Akbar's knowledge - knowledgeable information in Gujarati Magazine by Ilyas bhai Sanghariyat books and stories PDF | અકબર ની જાણ - જાણકાર એવી માહિતી

Featured Books
Categories
Share

અકબર ની જાણ - જાણકાર એવી માહિતી

*જલાલુદ્દીન મોહમ્મદ અકબર: (1556 - 1605)

        તેણે સુલેહ કુળની નીતિ અપનાવી હતી. તેમાં તેણે હિન્દુ મુસ્લિમ સંપ્રદાયમાં લગ્ન કરાવ્યા. હિન્દુઓને સેના નો ભાગ બનાવવામાં આવ્યા. અને તેના સમકાલીન સંતો જેમાં મીરાબાઈ,તુલસીદાસ, શીખ સંપ્રદાયના અમરદાસ રામ અને રામદાસ, નહેર રાણા દસ્તુર  પારસી સંત, સેન્ટ ફ્રાન્સિસ ગેવિયર ખ્રિસ્તી સંત, દાદુ દયાળ રાજસ્થાન અમદાવાદમા જન્મ થયો હતો અને તે ની પથ માર્ગ માં માનતા હતા. પછી વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભાચાર્ય ના પુત્ર વિઠ્ઠલા આચાર્ય જે શુદ્ર દેત વાત માં માનતા હતા અને તેમણે હવેલી માર્ગ અપનાવ્યો હતો. અંતિમ એવા સમકાલીન શાંતિ શંકર દવે જે આસામ ન રહેવાસી હતા. તેમણે બોરગીતની રચના કરી.

સમકાલીન સંતો: 

મીરાબાઈ: તેમણે સુગુણ ભક્તિ માર્ગ અપનાવ્યો હતો. તેમનો જન્મ રાજસ્થાનના રાઠોર પરિવારમાં થયો હતો. તેમના લગ્ન શિસોદિયા પરિવારમાં રાણા ભીમ સાથે થયા હતા. તેમણે "જનમ જનમની દાસી" તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના ગુરુ સંત રોહીદાસ (રૈદાસ) હતા. જે નિર્ગુણ પરંપરામાં માનતા હતા. જેમણે હંમેશા યાદ રાખવા જેવું એક વાક્ય કીધેલું કે "મન ચંગા સો કઠોતી મે ગંગા" એટલે કે જો આપણું મન સારું હોય એટલે કે પવિત્ર હોય તો તમે જ્યાં જાવ ત્યાં કઠોથી એટલે ગમે તે પાણીથી  સ્નાન કરો તો પણ એ ગંગાજ કહેવાય. મીરાબાઈ એ ગુજરાતી,રાજસ્થાની,વ્રજ અને અવધી ભાષામાં તેમણે કૃતિઓ લખી છે. તેમણે 700 થી વધુ ભજનો લખેલા તેમણે દેહત્યાગ દેવભૂમિ દ્વારકામાં કરેલો છે. 

તુલસીદાસ: તેમનો ઉછેર દાસી રંભા એ કરેલો એવું કહેવામાં આવે છે કે તે પાંચ વર્ષ સુધી કંઈ બોલ્યા નહોતા પહેલી વાર બોલ્યા ત્યારે પહેલું નામ તેમણે રામનું લીધેલું તેથી તેમણે"રામ બોલા" ના નામથી ઓળખવામાં આવે છે. તેમણે કાશી બનારસના 84 ઘાટ પર બેસીને રામચરિતમાનસ ની રચના કરી. તેમણે હનુમાન ચાલીસા, રામલલ્લા નું હુક, જાનકી મંગલમ, રુદ્રાષ્ટકમ વગેરે ની રચના કરી. 

ત્યારબાદ અકબરે શીખ સંપ્રદાયના અમરદાસ અને રામદાસ બંને ગુરુને 500 વીઘા જમીન આપી જ્યાં તે બંને અમૃત સરોવર અને અમૃતસર ની સ્થાપના કરી. 

