Ek Adritiy Sopan - 5 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | એક અદ્વિતીય સોપાન - ભાગ 5

Featured Books
Categories
Share

એક અદ્વિતીય સોપાન - ભાગ 5

ભાગ 5 :

અચાનક ડોકટર ની વાત સાંભળીને એકદમ માહોલ શાંત થઈ ગયો ત્યારે જ Queen ત્યાં આવી પહોંચે છે અને તે ડોકટર ની વાત સાંભળીને કહે છે કે -
" શું તમે ખરેખર કહી રહ્યા છો કે તેનું બચવું અશક્ય છે ? કંઈ રીતે અશક્ય હોય ? વિશ્વ ના સર્વ શ્રેષ્ઠ ચિકિત્સક છો આપ , અમે કોઈ વિદેશ ના સર્જન પર ભરોસો નથી કર્યો , અમે ભરોસો કર્યો છે અમારા દેશ ના જ શ્રેષ્ઠ આયુર્વેદના ચિકિત્સક પર ;  આમ છતાં તમે કહો છો કે SK નહિ બચી શકે ? આવું શા માટે ? "

" તમારી વાત સાચી છે ; પરંતુ મે મારા થી બનતા તમામ પ્રયાસો કર્યા છે , મને લાગે છે કે SK થોડાંક જ સમય માં ફરી પાછો હોશ માં પણ આવી જશે ; પણ મને નથી લાગતું કે હવે તે લાંબુ આયુષ્ય જીવી શકે , વધીને બસ થોડાક દિવસો જ કરે અમુક મહિનાઓ જ ગણી લ્યો " ડોક્ટર બોલ્યા.

" લાંબુ આયુષ્ય ? SK ને લાંબુ આયુષ્ય નથી જોઈતું , તેને તો બસ એ જીવન જોઈએ છે જેમાં તે એક સર્વશ્રેષ્ઠ માણસ બની રહે અને તેના જીવન બાદ પણ લોકો તેને યાદ રાખે "
Queen ના આ વાક્ય માં SK ના જીવનની જાણે ફિલોસોફી આવી ગઈ હતી !!

" તમે ખરેખર જોરદાર વાત કહી , પરંતુ અત્યારે અહી આપણે શોર ના કરવો જોઈએ SK ના કાન ખૂબ જ તીક્ષ્ણ
છે , તે નાના- નાના અવાજ ને પણ સાંભળી લે છે , તેની ઊંધ પણ ખૂબ કાચી છે ; વળી અત્યારે તેને ઊંઘ ની જરૂર છે , પછી મારા ખ્યાલ થી એ અવશ્ય હોંશ માં આવશે "
ડોકટર એ વિશ્વાસ જતાવતું આ વાક્ય બોલીને ફરી બધા લોકો માં એક જુસ્સો ભરી દીધો ડોક્ટર ત્યાંથી ચાલ્યા ગયા અને બાકીના લોકો હિમાલય માં આવેલી એ SK ની બનાવેલી સિક્રેટ જગ્યા માં ટહેલવા નીકળ્યા.

" દીદી ! મને એક વાત કહો કે આપણે તો પેલા માણસ ની કંપની કબ્જે કરી લીધી , તેની સાથે જોડાયેલા બધા લોકો ને SK એ મોત ને ઘાટ ઉતારી દીધા , તો હવે એ માણસ પાસે વધ્યું છે શું ? હવે તો બસ એને પકડી ને એનો ખેલ સમાપ્ત કરી નાખીએ, તમે ખાલી મને એક ઓર્ડર આપો હું અમેરિકા જઇને તેને ઢસડીને અહીં ઉપાડી લાવીશ " ધનશ એ આ વાત Queen ને કહી .

ત્યારે Queen એ જવાબ આપ્યો - " એટલું સરળ પણ નથી ધનશ ! બલવંત નો છોકરો અને ઊર્જા નો નાનો ભાઈ ઉદ્ધૃવીન રશિયા ના માફિયા ગેંગ નો લીડર છે , બલવંત ના રસ્તે જે કોઇ પણ આવ્યા છે ઉદ્ધવિન દ્વારા બધાના પત્તા સાફ થઇ ગયા છે "

ત્યારે RK બોલ્યો - હવે પત્તા સાફ નહિ થાય , કેમ કે હવે તો Queen આપણી સાથે છે.

