પ્રકરણ:30 (અંતિમ)
21 નવેમ્બર 2029
રુદ્રા જ્યારે આજે ઉઠ્યો ત્યારે લગભગ તેનું માથું ફાટી જાય એટલું દર્દ થઈ રહ્યું હતું. તે ઉભો થતા જ નીચે પડી ગયો.તેને મહાપરાણે ઘડિયાર સામે જોયું લગભગ સાત વાગી રહ્યા હતા. તેને તેના પપ્પાને બૂમ પાડી.થોડીવાર બાદ મહેશભાઇએ આવી રુદ્રાને સહારો આપી બેડ પર બેસાડ્યો.
"પપ્પા દર્દ સહેવાય તેમ નથી હોસ્પિટલે જવું પડશે" રુદ્રાએ કણસતા અવાજે કહ્યું. એટલીવારમાં ત્યાં વનીતાબહેન પણ આવ્યા હતા તેમનાથી રુદ્રાની હાલત જોઈ શકાય તે નહોતું તેમ છતાં આ સમય ભાવુક થવાનો નહોતો. તેમને રુદ્રાને સહારો આપ્યો. એટલીવારમાં મહેશભાઈએ ગાડી કાઢી. મહેશભાઈ અત્યારે ખૂબ સ્પીડથી ગાડી ચલાવી રહ્યા હતા. તેઓ લગભગ અડધી કલાકમાં હોસ્પિટલે પહોંચ્યા હતા.
સી.ટી સ્કેન કર્યા બાદ ડોકટર પર્સનલી રુદ્રાને મળવા આવ્યા હતા. ત્યારે રુદ્રા તેમની જ રાહ જોતો હોય તેમ બેડમાથી ઉભો થયો હતો. ડોકટર શર્માએ તેને સુઈ રહેવા સલાહ આપી હતી.
"રુદ્રા હવે તારી પાસે હવે કોઈ વધારે સમય નથી. કોઈ પેઈનકિલર હવે અસર કરી રહી નથી"
"મને ખબર છે પણ હવે આ દર્દ અસહનિય છે" રુદ્રાએ માથું દબાવતા કહ્યું.
"હું જાણું છું પણ હવે આપણાં હાથમાં કશું નથી. છેલ્લે આપેલી દવા ખૂબ હાઈ ડોઝમાં હતી એ તું પણ જાણે છે હવે તેનાથી વધારે તો શું આપી શકાય?" ડોક્ટરે કહ્યું
"હજી એક બાકી છે. મોરફિન ઈન્જેકશન"
"એ મેં પણ વિચાર્યું હતું. પણ તું જાણે છે ને તે કોઈ સ્ટોર પર નહિ મળે ઇવન અમને પણ એ રાખવાની મનાઈ છે. તે ફક્ત ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી મળી શકે"
"હું જાણું છું. તે હોસ્પિટલમાં હું એક ડોકટરને ઓળખું છું. તે જલ્દી પ્રોસેસ પતાવીને આપણને એ આપી દેશે"
"ઠીક છે તો હું કોઈકને ભાગવું છું તું ફોન કરી દે" શર્માએ કહ્યું.
********
લગભગ અડધી જ કલાકમાં મોરફિન ઇન્જેક્શન રુદ્રાને અપાયું હતું. ઉપરથી ઘેનની દવા પણ અપાઈ હતી. રુદ્રા ત્રણ કલાક સુધી ઉઘતો રહ્યો હતો. તે જાગ્યો ત્યારે ખૂબ હલકું તેને માથું દુઃખી રહ્યું હતું. તેના જાગવાની સાથે મહેશભાઈ અને વનિતાબહેન અંદર આવ્યા હતા.
ત્યારબાદ રુદ્રાને ઘરે લઈ જવાની છૂટ પણ અપાઈ હતી. ઘરે પહોંચી ભારી મને વનિતા બહેને રસોઈ બનાવવાની શરૂ કરી હતી. રુદ્રા તેના પપ્પા પાસે જઈને બેઠો હતો. બન્ને એકબીજાને થોડીવાર જોઈ રહ્યા હતા.
" પપ્પા થોડીવાર બહાર ચાલો. બહાર જઈને બેસીએ ક્યાંક"
"ચાલ બેટા" મહેશભાઈએ કોઈપણ વિરોધ વગર કહ્યું.