સ્થાપત્ય ક્ષેત્રે અકબરનું પ્રદાન: અકબરે આગ્રાનો કિલ્લો અને તેમાં દીવાન એ આમ અને દીવાન એ ખાસ ની રચના કરી, બીરબલની કોઠી, મરિયમ ઉજમાની એટલે કે જોધ મહેલ, અકબર મહેલ, શેતાનપુર, હિરણ મીનાર જે તેના હાથી 🐘 ની યાદ માં બનાવવામાં આવ્યો હતો. આ બધામાં ઈન્ડો ઈસ્લામિક શૈલી અને રાજપુત શૈલીનો સમન્વય થયેલો જોવા મળે છે. 

અકબરના નવ રત્નો: 

તાનસેન/રામ તનુ પાંડે: જેમના ગુરુ હરિદાસ પાસેથી તેમણે ધ્રુપદ શૈલી શીખી હતી. તેમણે મિયાકા મલ્હાર, મિયા કા સારંગ, મિયા કા તોડી, મિયા કા દીપક, જેવા રાગની રચના કરી. અકબરના સમકાલીનમાં વડનગરની બે સ્ત્રી જે ધ્રુપદ શૈલીની ગાયિકા તાના અને રીરી નો સમાવેશ થાય છે. 

બીરબલ/મહેશ દાસ: બુદ્ધિ ચાતુર્ય માટે જાણકાર 

ભગવાનદાસ અને માનસિંહ: અકબર વતી જેમણે હલ્દીઘાટીનું યુદ્ધ કર્યું હતું. અને સુલેહ કુળની નીતિ ને પ્રોત્સાહન આપનાર. 

ટોડરમલ: જમીનની જાત પ્રમાણે રોકડ રકમ મેળવવા નો ઉપાય આપનાર. ભાગવત ગીતાને ફારસી ભાષામાં અનુવાદ કરનાર. 

ફૈઝી: ભાસ્કરાચાર્યના લીલાવતી નામના ગણિત ગ્રંથનો અનુવાદ કરનાર. 

અબુલ ફઝલ: આઈન એ અકબરી અને અકબરનામાં ની રચના કરનાર. 

અબ્દુલ રહીમ ખાન એ ખાના: જેમણે બાબરનામાં લખી અને તેમના દોહા પ્રચલિત હતા. 

મુલ્લાં દો પ્યાજા: શાહી રસોઈ ઘર માં કામ કરનાર રસોઈયો. 

હકીમ હુકામ: રાજ વૈધ 

ભક્તિ પરંપરા માર્ગ: 

તેમાં બે પ્રકાર પડે છે એક પ્રેમ નો અને બીજો સમર્પણ નો પહેલા આપણે વાત કરીએ તો પ્રેમ વાળા માર્ગની તો તેમાં કહી શકીએ કે મીરાંબાઈ નો સમાવેશ થાય. 

પ્રેમ: ભક્તિ પરંપરા માર્ગ પ્રેમમાં એવું કહેવાય છે કે તેમાં ઝઘડો, તુકારો, રાહ , વિશ્વાસ, હૃદય સ્પર્શી, હું-તું/પુરુષ- સ્ત્રી માન -અપમાન થી ઉપર એટલે કે પર હોય. જે કહેવાય કે મીરાંબાઈ એ અપનાવેલો માર્ગ. 

સમર્પણ: સમર્પણમાં દાસત્વ, સુખ દુઃખ થી પર, રાહ, હૃદય સ્પર્શી જોવા મળે છે. આ માર્ગ નરસિંહ મહેતાએ અપનાવેલો તેવું કહેવાય. 

નરસિંહ મહેતા નાના હતા ત્યારે ગોપનાથ મહાદેવ જે ભાવનગરમાં આવેલું છે ત્યાં તેમણે ભગવાન શિવ એટલે કે શંકર ભગવાન પાસેથી કૃષ્ણ રાસ જોયો હતો . કૃષ્ણએ તેમને એક તારો એટલે કે રામસાગર નામનું વાદ્ય ભેટમાં આપેલું હતું. તેમના પુત્ર નું નામ શામળશા અને પુત્રીનું નામ કુંવરબાઈ હતું. તેમને આખી પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જન્મભૂમિ ભાવનગર અને કર્મભૂમિ જુનાગઢ હતી.