" વહેમ છે તારો એ રિદ્ધવ! ઉદ્ધવિન નો સામનો કરવા આપણે SK ની જરૂર છે, SK વગર તો અધરું છે એ " Queen એ જણાવ્યું.

" અઘરું છે ને ? અશક્ય તો નથી ને ! તો પછી શું વાંધો , એવા ઘણા ઉદ્ગવિન ને મે જોયા છે, આને પણ જોઈ લઈશ, હું પણ બતાવી દઈશ કે મેડા પાસેથી શું શીખ્યું છે ! " ધનશ ખૂબ આત્મવિશ્વાસ અને રૂઆબ સાથે બોલ્યો.

" ધનશ હું જાણું છું, પણ આ વાત મોટી છે, આ વખતે ધણા પોલિટિકલ ઇસ્યૂ થઈ શકે છે " Queen એ ફરી સમજતા કહ્યું .

ત્યાં અચાનક એક ફોન આવ્યો , "  બલવંત સાથે સ્કેમ ? આ સ્કેમ કરતા તો તમને એ વાત મોંઘી પડશે કે તમે ઊર્જા ને મારી ને ભૂલ કરી છે , હવે આ બદલો લેવાશે , ઊર્જા ના મોત નો બદલો અને આ બેજ્જતી નો બદલો લેશે મારો પુત્ર ઉદ્ધવિન , હવે થશે મોત નો તાંડવ , હવે રચાશે ખરો ખેલ , તૈયાર રહો હવે એક યુદ્ધ માટે , હવે કોઈ SK પણ તમને બચાવવા સક્ષમ નથી  " આટલું બોલીને તે માણસ અટ્ટ હાસ્ય કરવા લાગ્યો.

" બોલાવી લે તારા છોકરા ઉદ્ધવિન ને , કેમ કે હવે તો ખરો મોત નો ખેલ હું શરૂ કરીશ , બસ આ પળ ની જ મને રાહ હતી કે કયારે એ મારી સામે આવે અને કયારે હું એને બતાવું કે એનો સામનો કોની સામે થઈ રહ્યો છે , ઘણા વર્ષો થી એક બદલા ની આગ હતી હવે આ અગ્નિ માં તારી જાત ને બાળવા માટે તૈયાર થઈ જા , આવી જા અહીં , તું ને તારો છોકરો અને બીજા જેટલા ને બોલાવવા હોઈ તેને , હું છું અહીં અને જોવ છું કોનાં માં હિંમત છે કે જે મને પરાસ્ત કરી શકે , મારા આત્મવિશ્વાસ ને પરાસ્ત કરવા વાળું આ દુનિયા માં કોઈ પેદા નથી થયું " દૂર થી અંધારામાં દેખાતો એક માણસ ચીસો નાખતા બોલ્યો અને બલવંત ને જાણે ધમકી આપી દીધી .

છેલ્લે તેણે એક વાક્ય બોલ્યું ત્યાં ફોન કપાઇ ગયો કે વાક્ય હતું- " Remember One thing that I Am Invincible , Who ever stands against me , they just destroyed their own life "
( એક વાત હંમેશા યાદ રાખ કે હું અજેય છું , મને કોઈ નથી હરાવી શક્યું , જે પણ મારી સામે ઊભા રહે છે , તેઓ પોતાનું જ જીવન બરબાદ કરે છે )

આ વાક્ય સાંભળીને બધા લોકો અચંબા માં આવી ગયા અને આશ્ચર્ય ની નજર થી જોઈ રહ્યા હતા એ માણસ ને કે જેણે આટલા આત્મવિશ્વાસ સાથે આ વાતો બોલી . એ માણસ ની હાથ માં તલવાર જેવું કઈક દેખાય રહ્યું હતું અને તેનો રૂઆબ અને તેનો અંદાજ ખૂબ જ અનેરો પ્રતીત થઈ રહ્યો હતો.

કોણ હશે એ માણસ ????....