પણ તેમને ખરાબ આદત કે પહેલા ડ્રીન્કિંગ કરવાનું અને પછી મસાલો ખાવાનો... એટલે ડ્રિન્કિંગની સ્મેલ પણ ના આવે.... હા, એમના લેક્ચરમાં ભણવાની ખૂબ મજા આવતી.... પણ ખબર કંઈ ના પડતી કારણ કે સામાજિક વિજ્ઞાન વિશે મારું માનવું તો એવું જ હતું કે “કોઈ જન્મે કે મરે એમાં આપણું કોઈ હાથ નથી” હાઈ સ્કૂલમાં આવીને કાંડ બહુ જ કર્યા છે મને યાદ છે એ સમયે હાઈસ્કૂલમાં ફર્સ્ટ ફ્લોર પર કોઈ કઠોડો નહોતો
એ સમયે અમારું પી.ટી. પંડ્યા સાહેબ લેતા જેમણે પપ્પાને પણ ભણાવ્યા અને મારી બહેનોને પણ ભણાવતા હતા... એટલે પ્રાઉડ તો ફિલ થવાનું અને એમનો લેક્ચર ભણવા માટે તલાવેલી પણ હતી.... પણ એક બાજુ ફાટતી પણ હતી.... કારણ કે મારે પછી કોઈ પાણી પણ ન માંગે.... એ છતાં મારા અમારા આખા પંથકમાં એમના વખાણ ખૂબ થતા. તે સમયે અમારો ક્લાસ મોનિટર પર્વત બન્યો હતો. હું દર વખતે બનતો હતો પણ આ વખતે મેં પંડ્યા સાહેબની બીકથી મોનિટર બનવાનું છોડ્યું હતું... એમાં પંડ્યા સાહેબનો લેક્ચર હતો અને પર્વતે બૂમ પાડી કે ચાલો બધા નીચે પંડ્યા સાહેબ બધાને બોલાવે છે અને બધા જ ક્લાસમાંથી ભાગ્યા નીચે જવા માટે..... પણ આ વાતની જાણ તો પંડ્યા સાહેબને હતી જ નહીં.... પંડ્યા સાહેબ મળ્યા રસ્તામાં સાહેબને જોઈને બધાએ દોટ મૂકી ફરીથી ક્લાસમાં.... અને અમારી પાછળ પાછળ પંડ્યા સાહેબ પણ આવ્યા.... સાહેબે આવીને પર્વતને ઉભો કર્યો એટલે પર્વત એ બધાને વારાફરતી ઊભા કર્યા.... પહેલો સંજય બીજો કુલદીપ પછી સન્ની એમ વારાફરતી બધાના નામ લીધા પણ મારું અને એક વાણિયો નિસર્ગ એમનું નામ ન લીધું.... પણ સન્ની નકામો માણસ ને,.... એને એવું કે હું એકલો માર ના ખાવ, મારી જોડે જોડે તમે પણ ખાવ.... એટલે સન્ની એ મારું અને વાણિયાને નામ લીધું.... હવે પંડ્યા સાહેબ તો ગુસ્સામાં પર્વત ને મારતા મારતા બહાર લઈ ગયા...અને બધાને બહાર કાઢ્યા પંડ્યા સાહેબે.... જેટલા બહાર હતા એ બધાને માર્યા.... એમાં હું અને સંજય અંદર બેન્ચ પાસે જ ઉભા હતા.... પણ બરાબર માર ખાધો હોય તેવું કરીને પાછા બેસી ગયા... કારણકે નાટક તો મારા લોહીમાં છે અને પછી ખબર પડી કે ખરેખર પંડ્યા સાહેબનું જેવું નામ છે ને એવું કામ પણ છે....માંડ માંડ બચ્યાં હતાં એ દિવસે...!!
******
To Be Continue….
Hemali Gohil “RUH”
@rashu
શું ઉદેશ્ય હશે ગગન નું કે જેણે પોતાની ડાયરીમાં પોતાનાં જીવનની નાનામાં નાની વાત લખી છે ...શું લેખક તેનું આ ઉદેશ્ય જાણી શક્શે...?? હાલમાં ક્યાં હશે ગગન..?? જુઓ આવતાં અંકે....