તેઓ લગભગ ફરતા ફરતા વડોદરાની બહાર નીકળ્યા હતા. મહેશભાઈએ એક શાંત જગ્યાએ ગાડી ઉભી રાખી હતી. તે એક જંગલ વિસ્તાર હતો. તે ઉપરાંત ત્યાં લોકોની કોઈ અવરજવર નહોતી. મહેશભાઈ નીચે ઉતાર્યા અને બહાર બોનેટ પર જઈને બેઠા. રુદ્રા પણ તેમની બાજુમાં બેઠો.
"તો કેવી લાગી આ જિંદગી" મહેશભાઈએ થોડા નમીભર્યા અવાજે કહ્યું.
"ખૂબ સુંદર છે આ દુનિયા,પણ પછીની દુનિયા આના કરતાં પણ કદાચ સુંદર હશે"
"તું અમને બન્નેને હમેશા યાદ રહીશ"
"તમે દુઃખી છો પપ્પા"
"દુઃખી તો છું પણ એક વાત છે કે દરેક માતાપિતાનું સપનું હોય છે કે તેમનો દીકરો મોટો થઈને એમના ગઢપણમાં કમાવા ન જવું પડે અને દીકરો કે દીકરી એમનું પેટ ભરે. તે એ અમે ઇચ્છીએ એ પહેલાં જ કરી દીધું. તું કદાચ અમારી સાથે નહિ હોય એ વાતનું દુઃખ અમને રહેશે પણ તું અમને કોઈ તફલિક ન પડે એટલું ધન મૂકીને જાય છે. તે કદાચ જોબ કરી હોત તો અમારે આ ઉંમરે પણ કામે લાગવું પડત.તે તારો દીકરાનો ફર્ઝ નિભાવ્યો છે. આઈ રિયલી પ્રાઉડ ઓફ યુ."
"તમને પણ હું ખૂબ મિસ કરીશ"
"મને ખબર છે તારા વગર જીવવું ખૂબ અઘરું થવાનું છે."
"પપ્પા એક પ્રોમિસ આપશો?"
"તું માંગે એટલા"
"રુદ્રા એન.જી.ઓ તરથી તમે આપી શકો એટલું દાન સોસાયટીને આપશો"
"એ કોઈ કહેવાની વાત છે હું જાણું છું કે એ પણ તારું એક સ્વપ્ન છે."
"હું ખુશ છું"
"તુ હજી કઈક કહેવા માગે છે?"
"પપ્પા કહેવા માટે ઘણું છે. તમારી સાથે આમ બેસવાના સુખથી મોટું સુખ કોઈ નથી અને મમ્મીના હાથનું ભોજન જામવાથી મળતા આનંદ જેવો બીજો કોઈ આનંદ નથી. બસ આટલુ જ" રુદ્રાએ કહ્યું અને થોડીવાર એમ જ બેઠા. ત્યારબાદ ભૂખ લાગતા ઘર તરફ ગયા.
રોજના ક્રમ મુજબ જમ્યા બાદ ત્રણેય રૂમમાં બેઠા.
રુદ્રા સાથે સાથે કશુંક લખી રહ્યો હતો.તે વાતું કરતા કરતા થોડો ભાવુક થઈ રહ્યો હતો. તેને તે કાગળ ખિસ્સામાં નાખ્યો. તેને વનિતા બહેનના ખોળામાં લંબાવ્યું. તે તેના મમ્મીના ખોળામાં સુવાનો એક અદમ્ય આનંદ ઉઠાવી રહ્યો હતો. આ સાથે જ લગભગ તેની બધી ઈચ્છાઓ પુરી થઈ હતી.
