Ek Adritiy Sopan - 3 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | એક અદ્વિતીય સોપાન - ભાગ 3

Featured Books
Categories
Share

એક અદ્વિતીય સોપાન - ભાગ 3

ભાગ ૩

ધનશ ની વાત સાંભળીને RK એ સામો પ્રશ્ન કર્યો કે આ છોકરી અત્યાર સુધી હતી ક્યાં ?

ત્યારે ધનશ એ જવાબ આપ્યો કે -  " મને તો એમ જ હતું કે તેણી હિમાલય માં પ્રવાસ માં થયેલા એક્સિડન્ટ માં જીવિત નહિ રહી હોય ,  વળી SK એ પણ મને એમના વિશે કંઈ જણાવ્યું નહોતું , એ છોકરી તો  મારા દીદી સમાન છે , તને તો ખબર જ હશે કે હું જ્યારે નાનો હતો ત્યારે અનાથ જ હતો અને કંઈ સહારો નહોતો , ત્યારે મને દીદી એ સહારો આપ્યો હતો અને હિમાલય માં જ્યારે મળ્યા ત્યારે મને ભાઈ બનાવ્યો હતો , SK એ મને પ્રતિષ્ઠા અને શાસન આપ્યું , મસ્તક ઊંચું કરીને જીવન જીવવાની હિંમત આપી એટલા માટે જ SK મારા જીવન માં સર્વ શ્રેષ્ઠ માણસ છે ; પરંતુ તેના જેટલું જ  વિશેષ જો કોઈ હોય તો એ છે Queen of the Empire "

" ધનશ ! તે હિમાલય ના એક્સિડન્ટ ની વાત કરી એ બાબત ને કેટલો સમય થયો હશે ? " RK એ પૂછ્યું .

ધનશ એ ઉતર આપ્યો કે - " લગભગ ત્રણેક વર્ષ થયા હશે "

RK એ કહ્યું, " હું જાણું છું તેણી કોણ છે એ , હું ઓળખી ગયો તેણી કોણ છે એ , હું સમજી ગયો કે શા માટે ઊર્જા એ ષડયંત્રો રચ્યા હતા અને હું સમજી ગયો કે તેણી પરત કેમ આવી છે "

"કોણ છે એ ? " ત્યાં ઉપસ્થિત બધા એ RK ને પૂછ્યું.

" Lady SK , જેનું મોત ઊર્જા ની દવા દ્વારા થયું હતું એવું બધા ને હતું , પરંતુ હકીકત માં તેણી જીવિત હતી , ઊર્જા ને કદાચ આ વાત ની ખબર હશે કે તેણી જીવિત છે એટલા માટે તે આવા ષડયંત્રો કરી રહી હતી ; SK પણ આ વાત જાણતો હતો એટલે આ વાત છુપાવીને તે ઊર્જા ને તેના ખરાબ કામો ની સજા આપવા માગતો હતો , હકીકત માં SK એ પોતાના બદલા માટે નહિ ; પરંતુ એક અદ્વિતીય સોપાન રૂપ ભારતીય સંસ્કૃતિ ની પહેચાન માટે આ બધું કર્યું હતું "

RK એ પોતાના મન માં ઘણા સમય થી દોડી રહ્યા અનેક પ્રશ્નો નો જવાબ મેળવીને આ જણાવ્યું.

અચાનક કંપની ની હેડ ઓફિસે થી ફોન આવ્યો -
RK Sir , નવા આવેલા ડાયરેકટરે વિશ્વ ના સૌથી ધનાઢ્ય વ્યક્તિને ફોન કરીને કંપની ટેક ઓવર કરવાની વાત કહી છે અને આ વાત થી સમગ્ર વિશ્વમાં કોર્પોરેટ જગત માં હાહાકાર મચી ગયો છે. આ સાંભળતાની સાથે જ ત્યાં ઉપસ્થિત બધા લોકો સ્તબ્ધ થઈ ગયા ; પરંતુ RK સ્તબ્ધ નહોતો , કદાચ એ કંઇક જાણતો હતો એવું પ્રતીત થઈ રહ્યું હતું.

RK બોલ્યો - " વિશ્વ ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ , ન્યુયોર્ક સિટી માં ની કંપનીની હેડ ઓફિસ આવેલો છે , સો કરતાં વધુ દેશો માં જેની કંપની વિસ્તરેલી છે , જે કંપની ની શરૂઆત આજથી સાત વર્ષ પહેલાં થઈ હતી , એ જ કંપની કે જેની સ્થાપના SK અને ઊર્જા ના પિતા દ્વારા થઈ હતી , ત્યારબાદ SK સાથે વિશ્વાસઘાત કરીને કંપની હડપી લીધી અને કંપની બંધ કરી નાખી સાત વર્ષ પેહલા થયેલો મની માર્કેટ સ્કેમ કે જેમાં ભારત ના નાગરિકો નો અસંખ્ય પૈસો એ કંપની માં ડૂબી ગયો , એ કંપની તો બંધ થઈ ગઈ , પરંતુ એ પૈસા લઈને એ માણસ અમેરિકા ભાગી ગયો અને નવું સામ્રાજ્ય વિકસાવ્યું , એ માણસ ઊર્જા નો બાપ હતો , જેણે ભારત માં ફાર્મા સેક્ટર માં ઊર્જા ને બધું મેનેજમેન્ટ આપ્યું , ઊર્જા અને તેના પિતા ને એમ હતું કે SK હવે તેના રસ્તા માં નહિ આવે , પરંતુ એમને કયાં ખબર હતી કે SK નો ક્રોધ આગ ને પણ બાળી નાખે એવો છે , SK નો ક્રોધ એ ખરેખર ખરાબ બાબત નહોતી  પરંતુ એના આ જ ક્રોધભાવ ને લીધે અને ક્યાંક ને ક્યાંક બદલા ની આગ માં ઊભું થયું છે આ સામ્રાજ્ય , એક અદ્વિતીય સોપાન