રુદ્રાના માથામાં ફરી એજ દર્દ શરૂ થયું. તે આ વખતે ખૂબ ઓછા સમય માટે હતું. લગભગ એક મિનિટમાં તેને તેનું માથું ખૂબ ઠંડુ લાગવા લાગ્યું. તેનું દર્દ હવે જતું રહ્યું હતું. તેને આખું બ્રહ્માંડ ફરતું હોય તેવો ભાસ થયો. તેનો તેના શરીર પરથી કાબુ જતો રહ્યો. તેનું શરીર હવે ઠંડુ પાડવા લાગ્યું. તેની જ્ઞાનેન્દ્રિયો ખૂબ ઠંડી પાડવા લાગી. તેને લાગ્યું કે તેના શરીરમાંથી કશુંક નીકળવા પ્રયત્ન કરી રહ્યું હતું. તેના કાનમાં રુદ્રા રુદ્રાના આછા પડઘા પડી રહ્યા હતા. તેના મગજમાં તેની આખી જિંદગી ફરી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું. તેની નજર સામે લગભગ બધા પાત્રો તરવરી ગયા. તેને આંખો સામે તેના મમ્મી, પપ્પા, દિયા, રવિ, કૈલાશ, કાર્તિક,તેની બાજુના પાડોશી મંજુકાકી, અવિનાશ, મયંક, મહેન્દ્ર, બુસા સર, સી.એ ત્રિવેદી, એ સિવાય પેલો કેફેવાળો એ ઉપરાંત બસનો કંડકટર બધા યાદ આવ્યાં હતાં. હવે ફક્ત આંખ આગળ અંધારું જ દેખાઈ રહ્યું હતું. એ અંધારામાં એક ખૂબ પ્રકાશિત પુંજ તેને દેખાયું અને ત્યારબાદ તેની આંખ હમેશા માટે બંધ થઈ.
રુદ્રાના મૃત્યુ સમયે બીટકોઈનનો એક ટોપ લાગ્યો હતો. તે ન્યૂઝ બાદ માર્કેટ પર તેની ખૂબ નેગેટિવ ઇફેક્ટ થઈ હતી. ત્યારબાદ આખી માર્કેટ લગભગ એક વર્ષ માટે બિયર ટ્રેન્ડમાં જતી રહી હતી. રુદ્રા જ્યારે દુનિયા છોડીને ગયો તેની એક કલાક પહેલાં બીટકોઈન વિસ ટકા ચડ્યો હતો અને રુદ્રા દુનિયાનો 21મી સદીનો પહેલો ટ્રીલિયનિયર બન્યો હતો. આ વાત પણ મીડિયાવાળાએ ખૂબ ચગાવી હતી. એ સિવાય રુદ્રાનું ઇન્ટરવ્યૂ પણ લાસ્ટ વર્ડ ઓફ અ લેંજેન્ડ મિસ્ટર બીટકોઈનના નામથી વાયરલ થયું હતું.
********
મહેશભાઈએ રુદ્રાના ખીસ્સામાંથી પે'લું કાગળ કાઢ્યું અને વાંચ્યું.
" લગભગ હું અત્યારે જીવિત નથી બરોબર ને! મને ખબર છે. મમ્મી પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું કોઈ દિવસ કહી ન શક્યો પણ કદાચ આ ચિઠ્ઠીમાં કહું છું. પપ્પા તમે મારા પર જ્યારે પણ ગુસ્સે થયા છો તે પણ મારા જીવનની સૌથી બેસ્ટ મુમેન્ટ હોય છે. સૌથી મહત્વની વાત કે,મેં મારી જીવનની સૌથી મોટી ભૂલ જાણવું તો એ હતી કે પૈસાથી બધું મળી શકે છે,બધું દુઃખ ચાલ્યું જાય છે.ખુશી એ વાતની છે કે હું ખૂબ જલ્દી સમજી ગયો કે એ મારી ભૂલ છે. મને જે જિંદગી મળી છે એ સૌથી બેસ્ટ છે એ માટે નહીં કે હું આટલા રૂપીયા કમાઈ શક્યો પણ એ માટે કે હું આ રીતે જીવી શક્યો. જિંદગીની સાચી મજા તો કોઈપણ બહાના વગર જીવવાની,કોઈ પણ કારણ વગર હસવાની, કોઈ પણ સ્વાર્થ વગર ખુશ રહેવાની અને કોઈ પણ ગીત વગર ઝુમવાની મજા જ કંઈક અલગ છે.હું ફક્ત એટલું જ કહેવા માગું છે કે 'એ જિંદગી તું ખૂબ ખુબસુરત હતી.' પપ્પા મમ્મી હું ઇચ્છીશ કે આગળના જન્મમાં પણ તમે જ મારા મમ્મી પપ્પા સ્વરૂપે મને મળો- તમારો ભૂલકણો રુદ્રા"
***********
સમાપ્ત
પ્રતિભવો 7434039539 (WhatsApp) પર આપો